Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Hodu to Haifa : વડાપ્રધાન મોદીએ વાગોળ્યા ભારત-ઇઝરાયેલના 2000 વર્ષ જૂના સંબંધો

PM મોદીએ ઇઝરાયેલની સંસદમાં ભારત-ઇઝરાયેલના 2000 વર્ષ જૂના સંબંધો અને 'હોડુ'ના ઉલ્લેખ સાથે ભારતીય યહૂદીઓના ગૌરવશાળી ઇતિહાસને વાગોળ્યો. હાઈફાના હીરો અને જામ સાહેબની માનવતાની ગાથાને યાદ કરી. .
hodu to haifa   વડાપ્રધાન મોદીએ વાગોળ્યા ભારત ઇઝરાયેલના  2000 વર્ષ જૂના સંબંધો
Advertisement

Hodu to Haifa : PM મોદીએ ઇઝરાયેલની સંસદમાં ભારત-ઇઝરાયેલના 2000 વર્ષ જૂના સંબંધો અને 'હોડુ'ના ઉલ્લેખ સાથે ભારતીય યહૂદીઓના ગૌરવશાળી ઇતિહાસને વાગોળ્યો. હાઈફાના હીરો અને જામ સાહેબની માનવતાની ગાથાને યાદ કરી. .

જેરૂસલેમમાં નેસેટ-Knesset (Israelની સંસદ)ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ જણાવ્યું હતું કે યહૂદી સમુદાયો ભારતમાં સતાવણી અથવા ભેદભાવના ડર વિના રહ્યા છે. તેમણે આ વારસાને દેશ માટે "ગૌરવનો સ્ત્રોત" ગણાવ્યો હતો. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સદીઓ જૂના સભ્યતાના સંબંધો પર પ્રકાશ પાડતા, મોદીએ ઊંડા સાંસ્કૃતિક, ઐતિહાસિક અને લોકો વચ્ચેના જોડાણો પર ભાર મૂક્યો હતો જે આધુનિક રાજદ્વારી સંબંધો કરતા પણ જૂના છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, "યહૂદી સમુદાયો ભારતમાં સતાવણી કે ભેદભાવના ડર વિના રહ્યા છે, તેમણે પોતાની શ્રદ્ધા જાળવી રાખી છે અને સમાજમાં સંપૂર્ણ રીતે ભાગ લીધો છે અને આ રેકોર્ડ અમારા માટે ગૌરવનો સ્ત્રોત છે."

Advertisement

Hodu to Haifa : PM મોદીએ ઇઝરાયેલની સંસદમાં ભારત સાથેના ઐતિહાસિક સંબંધો વાગોળ્યા

  • પ્રાચીન સંબંધો: PM મોદીએ કહ્યું કે આધુનિક રાજ્યો તરીકે જોડાયાના ઘણા સમય પહેલાથી આપણે બે હજાર વર્ષથી વધુ જૂના સંબંધોથી જોડાયેલા છીએ. 'બુક ઓફ એસ્થર'માં ભારતનો ઉલ્લેખ 'હોડુ' Hodu તરીકે કરવામાં આવ્યો છે. તાલમુદ-Talmud પણ પ્રાચીન કાળમાં ભારત સાથેના વેપારની નોંધ લે છે.

  • ભારતીય યહૂદી-Jew સમુદાયો: તેમણે મહારાષ્ટ્રના બેને ઇઝરાયેલ, કેરળના કોચીની યહૂદીઓ, કોલકાતા અને મુંબઈના બગદાદી યહૂદીઓ અને ઉત્તર પૂર્વના બીનેઈ મેનાશેના યોગદાનની પ્રશંસા કરી હતી.

  • ગુજરાત સાથે જોડાણ: વડાપ્રધાને તેમના ગૃહ રાજ્ય ગુજરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "ભારતમાં ઇઝરાયેલી પરિવાર - મિસ્ટર અને મિસિસ બેસ્ટ દ્વારા સ્થાપિત એક શાળા છે. તે એક ઉત્તમ શાળા છે, અને અલબત્ત, તેને 'બેસ્ટ સ્કૂલ' કહેવામાં આવે છે!" તેમણે અમદાવાદના કાંકરિયા ઝૂ-Kankaria Zoo ના સ્થાપક ડોક્ટર રુબેન ડેવિડને પણ યાદ કર્યા હતા.

Hodu to Haifa :  યહૂદી એટલે  ગૌરવશાળી સમાજ 

PM મોદીએ ભારતીય જીવનના વિવિધ ક્ષેત્રોમાં યહૂદી હસ્તીઓના યોગદાનને બિરદાવ્યું:

એડવિન માયર્સ-Edwin Myers : ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાને આકાર આપ્યો.

ડેવિડ અબ્રાહમ ચેઉલકર(Uncle David) : ભારતીય સિનેમાના જાણીતા અભિનેતા.

વોલ્ટર કોફમેન: ઓલ ઈન્ડિયા રેડિયોની સિગ્નેચર ટ્યુન કમ્પોઝ કરી.

ડેવિડ સેસૂન: અનેક સામાજિક સંસ્થાઓનું નિર્માણ કર્યું.

લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબ: 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં પરાક્રમી યોગદાન.

Hodu to Haifa : રક્ત અને બલિદાનનો સંબંધ

PM મોદીએ નોંધ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હાઈફાના યુદ્ધમાં 4,000 થી વધુ ભારતીય સૈનિકોએ શહીદી વહોરી હતી. મેજર ઠાકુર દલપત સિંહ, જેમને 'હાઈફાના હીરો' તરીકે યાદ કરવામાં આવે છે, તે આ સહિયારા ઇતિહાસનું પ્રતીક છે.

માનવતાનું ઉદાહરણ

તેમણે હોલોકોસ્ટના કાળા અધ્યાયનો ઉલ્લેખ કરતા ગુજરાતના નવાનગરના મહારાજા (જામ સાહેબ Jam Saheb) ને યાદ કર્યા, જેમણે યહૂદી બાળકો સહિત પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો. તેમણે તાજેતરમાં મોશાવ નેવાતિમમાં જામ સાહેબની પ્રતિમાના અનાવરણ બદલ ઇઝરાયેલનો આભાર માન્યો હતો.

અંતમાં તેમણે ઉમેર્યું કે ઇઝરાયેલમાં રહેતા ભારતીય મૂળના યહૂદીઓ માને છે કે ઇઝરાયેલ તેમની પિતૃભૂમિ છે અને ભારત તેમની માતૃભૂમિ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન માત્ર રાજદ્વારી શિષ્ટાચાર નહોતું, પરંતુ એક ઐતિહાસિક સીમાચિહ્ન હતું. ઇઝરાયેલની સંસદ 'નેસેટ'માં સંબોધન કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા, જે ભારત-ઇઝરાયેલના મજબૂત થતા લોકશાહી અને વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે.

આજે જ્યારે મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત નાજુક છે, ખાસ કરીને ઈરાન અને ગાઝા વચ્ચેના વધતા તણાવ અને 'વોર ઝોન' (War Zone) જેવી કટોકટી પ્રવર્તી રહી છે, ત્યારે PM મોદીના આ શબ્દો વધુ પ્રસ્તુત બને છે. ઇતિહાસમાં જે રીતે ભારતે યહૂદીઓને સતાવણી વગર આશ્રય આપ્યો અને જે રીતે ભારતીય સૈનિકોએ હાઈફાના મેદાનમાં લોહી વહાવ્યું, તે સાબિત કરે છે કે ભારત હંમેશા શાંતિ અને માનવતાના પક્ષે રહ્યું છે.

વર્તમાન યુદ્ધના વાદળો વચ્ચે, PM મોદીએ યાદ અપાવ્યું કે આપણું જોડાણ માત્ર શસ્ત્રો કે વેપાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે ૨,૦૦૦ વર્ષ જૂના વિશ્વાસ અને અતૂટ મિત્રતાના પાયા પર ટકેલું છે. આ કટોકટીના સમયમાં ભારતની ભૂમિકા એક એવા મિત્રની છે જે શાંતિની આશા રાખે છે અને જૂના સંબંધોનું માન જાળવે છે.

આ પણ વાંચો ; NCERTના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે પ્રકાશન અને ડિજિટલ શેરિંગ પર લગાવી રોક, તપાસના આપ્યા આદેશ!

Tags :
Advertisement

.

×