જયપુરમાં ભયાનક અકસ્માત, 40 ગાડીઓમાં લાગી આગ; 30થી વધુ લોકો દાઝ્યા
- જયપુરમાં LPG-CNG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર
- બે ગેસ ટેન્કર વચ્ચે ટક્કરથી ભડકી ભીષણ આગ
- ભાંકરોટામાં પેટ્રોલપંપ પાસે ઉભી હતી બંને ટ્રક
- આગના કારણે 30થી વધુ લોકો દાઝી ગયા
- CM ભજનલાલ શર્માએ ઘાયલોની મુલાકાત કરી
- ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
- આગમાં 20થી વધુ વાહન આવ્યા ચપેટમાં
Accident : રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં LPG અને CNG ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી, જેના કારણે ભારે તબાહી મચી ગઈ. આ અકસ્માતમાં 5 લોકો જીવતા સળગીને મોતને ભેટ્યા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તાર ભયજનક બની ગયો છે, અને આસપાસના રસ્તાઓને સલામતી માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આગમાં 40 વાહનો બળી ગયા
આ દુર્ઘટનામાં લગભગ 40 વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. અથડામણ પછી એક પાછળ એક અનેક વાહનોમાં આગ લાગી હતી, જેની અસર દુર સુધી દેખાઈ રહી હતી. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસ શરૂ કર્યા. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા અને રાહત કામગીરી શરૂ કરી. અકસ્માતમાં બચી ગયેલા વાહનોમાં મોટાપાયે નુકસાન થયું છે.
23થી વધુ લોકો ઘાયલ, મુખ્યમંત્રી દ્વારા હોસ્પિટલ મુલાકાત
આ દુર્ઘટનામાં 23થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઈમરજન્સી વોર્ડમાં પહોંચી ઘાયલોની સ્થિતિની સમીક્ષા કરી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને જીવલેણ હાલતમાં રહેલા લોકોને બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગ ઓલવવાની કામગીરી ચાલુ
સવારે 6 વાગ્યાની આસપાસ સર્જાયેલા આ અકસ્માતના કલાકોની મહેનત બાદ પણ આગને સંપૂર્ણ રીતે ઓલવવાનું કાર્ય ચાલુ રહ્યું હતું. ઘટનાના સમયે ટ્રક વચ્ચે અથડામણ બાદ નજીકના વાહનોમાં પણ આગ લાગી હતી, અને આ આગ અનેક વાહનો સુધી ફેલાઈ ગઈ. જયપુરના ડીએમ જીતેન્દ્ર સોનીએ કહ્યું કે હવે માત્ર 1-2 વાહનોમાં આગ રહી છે અને તેને ઓલવવાનું કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: Rajasthan: દૌસામાં લગ્ન સમારંભમાં ગુસ્સે ભરાયેલા યુવકે કાર વડે 10 લોકોને કચડી નાખ્યા