IFS Nidhi Tewari : 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી PMના પર્સનલ સેક્રેટરી
- PM મોદીની પર્સનલ સેક્રેટરીની થઈ પસંદગી
- IFS અધિકારી નિધિ તિવારીની પસંદગી
- નિધિ તિવારીનો બનારસ સાથે ખાસ સંબંધ છે
IFS Nidhi Tewari : ઉત્તર પ્રદેશની યુવા ભારતીય વિદેશ સેવા અધિકારી નિધિ તિવારીને (IFS Nidhi Tewariપીએમ નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત (PM Modi new private secretary)કરવામાં આવી છે. આ પહેલા, તે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતી. નવેમ્બર 2022માં તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા, તેઓ વિદેશ મંત્રાલયમાં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં અંડર સેક્રેટરી હતા.
IFS અધિકારી નિધિ તિવારીની પસંદગી
યુપીની પુત્રી પીએમ મોદીની પર્સનલ સેક્રેટરી બનતા કાર્યભાર સંભાળ્યો છે. નિધિ તિવારીનો (IFS Nidhi Tewari)બનારસ સાથે ખાસ સંબંધ છે. તેઓ યુપીએસસીમાં 96માં ક્રમે ઉતર્ણી થયા હતા. 2014 બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી નિધિ તિવારીને પીએમ મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે વારાણસીની રહેવાસી છે. IFS બનતા પહેલા, તે આસિસ્ટન્ટ કમિશનર હતી. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે વિદેશ મંત્રાલયના ઘણા મહત્વપૂર્ણ વિભાગોમાં કામ કર્યું છે. તેમની વહીવટી ક્ષમતા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને પ્રધાનમંત્રીના ખાનગી સચિવના પદ પર બઢતી આપવામાં આવી છે.
Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn
— Press Trust of India (@PTI_News) March 31, 2025
આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah આવશે ગુજરાત, 6 એપ્રિલે એક દિવસીય પ્રવાસ
નિધિ તિવારી હવે પીએમઓમાં શું કરશે?
અંગત સચિવ તરીકે, નિધિ તિવારી હવે પીએમ નરેન્દ્ર મોદીના રોજિંદા વહીવટી કાર્યનું સંચાલન કરશે. પ્રધાનમંત્રીની બેઠકો વિદેશ મુલાકાતોની તૈયારી અને નીતિગત નિર્ણયોના સંકલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ખાનગી સચિવના પદ પર નિયુક્ત અધિકારીઓનો પગાર ધોરણ પે મેટ્રિક્સ સ્તર 14 મુજબ નક્કી કરવામાં આવે છે. આ સ્તર પર પગાર દર મહિને રૂ. 1,44,200 છે. આ સાથે, મોંઘવારી ભથ્થું, ઘર ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય ભથ્થાં પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો -સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું - 89 હજાર શાળાઓ થઇ બંધ અને..!
નિધિ તિવારી વારાણસીના સ્થાનિક
નિધિ તિવારીએ 2014માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. આમાં તેમનો રેન્ક 96મો હતો. તે મૂળ વારાણસીના મહમૂરગંજની છે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરતા પહેલા, તેઓ વારાણસીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત હતા. આ નોકરી કરતી વખતે તેમણે UPSCની તૈયારી કરી હતી. IFS નિધિ તિવારીએ 2014 માં તેમની વિદેશ સેવા તાલીમ દરમિયાન EAM ગોલ્ડ મેડલ શ્રેષ્ઠ અધિકારી તાલીમાર્થી તરીકે જીત્યો હતો.


