IAF Plane Crash: હરિયાણામાં વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ,પાયલોટ સુરક્ષિત
- હરિયાણાથી આવ્યા મોટા સમાચાર
- ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ
- વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી
IAF Plane Crash: હરિયાણાથી એક મોટા સમાચાર આવ્યા છે, જ્યાં ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ (Jaguar Fighter Aircraft Crashed) થયું છે. આ વિમાને અંબાલા એરબેઝથી ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના (IAF Plane Crash)અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
બલદવાલા ગામમાં એક ફાઇટર ક્રેશ
હરિયાણાના મોરની નજીકના બલદવાલા ગામમાં એક ફાઇટર (IAF Plane Crash)જેટ અચાનક ક્રેશ થતાં હંગામો મચી ગયો. જેટ ક્રેશ થવાથી ગામમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જેટનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અકસ્માતની તપાસ માટે નિષ્ણાતોની એક ટીમ પણ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો -Barsana: અયોધ્યા, કાશી બાદ હવે મથુરાનો વારો.. બોલ્યા CM Yogi
વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા
ભારતીય વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ વિમાને અંબાલા એરબેઝથી તાલીમ ઉડાન ભરી હતી. પાયલોટ સુરક્ષિત છે. વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનો પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે ઉતરાણ કરી શક્યો.
આ પણ વાંચો -મોહમ્મદ શમીના વિવાદમાં હવે કોંગ્રેસ નેતા શમા મોહમ્મદની એન્ટ્રી, જાણો શું કહ્યું
વાયુસેનાએ સોશિયલ મીડિયા શું કહ્યું
અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનના ટુકડા થઈ ગયા અને તેના ટુકડા દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા.જગુઆર ફાઇટર જેટ ક્રેશ અંગે, વાયુસેનાએ સોશિયલ મીડિયા સાઇટ X પર જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાનું એક જગુઆર વિમાન આજે અંબાલામાં નિયમિત તાલીમ ઉડાન દરમિયાન સિસ્ટમ નિષ્ફળતાને કારણે ક્રેશ થયું હતું.