ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IG Dronesને મળ્યું પ્રથમ સ્વદેશી ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ, આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું

ભારતના પ્રથમ સ્વદેશી રક્ષા ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું 2022માં વડાપ્રધાન મોદીએ તેનું અનાવરણ કર્યુ હતું IG Drones : ભારતના પ્રથમ સ્વદેશી રક્ષા ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ IG ડ્રોન્સને મળ્યું છે. આત્મનિર્ભર ભારતની દિશામાં (India first)આ...
10:30 PM Jul 03, 2025 IST | Hiren Dave
ભારતના પ્રથમ સ્વદેશી રક્ષા ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું 2022માં વડાપ્રધાન મોદીએ તેનું અનાવરણ કર્યુ હતું IG Drones : ભારતના પ્રથમ સ્વદેશી રક્ષા ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ IG ડ્રોન્સને મળ્યું છે. આત્મનિર્ભર ભારતની દિશામાં (India first)આ...
India first indigenous defence drone simulator

IG Drones : ભારતના પ્રથમ સ્વદેશી રક્ષા ડ્રોન સિમ્યુલેટરનું પેટન્ટ IG ડ્રોન્સને મળ્યું છે. આત્મનિર્ભર ભારતની દિશામાં (India first)આ એક મોટું પગલું છે. ડિફેન્સ એક્સપો 2022માં વડાપ્રધાન મોદીએ તેનું અનાવરણ કર્યુ હતું. આ ભારતીય સશસ્ત્ર દળો માટે રિયલિસ્ટિક ટ્રેનિંગ પ્રદાન કરે છે. આઈજી ડ્રોન્સ એક ડિફેન્સ પાર્ટનર છે, જે સ્વદેશી ડ્રોન તૈનાત કરે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ખુશી વ્યક્ત કરી

રક્ષા ડ્રોન સિમ્યુલેટર AI અને ફિઝિક્સ-બેસ્ડ એન્જિનોનો ઉપયોગ કરે છે, જેનાથી વિદેશી સિસ્ટમો પરની નિર્ભરતા ઓછી થશે. તેને ભારતીય સેના, નેવી, એરફોર્સ અને પેરામિલિટ્રી ફોર્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. સિમ્યુલેટરના પેટન્ટ મળવા પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ખુશી વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે પહેલા 'મેડ ઈન ઈન્ડિયા' રક્ષા ડ્રોન સિમ્યુલેટરને પેટન્ટ મળ્યું. આનાથી આયાતી સિસ્ટમો પર આપણી નિર્ભરતા પૂર્ણ કરશે અને આપણા સશસ્ત્ર દળોને મજબૂતી પ્રદાન કરશે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટું પગલું છે

IG ડ્રોન્સના ફાઉન્ડર અને સીઈઓએ શું કહ્યું?

સિમ્યુલેટરનું પેટન્ટ મળવા પર આઈજી ડ્રોન્સના ફાઉન્ડર અને સીઈઓએ કહ્યું કે આ પેટન્ટ આ ભારતના ટેકનોલોજીકલ પુનરુત્થાનની ગર્વની જાહેરાત છે. વડાપ્રધાન મોદીના દૂરદર્શી નેતૃત્વમાં આપણે માત્ર ઉત્પાદન કરી રહ્યા નથી. આપણે ભારતની રક્ષાનું ભવિષ્ય બનાવી રહ્યા છે. આ મેડ-ઈન-ઈન્ડિયા ડ્રોન સિમ્યુલેટર આપણા દેશના સશસ્ત્ર દળો, વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સને સલામ છે.

Tags :
IGIG DronesIndia first indigenous defence drone simulator
Next Article