Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મને તમારી વાત સમજાણી નહીં, ભારતીય પત્રકારના સવાલના જવાબ પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

પહેલા અફઘાનિસ્તાનથી આવેલી એક મહલા પત્રકારના સવાલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનો અવાજ ખુબ જ સુંદર છે અને એકસેન્ટ પણ ખુબ જ સારા છે. જો કે એક પરેશાનિ છે કે તમે જે કાંઇ પણ બોલી રહ્યા છો તે હું જરા પણ સમજી નથી શકતો.
મને તમારી વાત સમજાણી નહીં  ભારતીય પત્રકારના સવાલના જવાબ પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ
Advertisement
  • ટ્રમ્પે જવાબ આપવાના બદલે આખો સવાલ જ ઉડાવી દીધો
  • અગાઉ ટ્રમ્પ અફઘાનિસ્તાનની મહિલા પત્રકાર સાથે પણ આવુ કરી ચુક્યા છે
  • ભારતીય પત્રકારે અઘરો સવાલ પુછતા હું સમજી ન શક્યો તેમ કહીને જવાબ ટાળ્યો

નવી દિલ્હી : પહેલા અફઘાનિસ્તાનથી આવેલી એક મહલા પત્રકારના સવાલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમનો અવાજ ખુબ જ સુંદર છે અને એકસેન્ટ પણ ખુબ જ સારા છે. જો કે એક પરેશાનિ છે કે તમે જે કાંઇ પણ બોલી રહ્યા છો તે હું જરા પણ સમજી નથી શકતો.

પત્રકારની વાત સમજી ન શક્યા હોવાની વાત કરી

વડાપ્રધાન મોદી સાથે એક પત્રકાર પરિષદમાં હાજર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય પત્રકારની વાત જ સમજી શક્યા નહોતા. અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે ખુલીને કોઇ જવાબ આપ્યો નહોતો. જો કે આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે કોઇ પત્રકારના એક્સેન્ટ અથવા બોલવાની પદ્ધતી પર સવાલ ઉઠાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Gandhinagar: 100 દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમ, આરોગ્ય મંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ રહ્યા હાજર

Advertisement

પીએમ મોદી પણ તેમની બાજુમાં ઉભા હતા

વાર્તા દરમિયાન ભારતીય પત્રકારે અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓ અંગે ટ્રમ્પને સવાલ કર્યો હતો. ખાસ વાત એ છેતે સમયે પીએમ મોદી પણ તેમની બાજુમાં જ ઉભેલા હતા. ટ્રમ્પે પત્રકારને કહ્યું કે, તમારે જોરથી બોલવું પડશે. ત્યાર બાદ જ્યારે પત્રકારે ફરી સવાલ કર્યો તો ટ્રમ્પે કહ્યું કે, મને તમારો કહેલો એક શબ્દ પણ સમજાઇ નથી રહ્યો. તેમણે કહ્યું કે, આ કદાચ એક્સેંટના કારણે છે. આ મારા માટે સમજવું થોડું મુશ્કેલ છે.

પહેલા પણ આવું કર્યું

ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની સાથે પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. અફઘાનિસ્તાનથી આવેલી એક મહિલા પત્રકારે સવાલ કર્યો ત્યારે કહ્યું કે, તમે ખુબ જ સુંદર અવાજ ધરાવો છે અને ખુબ જ સારા એકસેન્ટ છે. એક પરેશાની એ જ છે કે તમે જે કહી રહ્યા છો તે મને જરા પણ સમજાતું નથી.

આ પણ વાંચો : Russian કંપનીએ બિયરની બોટલો પર મહાત્મા ગાંધી, મધર ટેરેસા અને મંડેલાના ફોટા છાપ્યા!

Tags :
Advertisement

.

×