'મૈં અભાગા સવર્ણ હૂં, મેરા રોંઆ-રોંઆ ઉખાડ લો રાજા': UGCના નવા નિયમ પર કુમાર વિશ્વાસની હૈયાવરાળ
. UGCના નવા નિયમોનો વિરોધ
. કુમાર વિશ્વાસની કાવ્યમય વિરોધાત્મક પ્રતિક્રિયા
. સ્વ. રમેશ રંજનની કવિતા પોસ્ટ કરીને ખુદને ગણાવ્યા 'અભાગ્યા સવર્ણ'
Kumar Vishwas UGC: દેશભરની યૂનિવર્સિટીઓ અને કોલેજોમાં યુજીસી રુલ્સ 20-26 લાગુ કરવામાં આવ્યા છે. તેને લઈને એક વર્ગ વિરોધ કરી રહ્યો છે. આ મામલો સોશયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે અને યૂપીના બરેલી શહેરના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ તો તેના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે.
આ ઘટનાક્રમ વચ્ચે કવિ કુમાર વિશ્વાસે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. તેમણે દિવંગત રમેશ રંજન મિશ્રની કવિતા શેયર કરતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જે પંક્તિઓ શેયર કરી છે, તે આ પ્રકારે છે-
'चाहे तिल लो या ताड़ लो राजा,
राई लो या पहाड़ लो राजा,
मैं अभागा ‘सवर्ण’ हूँ मेरा,
रौंया-रौंया उखाड़ लो राजा ..।'
આ પંક્તિઓ સાથે જ કુમાર વિશ્વાસે #UGC_RollBack પણ પોસ્ટ સાથે શેયર કર્યું છે. આ પ્રકારે તેમણે એ સૂર સાથે પોતાનો સૂર પુરાવ્યો છે, જે યુજીસી રુસ્લને પાછા લેવા અથવા તેમાં સંશોધનની માગણી કરી રહ્યા છે. કુમાર વિશ્વાસની આ પોસ્ટ પર પણ લોકોએ ઘણા પ્રકારની કોમેન્ટ્સ કરી છે.
“चाहे तिल लो या ताड़ लो राजा,
राई लो या पहाड़ लो राजा,
मैं अभागा ‘सवर्ण’ हूँ मेरा,
रौंया-रौंया उखाड़ लो राजा ..।”😢🙏
(स्व० रमेश रंजन) #UGC_RollBack pic.twitter.com/VmsZ2xPiOL— Dr Kumar Vishvas (@DrKumarVishwas) January 27, 2026
કેટલાક લોકોએ કુમાર વિશ્વાસને લઈને કહ્યુ છે કે તમારા પ્રત્યેનું સમ્માન વધી ગયું છે. તો કેટલાક લોકોએ તેમના નિવેદન પર સવાલ પણ ઉઠાવ્યો છે. ઘણાં યૂઝર્સે લખ્યું છે કે અમને આશા હતી કે તમે જરૂર આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કરશો.
આ પણ વાંચો: UGC New Rules Controversy : UGC ના નવા જાતિ નિયમો પર દેશભરમાં આક્રોશ, જાણો શું છે વિવાદ !
યુપીમાં માહોલ ગરમાયો
મહત્વપૂર્ણ છે કે ગત કેટલાકદિવસોથી સતત આ મામલો તૂલ પકડી રહ્યો છે. ખાસ કરીને સત્તાધારી ભાજપ માટે તેનાથી મુશ્કેલી ઉભી થઈ રહ છે. એક તરફ સવર્ણોમાં નારાજગીની વાત કહેવાય રહી છે, તો બીજી તરફ જો તેમાં કેટલાક ફેરફાર કરાશે, તો ઓબીસી, એસસી-એસટી વર્ગમાં પણ ગુસ્સો ભડકી શકે છે.
આ દરમિયાન યુપીમાં આ મામલો તૂલ પકડી રહ્યો છે, જ્યાં પીસીએસ અધિકારી અને હાલ સિટી મેજિસ્ટ્રેટના પદ પર તેનાત અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપ્યું છે.
સૌથી વધુ વિરોધ એ વાતને લઈને થઈ રહ્યો છે કે આખરે આ નિયમોમાં આ જોગવાઈ કેમ સામેલ કરવામાં આવી નથી કે જો કોઈ ફરિયાદ ખોટી નીકળશે, તો પછી તેના પર શું કાર્યવાહી કરાશે. આને એક વર્ગ સવર્ણો સામે પ્રતિશોધ ગણાવી રહ્યો છે.
આ પણ વાંચો: UGC ના નવા નિયમના વિરોધની આંચ BJP સુધી પહોંચી, 11 પદાધિકારીઓના રાજીનામા


