રાકેશ શર્મા ભારતના પ્રથમ અવકાશયાત્રી કેવી રીતે બન્યા, જાણો તેમની સાથે જોડાયેલી 5 મહત્વપૂર્ણ વાતો
- આજે ભારતના પ્રથમ અવકાશયાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્માનો 75મો જન્મદિવસ
- 3 એપ્રિલ, 1984 ના રોજ રાકેશ શર્મા અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા
- તેમણે લગભગ 8 દિવસ અવકાશમાં વિતાવ્યા છે
Rakesh Sharma Birth Anniversary: આજે એટલે કે 13 જાન્યુઆરીએ ભારતના પ્રથમ અવકાશયાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્માનો 75મો જન્મદિવસ છે. રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો. 3 એપ્રિલ, 1984 ના રોજ, રાકેશ શર્મા અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા. વિશ્વના 138મા અવકાશયાત્રી રાકેશ શર્મા ભારતીય વાયુસેનામાંથી વિંગ કમાન્ડર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે લગભગ 8 દિવસ અવકાશમાં વિતાવ્યા છે.
રાકેશ શર્માએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો
શર્માએ પોતાનું શાળાકીય શિક્ષણ સેન્ટ જ્યોર્જ ગ્રામર સ્કૂલમાંથી કર્યું. આ પછી તેઓ હૈદરાબાદની નિઝામ કોલેજમાંથી સ્નાતક થયા. જુલાઈ 1966માં, તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં વાયુસેનાના તાલીમાર્થી તરીકે જોડાયા. આ પછી, તેમને 1970 માં ભારતીય વાયુસેનામાં ટેસ્ટ પાઇલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. રાકેશ શર્માએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તે સમયે તેઓ પાઇલટની ભૂમિકામાં હતા. 1982 માં, એવું નક્કી થયું કે એક ભારતીય, રશિયન મિશન સાથે અવકાશમાં જશે.
રાકેશ શર્માએ પોતાને સોવિયેત અવકાશ નિષ્ણાત તરીકે સ્થાપિત કર્યા
તે સમય સુધીમાં રાકેશ શર્મા સ્ક્વોડ્રન લીડર બની ગયા હતા. રાકેશ શર્માએ પોતે નક્કી કર્યું હતું કે, તે આ પડકારજનક મિશનમાં જોડાશે. આ પહેલા, તેમને એક કઠિન પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. તેમણે તાલીમ લીધી અને પોતાને સોવિયેત અવકાશ નિષ્ણાત તરીકે સ્થાપિત કર્યા. આ પછી નક્કી થયું કે રાકેશ શર્મા અવકાશમાં જશે.
રાકેશ શર્માએ ભારતના ઘણા વિસ્તારોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા
રાકેશ શર્માએ ભારતના ઘણા વિસ્તારોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. સૌથી મોટી વાત એ છે કે, તેમણે અવકાશમાં પણ યોગા કર્યા હતા. જ્યારે તેઓ અવકાશથી પાછા ફર્યા, ત્યારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું કે, અવકાશમાંથી ભારત કેવું દેખાય છે?, જેના જવાબમાં તેમણે કહ્યું કે, સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાં હમારા.
રાકેશ શર્મા ભારતીય ભોજનને અવકાશમાં પણ લઈ ગયા હતા. તેમણે મૈસુર સ્થિત ડિફેન્સ ફૂડ રિસર્ચ લેબની મદદથી આ કર્યું. રાકેશ શર્મા સોજીની ખીર, વેજ પુલાવ અને બટાકાના ચણા અવકાશમાં લઈ ગયા હતા. તેમણે પોતાના સાથી અવકાશયાત્રીઓને પણ ખવડાવ્યું હતું.
રાકેશ શર્મા પોતાની સાથે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ ઝૈલ સિંહ, સંરક્ષણ પ્રધાન વેંકટરામન અને મહાત્મા ગાંધીની સમાધિની તસ્વીરના ફોટોગ્રાફ્સ લઈ ગયા હતા. તેઓ રાજઘાટની માટી પણ અવકાશમાં લઈ ગયા હતા.
રાકેશ શર્મા માત્ર અવકાશમાં જનારા પ્રથમ ભારતીય જ નહીં, પરંતુ 'હીરો ઓફ ધ સોવિયેત યુનિયન' એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય પણ છે.
રાકેશ શર્માને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઇન્ફોસિસના કર્મચારીએ નોકરી છોડી લગાવ્યા ગંભીર આક્ષેપ, વાયરલ થઇ રહી છે પોસ્ટ