Moradabad : 1980 થી બંધ મંદિરનો ઐતિહાસિક ખજાનો ખુલ્યો, શિવલિંગ સહિત પ્રાચીન મૂર્તિઓ મળી
- Moradabad માં મંદિરનું ખોદકામમાં મળી શિવલિંગ
- 1980 ના રમખાણોમાં મંદિર બંધ કરાયું હતું
- ખોદકામ દરમિયાન લોકો ભેગા થયા હતા
સંભલ બાદ આજે મુરાદાબાદ (Moradabad)માં મંદિરનું ખોદકામ શરૂ થયું. 1980 ના રમખાણોમાં મંદિરના પૂજારીની હત્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. પૂજારીના પૌત્રે એક અઠવાડિયા પહેલા મુરાદાબાદ (Moradabad)ના DM ને એક અરજી આપી હતી, જેમાં મંદિરને ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી હતી.
આ પછી, ત્રણ દિવસ પહેલા વહીવટીતંત્રે શહેરના નાગફની વિસ્તારમાં ઝબ્બુ કા નાલા વિસ્તારમાં સ્થિત મંદિરની મુલાકાત લીધી હતી. રમખાણો બાદ મંદિરના ગર્ભગૃહને દિવાલો બનાવીને બંધ કરી દેવામાં આવ્યું હતું. સોમવારે કડક સુરક્ષા વચ્ચે આ દિવાલો તોડી પાડવામાં આવી હતી. હાલ સ્થળ પર ફોર્સ તૈનાત છે. ખોદકામ દરમિયાન હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિઓ મળી આવી છે.
આ પણ વાંચો : Scotland ની નદીમાંથી ભારતીય વિદ્યાર્થીની લાશ મળી, એડિનબર્ગની યુનિવર્સિટીમાં કરતી હતી અભ્યાસ
ખોદકામ દરમિયાન લોકો ભેગા થયા હતા...
હાલ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારની સફાઈ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા છે. મળતી માહિતી મુજબ, SDM રામ મોહન મીના, મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયર રઈસ અહેમદ અને 2 પોલીસ સ્ટેશનની ફોર્સ બપોરે 12 વાગ્યે અહીં પહોંચી હતી. થોડા સમય પછી DM અનુજ સિંહ પણ મંદિર પહોંચ્યા. આ પછી જ્યારે ખોદકામ શરૂ થયું તો મંદિરની દિવાલ પર હનુમાનજીની મૂર્તિઓ દેખાવા લાગી. જમીન પર શિવલિંગની જગ્યા બનાવવામાં આવી હતી. નંદી પાસે બેઠો છે. દિવાલ પર બીજી કેટલીક મૂર્તિઓ છે, પરંતુ તે તુટી ગઈ છે.
આ પણ વાંચો : હવે જજનો દીકરો જજ નહીં બને! શું Supreme Court નેપોટિઝમ પર બ્રેક લગાવશે?
લોકોએ પ્રદર્શન કર્યું...
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મંદિર ખોલવાને લઈને લોકોએ પ્રદર્શન કર્યું હતું. આ પછી DM એ SDM ને આ મામલે રિપોર્ટ આપવા માટે કહ્યું. SDM એ 27 ડિસેમ્બરે મંદિર સાથે જોડાયેલા લોકોની માહિતી એકઠી કરી હતી. એક વ્યંઢળ મંદિરની સફાઈ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ગેરકાયદે દિવાલ ઉભી કરવામાં આવી હતી. જેના કારણે મંદિરમાં આવવું મુશ્કેલ બન્યું હતું. હાલ મૂર્તિઓની સફાઈનું કામ ચાલી રહ્યું છે. SDM એ કહ્યું કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૂર્તિઓ કેટલી જૂની છે.
આ પણ વાંચો : Karnataka : દેવી પાસે અનોખી મન્નત, દાનપેટીમાંથી મનોકામના વાંચીને બધાને લાગ્યો ઝટકો