Humayun Kabir Attack: બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર હુમાયુ કબીર પર હુમલો, 30 ગુંડાઓએ ઘેરીને મચાવ્યો આતંક!
- બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર હુમાયુ કબીરના કાફલા પર હુમલો (Humayun Kabir Attack)
- અંદાજે 25 થી 30 જેટલા ગુંડાઓએ રસ્તા વચ્ચે જ ઘેરી લીધા
- હુમલાખોરોએ હુમાયુ કબીર વિરુદ્ધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર
- ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો
પશ્ચિમ બંગાળ (West Bengal) માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.બંગાળમાં બાબરી મસ્જિદ (Babri Masjid) ના સ્થાપક તરીકે ઓળખાતા હુમાયુ કબીર (Humayun Kabir) પર રાજ્યમાં ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
#WATCH | Kolkata, West Bengal: Former TMC MLA and Jan Unnayan Party chief Humayun Kabir says, "... I had gone to a friend's house on invitation during Shab-e-Barat. After having food and meeting people there, I got blessings from a lot of people. On the road between Councillor… pic.twitter.com/agWaVlDO6Q
— ANI (@ANI) February 4, 2026
Humayun Kabir Attack: હુમલો અને સૂત્રોચ્ચાર
મળતી માહિતી મુજબ, હુમાયુ કબીર જ્યારે પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક 25 થી 30 અજાણ્યા ગુંડાઓએ તેમના વાહનને રોકી લીધું હતું. આ ગુંડાઓએ માત્ર હુમલો જ નહોતો કર્યો, પરંતુ તેમને ચારે બાજુથી ઘેરી લઈને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર (Sloganeering) પણ કર્યા હતા. આ હુમલો એટલો અચાનક હતો કે સુરક્ષાકર્મીઓને પણ સ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી.
હુમલાખોરોની ઓળખ અને પોલીસ તપાસ
ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરો હથિયારો સાથે સજ્જ હતા અને તેઓ હુમાયુ કબીરને નિશાન બનાવીને જ આવ્યા હોય તેવું જણાતું હતું. સ્થાનિક પોલીસ (West Bengal Police) આ મામલે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈની ધરપકડના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો : Mamata Banerjee Supreme Court: સુપ્રીમ કોર્ટમાં મમતા દીદીના વકીલ તેવર, SIR પ્રક્રિયાના વિરોધમાં કરી ધારદાર રજૂઆત!


