Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સિંગર સિદ્ધાંત શર્માના IAF ના અધિકારી પર આરોપોથી ખળભળાટ, જાણો શું છે મામલો?

IAF Officer Controversy: સિંગર સિદ્ધાંત શર્માએ IAF ના એક વિંગ કમાન્ડર અને તેમની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમાં બ્લેકમેલ અને યૌન શોષણ જેવા દાવાઓ સામેલ છે. જો કે આ આરોપોની હજી સુધી પુષ્ટિ થઈ નથી. સિદ્ધાંત શર્માનું કહેવું છે કે તે ડેટિંગ એપ્સ દ્વારા લોકોનો પોતાના નિશાન બનાવી રહ્યા છે.
સિંગર સિદ્ધાંત શર્માના iaf ના અધિકારી પર આરોપોથી ખળભળાટ  જાણો શું છે મામલો
Advertisement

. ગાયક સિદ્ધાંત શર્માએ IAF ના વિંગ કમાન્ડર અને તેમની પત્ની પર યૌન શોષણ, બ્લેકમેલ અને હનીટ્રેપના આરોપ લગાવ્યા
. આરોપ મુજબ, આ દંપતી ડેટિંગ એપ્સ દ્વારા લોકોને અપરણિત ગણાવીને જાળમાં ફસાવી, અંગત વીડિયો ઉતારી બ્લેકમેલ કરતું હતું
. આ આરોપો હાલ સોશયલ મીડિયા પોસ્ટ્સ અને અંગત દાવાઓ પર આધારિત છે
. વાયુસેના અથવા અન્ય કોઈ સત્તાવાર એજન્સીએ તપાસ શરૂ કરી નથી કે આરોપોની પુષ્ટિ કરી નથી

IAF Officer Controversy: કોલકતાના એક સિંગર સિદ્ધાંત શર્મા (Siddhant Sharma) એ ભારતીય વાયુસેન (Indian Airforce) ના એક વિંગ કમાન્ડર (Wing Commander) અને તેમના પત્ની પર ઘણાં પુરુષો અને મહિલાઓના યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોસ્ટની એક શ્રેણીમાં, સિદ્ધાંત શર્માએ આરોપ લગાવ્યો છે કે IAF ના વિંગ કમાન્ડરે ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યા. પછી અંગત પળોને રેકોર્ડ કરી. તેના પછી વીડિયો વાઈરલ કર્યા. આ આરોપોમાં યૌન શોષણ, બ્લેકમેલ અને સંગઠિત રીતે લોકોને ફસાવવા જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

Advertisement

આ કામમાં વિંગ કમાન્ડરની પત્ની પણ તેમનો સાથ આપી રહી છે. જણાવવામાં આવે છે કે વિંગ કમાન્ડરની પત્ની ઈન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) માં કામ કરે છે. સિદ્ધાંત શર્મા તરફથી લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે, સંબંધિત વિંગ કમાન્ડર અને તેમના પત્ની કથિતપણે આ લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની અંગત પળોને રેકોર્ડ કરતા હતા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: અગ્નિ-6 (Agni-VI ) મિસાઈલ તૈયાર, DRDO પ્રમુખે કહ્યુ- સરકાર કહે એટલે થશે પરીક્ષણ

વિંગ કમાન્ડરે ઘણાંને બનાવ્યા શિકાર

સિદ્ધાંત શર્માનો દાવો છે કે આ ગતિવિધિઓ લાંબા સમયથી ચાલી રહી હતી અને તેમાં ઘણાં લોકો શિકાર બન્યા. તેમણે એ પણ દાવો કર્યો છે કે આ આખા મામલામાં એક સંગઠિત નેટવર્કની જેમ કામ કરી રહ્યું હતું. તેમાં સોશયલ મીડિયા અને ડેટિંગ એપ્સ (Dating Apps) નો ઉપયોગ કરીને લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. સિંગરનું કહેવું છે કે તે ખુદ પણ આ આખા ઘટનાક્રમનો હિસ્સો બન્યા અને બાદમાં તેમને સચ્ચાઈની જાણ થઈ. તેમણે આરોપ લગાવ્યો છે કે વિંગ કમાન્ડરનીપત્ની પુરુષોને પોતાના જાળમાં ફસાવતી હતી અને પછી તેમની સાથે અંગત સંબંધોને રેકોર્ડ કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: Brahmos મિસાઈલની 'પ્રલયંકર' ગર્જના! ચીન સીમા નજીક ભારતીય સેનાનું મહાશક્તિ પ્રદર્શન

વાઈફ સ્વેપિંગ (wife swapping) થી શરૂઆત

આ મામલામાં વધુ એક ચોંકાવનારો દાવો એ પણ કરવામાં આવ્યો છે કે સંબંધિત મહિલાએ ખુદને પીડિત ગણાવી છે. શર્મા મુજબ, મહિલાએ કથિતપણે કહ્યુ છે કે તેને તેના પતિ દ્વારા આ પ્રકારના કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ઈન્કાર કરવા પર તેની સાતે હિંસા પણ કરવામાં આવી.

સિદ્ધાંત શર્માએ સોશયલ મીડિયા પર કેટલીક ચેટ્સના સ્ક્રીનશોટ પણ શેર કરવાનો દાવો કર્યો છે, જેમાં કથિતપણે મહિલાએ આ આખા ઘટનાક્રમ સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. આ ચેટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે શરૂઆત “wife swapping” થી થઈ અને બાદમાં આ કથિતપણે મોટા નેટવર્કનો ભાગ બન્યું. ભારતીય વાયુસેનાના serving officer અને તેમની પત્ની પર આરોપ છે કે તેઓ લોકોને અપરણિત ગણાવીન ટ્રેપ કરે છે.

જો કે એ સ્પષ્ટ કરવું પણ બેહદ જરૂરી છે કે આ તમામ આરોપોની કોઈ સ્વતંત્ર એજન્સી અથવા સત્તાવાર તપાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. આ મામલો હાલ માત્ર વ્યક્તિગત આરોપો અને સોશયલ મીડિયા પોસ્ટ પર આધારીત છે.

ભારતીય વાયુસેના અથવા સરકાર તરફથી પણ આ મામલા પર કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ દરમિયાન સોશયલ મીડિયા પર આ મામલો ઝડપથી વાઈરલ થઈ ગયો છે. કેટલાક લોકો તેને ગંભીર અપરાધ માનીને તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને એકતરફી કહાની ગણાવીને તપાસ પૂર્ણ થવા સુધી રાહ જોવાની વાત કહી રહ્યા છે.

આ પણ વાંચો: તમામ ભારતીયોમાં 'મહાદેવનું DNA', જામિયાના VC મઝહર આસિફના નિવેદનથી વિવાદ!

Tags :
Advertisement

.

×