Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતીય વાયુસેના Pakistan ની નાકાબંધી માટે તૈયાર, રાજસ્થાનના રણમાંથી રાખશે નજર

IAF Tejas Mk1A Deployment Rajasthan Border: IAF પાકિસ્તાન સરહદે પોતાની પકડ મજબૂત કરવા રાજસ્થાનના નાલ અને ફલોદી એરબેઝ પર સ્વદેશી તેજસ Mk1A યુદ્ધવિમાનોની સ્ક્વોર્ડન તૈનાત કરશે. આ આધુનિક વિમાનો જૂના મિગ-21નું સ્થાન લેશે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ સરહદ પર ત્વરિત પ્રતિસાદ ક્ષમતા વધારવાનો અને દુશ્મન પક્ષની કોઈપણ હિલચાલ પર રણના મોરચેથી ચાંપતી નજર રાખવાનો છે.
ભારતીય વાયુસેના pakistan ની નાકાબંધી માટે તૈયાર  રાજસ્થાનના રણમાંથી રાખશે નજર
Advertisement

. રાજસ્થાનના નાલ (બીકાનેર) અને ફલોદી એરફોર્સ સ્ટેશન પશ્ચિમી સરહદે તેજસ Mk1A ના મુખ્ય કેન્દ્રો બનશે
. દાયકાઓ સુધી સેવા આપનાર મિગ-21 બાઈસનનું સ્થાન હવે અત્યાધુનિક સ્વદેશી તેજસ Mk1A લેશે
. તેજસ Mk1A વેરિએન્ટ AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ અને લાંબા અંતરની અસ્ત્ર મિસાઈલો જેવી ક્ષમતાઓથી સજ્જ છે

Indian Airforce Pakistan Border: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ને એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે. ભારત (India) પોતાની સરહદોને લઈને સતર્ક છે. આ ક્રમમાં ભારતીય વાયુસેના (Indian Airforce - IAF) રાજસ્થાન (Rajasthan) ના અગ્રિમ મોરચા પર આવેલા એરબેઝ પર સ્વદેશી તેજસ (Tejas) Mk1A યુદ્ધવિમાનોની પહેલી ચાર સ્ક્વોર્ડન તેનાત કરીને પોતાના પશ્ચિમી મોરચા (Western Front) ને વધુ મજબૂત કરવાની તૈયારીમાં છે. આ સીમા પાકિસ્તાન (Pakistan) સાથે લાગેલી છે. આ રણનીતિક પગલાંનો ઉદેશ્ય રેપિડ રિસ્પોન્સ કેપેબિલિટીઝ (Rapind Response Capabilities) ને વધારવા અને પાકિસ્તાનની સાથે સીમા પર હાઈ ઓપરેશનલ ફ્રીક્વન્સીને સુનિશ્ચિત કરવાનો છે.

Advertisement

નાલ (Nal) અને ફલોદી (Phalodi) માં સ્ટ્રેટજીક સેન્ટર

ડિફેન્સ ડૉટ ઈને સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બિકાનેર ખાતે નાલ એરફોર્સ સ્ટેશન, નવા બેડા માટે મુખ્ય બેઝ તરીકે કામ કરશે. તેજસ (Tejas) Mk1A ની પહેલી અને ત્રીજી સ્ક્વોર્ડનના સામેલ થયા પછી તેને અહીં જ તેનાત કરવામાં આવશે. આ આધુનિક યુદ્ધવિમાન જૂના મિગ-21 (Mig- 21) બાઈસન યૂનિટ્સનું સ્થાન લેશે, જે દશકાઓથી આ બેઝની મુખ્ય શક્તિ રહ્યા છે.

Advertisement

જ્યારે રાજસ્થાનમાં વધુ એક મહત્ત્વના ફોરવર્ડ લોકેશન, ફલોદી એરફોર્સ સ્ટેશનને, તેજસ Mk1A ની બીજી સ્ક્વોર્ડન રાખવા માટે પસંદ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવે છે કે હાલ આ બેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરી રહ્યું છે, જેથી આગામી વર્ષોમાં સ્વદેશી યુદ્ધવિમાનોની વધતી સંખ્યાને સપોર્ટ આપી શકાય. કુલ મળીને જોવામાં આવે તો નાલ અને ફલોદી પશ્ચિમી ક્ષેત્રમાં ભારતના લાઈટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ (LCA) ઓપરેશન્સનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ પણ વાંચો : ભારત બનાવી રહ્યું છે 'સ્ટીલ્થ સ્વાર્મ ડ્રોન', પાકિસ્તાન-ચીનની ડિફેન્સ સિસ્ટમ થશે ફેલ

ઓપરેશનલ ડૉક્ટ્રીન (Oparational Doctrine) માં પરિવર્તન

આ સ્ફૂર્તિલા અને આધુનિક પ્લેટફોર્મ્સને આંતરરાષ્ટ્રીય સીમાની આટલા નજીક તેનાત કરવાનો નિર્ણય ઈન્ડિયન એરફોર્સની યુદ્ધ રણનીતિમાં આવેલા પરિવર્તનને દર્શાવે છે. તેજસ (LCA) ને આગળના બેઝ પર તેનાત કરી, વાયુસેના હવાઈ ખતરાનો જવાબ આપવામાં લાગનારા સમયને ઘટાડી શકે છે.

આ નિકટતાથી ક્વિક રિએક્શન એલર્ટની સ્થિતિ સતત બનેલી રહે છે અને સ્ક્વોર્ડન સક્રીય કટોકટી ભરેલી સ્થિતિઓ દરમિયાન વધારે સંખ્યામાં ઉડાણ ભરી શકે છે.

ઉન્નત ક્ષમતાઓ અને માળખાગત સુવિધામાં મિગ-21 (Mig - 21) વિમાનોથી તેજસ (Tejas) Mk1A માં બદલાવ ભારતની સીમા સુરક્ષા માટે એક મોટી તકનીકી છલાંગ છે.

આ પણ વાંચો : Operation Sindoor વખતે ભારત સામે પાકિસ્તાની સેનાની મદદ કર્યાનું ચીને કબૂલ્યું

Mk1A વેરિએન્ટની ખાસિયત

AESA રડાર: સારી રીતે ટાર્ગેટની જાણકારી મેળવવાની અને તેને ટ્રેક કરવાની સુવિધા આપે છે

ઈલેટ્રોનિક વૉરફેર (EW) સૂટ : દુશ્મનના રડાર અને મિસાઈલોથી વધારે સુરક્ષા આપે છે

BVR મિસાઈલો : અસ્ત્ર જેવા સ્વદેશી હથિયારોનો ઉપયોગ કરીને લાંબા અંતરના ખતરાઓનો સામનો કરવાની ક્ષમતા

હવામાં ઈંધણ ભરવું: મિશનની રેન્જ અને સમયસીમાને વધારે છે

ભારતીય વાયુસેના (IAF) ની નવી યુદ્ધવિમાનોની આ સ્ક્વોર્ડન્સ માટે નાલ અને ફલોદી એમ બંને ઠેકાણે મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવ્યો છે

આમા સ્ક્વોર્ડનને બહારી હુમલાથી બચાવવા માટે મજબૂત એરક્રાફ્ટ શેલ્ટર (HAS) બનાવવાની સાથે જ આધુનિક રખરખાવ હેંગર અને ખાસ પ્લાનિંગ સેન્ટર બનાવવાનું પણ સામેલ છે.

આ પણ વાંચો : Mission Divyastra : ભારતની મિસાઈલની રેન્જમાં હવે ચીન-પાકિસ્તાનનો દરેક ખૂણો, શું છે મિશન દિવ્યાસ્ત્ર?

Tags :
Advertisement

.

×