ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

COACHING CENTER ના BASEMENT માં આખરે કેવી રીતે ભરાયું પાણી? સામે આવ્યા ચોંકાવનારા કારણો

DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગરની (OLD RAJENDRA NAGAR) ઘટનાએ સૌને મચમચાવી દીધા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને...
10:40 AM Jul 29, 2024 IST | Harsh Bhatt
DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગરની (OLD RAJENDRA NAGAR) ઘટનાએ સૌને મચમચાવી દીધા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને...

DELHI ના ઓલ્ડ રાજેન્દ્રનગરની (OLD RAJENDRA NAGAR) ઘટનાએ સૌને મચમચાવી દીધા છે. કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા તે બાબત આગની જેમ આખા દેશમાં જાણીતી બની છે. જેના કારણે હવે સૌ લોકો મૃત વિદ્યાર્થીઓને ન્યાય અપવાવા માટે એકજુટ થઈને માંગ કરી રહ્યા છે. હવે આ ઘટના સામે આવ્યા બાદ સૌથી પહેલા પ્રશ્ન એ થાય છે કે, તે ભોંયરામાં પાણી આખરે ભરાયું કેવી રીતે? પાણી ભરતી વખતે બાળકો પુસ્તકાલયની બહાર કેમ ન આવી શક્યા? તેને લઈને હવે નવી વિગતો સામે આવી રહી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

COACHING CENTER ના BASEMENT માં કેવી રીતે ભરાયું પાણી?

કોચિંગ સેન્ટરના (COACHING CENTER) ભોંયરામાં પાણી આખરે ભરાયું કેવી રીતે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં બે પ્રકારની થિયરી સામે આવી રહી છે. જે કોચિંગ સેન્ટરમાં આ ઘટના બની તેનું નામ રાવ કોચિંગ સેન્ટર છે. બાબત એમ છે કે, રાવ કોચિંગ સેન્ટરનું (COACHING CENTER) બેઝમેન્ટ 8 ફૂટ નીચે હતું. શનિવારે સાંજે આ ભોંયરાની લાઇબ્રેરીમાં ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જે વિગત સામે આવી રહી છે તેના અનુસાંર, ભારે વરસાદને કારણે કોચિંગ સેન્ટરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. દરવાજા પર સ્ટીલ શેડ લગાવવામાં આવ્યો હતો, જેથી કોચિંગની અંદર પાણી ન ભરાય. હવે આ સજોગોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહેલી પોલીસ અને ફાયર બ્રિગેડે ભોંયરામાં પાણી ભરાવાના બે સંભવિત કારણો આપ્યા છે.

બે પ્રકારની થિયરી આવી સામે

પહેલી થિયરીની વાત કરવામાં આવે તો, ખૂબ જ ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે દરવાજા પરનો સ્ટીલનો શેડ પણ તૂટી ગયો હતો અને ભોંયરામાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. પાણી અચાનક ભરાઈ જતા 3 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું. બીજી થિયરી જે સામે આવી છે તે ચોંકાવનારી છે. તેના અનુસાર, પોલીસને શંકા છે કે કારને બહાર કાઢવા માટે દરવાજો જાણીજોઈને ખોલવામાં આવ્યો હોઈ શકે છે અને રસ્તા પર એકઠું થયેલું પાણી ભોંયરામાં પ્રવેશ્યું હોઈ શકે છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર બાબત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને કોચિંગ સેન્ટરના માલિક અને સંયોજકની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Kanpur : કેન્દ્રીય મંત્રીની માતા જ ફસાયા..જાણો મામલો શું છે...

Tags :
basementcoaching centerDelhiDelhi PoliceGujarat FirstOLD RAJENDRA NAGARRAO COACHING CENTERRAO IASUSPC ASPIRANTS
Next Article