Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Agniveer Vayu Recruitment 2026 : વયમર્યાદા વધી, જાણો નવી તારીખો અને લાયકાત

ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. અગ્નવીર વાયુ ભરતી 2026 માં મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપીને તેને 22 વર્ષ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે કોણ અરજી કરી શકશે અને અરજી કરવા માટે કઈ લિંક પર જવાનું રહેશે તે જાણવું ખૂબ જરૂરી છે. આ ભરતીના નવા શૈક્ષણિક માપદંડો અને પસંદગીની પ્રક્રિયામાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ છે.
agniveer vayu recruitment 2026   વયમર્યાદા વધી  જાણો નવી તારીખો અને લાયકાત
Advertisement
  • Agniveer Vayu Recruitment 2026 :  યુવાનોને મોટી રાહત!
  • અગ્નવીર વાયુ માટેની મહત્તમ ઉંમર 21 થી વધારીને 22 વર્ષ કરાઈ
  • 3 માર્ચથી 10 માર્ચ સુધી ફરીથી ઓનલાઈન અરજી કરી શકાશે
  • 1 જાન્યુઆરી 2005 થી 1 જુલાઈ 2009 વચ્ચે જન્મેલા યુવાનો પાત્ર
  • 10+2 માં 50% માર્ક્સ અને શારીરિક કસોટીના આધારે થશે પસંદગી

Agniveer Vayu Recruitment 2026 : ભારતીય સેના (Indian Army) બાદ હવે ભારતીય વાયુસેનાએ (Indian Air Force) પણ અગ્નવીર ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. અગ્નવીર વાયુ ભરતી 2026 (Agniveer Vayu Recruitment 2026) માટેની મહત્તમ વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે સાડા 17 થી 21 વર્ષને બદલે સાડા 17 થી 22 વર્ષ સુધીના યુવાનો આ ભરતીમાં ભાગ લઈ શકશે.

Agniveer Vayu Recruitment 2026 : ફરી ખુલશે અરજીની વિન્ડો

વયમર્યાદા વધવાને કારણે જે યુવાનો ઓવરએજ હોવાને કારણે તક ગુમાવી ચૂક્યા હતા, તેમના માટે અરજી કરવાની બારી ફરીથી ખોલવામાં આવશે. યોગ્ય ઉમેદવારો 3 માર્ચ 2026 થી 10 માર્ચ 2026 દરમિયાન સત્તાવાર વેબસાઇટ iafrecruitment.edcil.co.in/agniveervayu પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. અગાઉ આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2026 હતી.

Advertisement

IAF Recruitment

Advertisement

શું છે નવી વયમર્યાદા?

  • મહત્તમ વય: 22 વર્ષ.
  • જન્મ તારીખ: ઉમેદવારનો જન્મ 1 જાન્યુઆરી 2005 થી 1 જુલાઈ 2009 ની વચ્ચે થયેલો હોવો જોઈએ (બંને તારીખો સામેલ છે).

શૈક્ષણિક લાયકાત અને પસંદગી

વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે 10+2 (Intermediate) માં ઓછામાં ઓછા 50% ગુણ હોવા અનિવાર્ય છે. અન્ય વિષયોના ઉમેદવારો પણ 50% ગુણ સાથે પાસ હોવા જોઈએ. પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે:

  • Phase-I: ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા.
  • Phase-II: શારીરિક ક્ષમતા કસોટી (PFT) – જેમાં 1.6 કિમીની દોડ અને પુશ-અપ્સનો સમાવેશ થાય છે.
  • Phase-III: મેડિકલ ટેસ્ટ.

ચોથા વર્ષના અંત સુધીમાં અગ્નવીરોને આશરે ₹40,000 માસિક પગાર અને નિવૃત્તિ સમયે ₹10.04 લાખનું 'સેવા નિધિ' પેકેજ આપવામાં આવશે. રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી વધુમાં વધુ યુવાનોને દેશસેવાની તક મળશે.

આ પણ વાંચો : NCERTએ ધોરણ 8ના પુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર'નો સમાવેશ કરતા CJI ભારે નારાજ

Tags :
Advertisement

.

×