Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'હું ભારતનો મોટો ફેન છું', અમેરિકી સેનેટર સ્ટીવ ડેન્સે સમજાવ્યું ભારત કેમ ખાસ છે?

વોશિંગ્ટન ડીસીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં US સેનેટર સ્ટીવ ડેન્સે ભારત વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી.
 હું ભારતનો મોટો ફેન છું   અમેરિકી સેનેટર સ્ટીવ ડેન્સે સમજાવ્યું ભારત કેમ ખાસ છે
Advertisement
  • સ્ટીવ ડેન્સે ભારત વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી
  • અમે ભારતને મિત્ર તરીકે સ્વીકારવા ઉત્સુક-હોવર્ડ લુટનિક
  • ભારતમાં ઘણી મુશ્કેલ સમસ્યાઓ હલ થઈ- સ્ટીવ ડેન્સ

US India Partnership: US સેનેટર સ્ટીવ ડેન્સ કહ્યું, 'મારી ભારતની મુલાકાતો મને ઘણી યાદો અપાવે છે જેમ કે જ્યારે 20 વર્ષ પહેલા હું ત્યાં બિઝનેસ શરૂ કરી રહ્યો હતો ત્યારે ચીન કેવું અનુભવી રહ્યું હતું.' આ સિવાય, US વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું કે 'અમે ભારતને ભાગીદાર અને મિત્ર તરીકે સ્વીકારવા માટે ઉત્સુક છીએ.'

વોશિંગ્ટન ડીસીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં US સેનેટર સ્ટીવ ડેન્સે ભારત વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે 'વૈશ્વિક વ્યૂહાત્મક વળાંક આવી રહ્યો છે જેમાં મૂડી રોકાણ ચીનથી દૂર જઈ રહ્યું છે અને તે જોઈ રહ્યું છે કે આગામી મોટી તક ક્યાં છે અને તે છે ભારત. તેમણે ભારત સાથેની શક્યતાઓ અંગે પોતાને આશાવાદી ગણાવ્યા.

Advertisement

ભારત કેમ મહત્વનું છે?

ભારતનું મહત્વ વૈશ્વિક વિશ્વાસ અને સહકારના સંદર્ભમાં નોંધપાત્ર છે. સ્ટીવ ડેન્સે જણાવ્યું કે, "જ્યારે હું ચીન જાઉં છું, ત્યારે હું મારો ફોન સાથે લઈ જવાની હિંમત કરતો નથી અને તેને વોશિંગ્ટનમાં જ છોડી દઉં છું." તેનાથી વિપરીત, તેમણે કહ્યું, "જ્યારે હું ભારત જાઉં છું, ત્યારે હું મારા પરિવારને જણાવવામાં આનંદ અનુભવું છું. મારા પૌત્ર-પૌત્રીઓ સાથે ફેસટાઇમ કરું છું." આ ઉદાહરણ ભારત પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું, "અમે મૂડીના શાબ્દિક વળતર ઉપરાંત, જરૂર પડે ત્યારે તેને પાછી મેળવવાની ખાતરી પર પણ વિશ્વાસ રાખીએ છીએ." આ નિવેદન ભારતની આર્થિક અને રાજકીય સ્થિરતા તેમજ વૈશ્વિક ભાગીદારીમાં તેની વિશ્વસનીયતાને રેખાંકિત કરે છે.

Advertisement

આ પણ વાંચો :  IMD Weather Alert 2025 : ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સમસ્યાઓ હલ થઈ રહી છે - સ્ટીવ ડેન્સ

સ્ટીવ ડેન્સે વધુમાં કહ્યું કે 'મારી ભારતની મુલાકાતો મને ઘણી બધી બાબતોની યાદ અપાવે છે. 20 વર્ષ પહેલાં જ્યારે હું ત્યાં બિઝનેસ શરૂ કરી રહ્યો હતો ત્યારે ચીન કેવું અનુભવી રહ્યું હતું. હું જોઉં છું કે ઘણા બધા ક્ષેત્રોમાં ઘણી બધી સંભાવનાઓ છે, ઘણી મુશ્કેલ સમસ્યાઓ હલ થઈ રહી છે અને મને લાગે છે કે હું લાંબા ગાળા માટે આશાવાદી છું.'

આ પણ વાંચો :  CBI ની રેડમાં IRS અધિકારીના ઘરેથી મળ્યો ખજાનો

ભારત એક ભાગીદાર અને મિત્ર છે - હોવર્ડ લ્યુટનીક

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે વોશિંગ્ટન ડીસીમાં કહ્યું કે 'અમે અમારા સહયોગીઓને પ્રેમ કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે અમારા સહયોગી અમારી સાથે AI ક્રાંતિમાં ભાગ લે. જો ભારત રસ ધરાવતું હોય અને વિશાળ ડેટા સેન્ટર બનાવવા માંગે તો અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે 'અમે ભારતને ભાગીદાર અને મિત્ર તરીકે અપનાવવા તૈયાર છીએ અને આતુર છીએ.' તેમણે વધુમાં કહ્યું કે 'હું ભારતનો મોટો ચાહક છું અને સરકારમાં બેઠેલા લોકો પણ જાણે છે કે આ સાચું છે.'

પોતાના ભારતીય મિત્ર વિશે વાત કરતા લુટનિકે કહ્યું, 'મારા સૌથી સારા મિત્રોમાંથી એક નિકેશ અરોરા ભારતીય છે. હું જ્યારે ભારત જતો ત્યારે અમે ઘરે પાર્ટીઓમાં જતા, ક્રિકેટ રમતા, મોજ-મસ્તી કરતા.

આ પણ વાંચો :  Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?

Tags :
Advertisement

.

×