Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Illegal Conversion: 2000થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ, 20 વર્ષથી સક્રિય નેટવર્કનું કેરળ કનેક્શન

Illegal Conversion: છત્તીસગઢના રાજનાંદગાંવમાં ૨૦ વર્ષથી સક્રિય પાસ્ટર ડેવિડ ચાકો દ્વારા ૨૦૦૦થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ કરાવ્યાનો ખુલાસો થયો છે. કેરળના 'ઈન્ડિયા પેન્ટેકોસ્ટલ ચર્ચ' સાથે જોડાયેલા આ નેટવર્ક દ્વારા ગરીબ આદિવાસીઓને નિશાન બનાવવામાં આવતા હતા. હાલમાં ડેવિડ ચાકો વિરુદ્ધ FIR નોંધી પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.
illegal conversion  2000થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ  20 વર્ષથી સક્રિય નેટવર્કનું કેરળ કનેક્શન
Advertisement

. પાસ્ટર ડેવિડ ચાકોએ છેલ્લા ૨૦ વર્ષમાં ૨૦૦૦થી વધુ આદિવાસી પરિવારોને ધર્માંતરણની જાળમાં ફસાવ્યા.
. તપાસમાં કેરળના સંગઠન સાથેનું કનેક્શન અને સ્લીપર સેલની જેમ કામ કરતા સ્થાનિક એજન્ટોનું નેટવર્ક સામે આવ્યું.
. આરોપીના ઠેકાણા પરથી શંકાસ્પદ પુસ્તકો અને વિદેશી ફંડિંગના પુરાવા મળતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ.

Illegal Conversion: છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ધર્માપુર ગામમાં સંચાલિત ખ્રિસ્તી ધર્માંતરણ નેટવર્કે આદિવાસી ક્ષેત્રોમાં મોટી પહોંચ બનાવી લીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાસ્ટર ડેવિડ ચાકોએ ગત 20 વર્ષોમાં લગભગ 2000થી વધારે પરિવારોને ધર્માંતરણના જાળમાં ફસાવ્યા છે.

Advertisement

8 જાન્યુઆરીના રોજ સુકુલદૈહાન પોલીસ ચોકીમાં ડેવિડ ચાકોની વિરુદ્ધ ગેરકાયદેસર આશ્રમ સંચાલન, સગીર આદિવાસી બાળકોને વગર મંજૂરીએ રાખવા અને શંકાસ્પદ ગતિવિધિઓના આરોપ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી. આ ફરિયાદ હિંદુ જાગરણ મંચના સુશીલ લડ્ઢાએ કરી હતી.

Advertisement

કેરળ કનેક્શન, IPC સાથે જોડાઈને વિસ્તાર્યું નેટવર્ક

2006માં ડેવિડ ચાકો કેરળ ખાતે ઈન્ડિયા પેન્ટેકોસ્ટલ ચર્ચ ઓર્ગેનાઈઝેશન (IPC) સાથે જોડાયા. તેના પછી તેણે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં સંગઠિતપણે ધર્માંતરણની ગતિવિધિઓ શરૂ કરી. આજે તે IPCનો પ્રદેશ ઉપાધ્યક્ષ અને યૂનિટ ઈન્ચાર્જ છે.

આ પણ વાંચો: Mahesana: "હિંદુઓ ઘટી રહ્યા છે" જાહેર મંચ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

1998માં છત્તીસગઢ આવ્યો, ઠેકાણા બદલતો રહ્યો

કેરળ નિવાસી ડેવિડ ચાકો 1998માં છત્તીસગઢ આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે તે પહેલા દિલ્હી રાજહરામાં રહ્યો અને 2006 બાદથી રાજનાંદગાંવને પોતાનું ઠેકાણું બનાવ્યું. સ્થાનિક લોકો મુજબ, રાજનાંદગાંવમાં પ્રારંભિક દિવસોમાં ડેવિડ ફ્રીઝ રિપેરિંગનું કામ કરતો હતો.

આદિવાસી વિસ્તારોમાં જમીની નેટવર્ક

બાદમાં હૈદરાબાદની એક સંસ્થા જોડાઈ અને IPC માં સક્રિય થયા બાદ તેની આર્થિક સ્થિતિ ઝડપથી બદલાઈ. વિદેશી મુલાકાતો અને મિલ્કતમાં વધારાએ તપાસ એજન્સીઓની શંકા વધારી છે. ડેવિડ ચાકોએ પાલ નામથી સ્થાનિક લોકોની ભરતી કરી, જે સ્લીપર સેલની જેમ કામ કરતા હતા. આ લોકો ગરીબ, બીમાર, એકલા અને અનાથ આદિવાસી પરિવારોની જાણકારી એકઠી કરતા અને યોજનાબદ્ધ રીતે ધર્માંતરણની પ્રક્રિયા શરૂ કરતા હતા.

આ પણ વાંચો: Gujarat: પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા-પુત્રની ધરપકડ, જાણો મોરારીબાપુએ શું કહ્યું?

વિદેશી ફંડિંગ અને શંકાસ્પદ પ્રશિક્ષણ મોડ્યુલ તપાસ હેઠળ

પોલીસને ડેવિડ ચાકોના ઠેકાણાઓ પરથી શંકાસ્પદ પુસ્તકો, પ્રશિક્ષણ મોડ્યુલ, ટ્રાવેલ વાઉચર અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મળ્યા છે. વિદેશી ફંડિંગને લઈને ડેવિડ સતત વિરોધાભાસી નિવેદનબાજી કરી રહ્યો છે, જેનાથી તપાસ વધુ ઝીણવટભરી કરાઈ છે. રાજનાંદગાંવના એસપી અંકિતા શર્માએ આરોપી સાથે જોડાયેલા ડિજિટલ પુરાવા, મિલ્કત અને સંસ્થાગત કનેક્શનની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ડેવિડ ચાકો અને તેની સાથે જોડાયેલા લોકોની સતત પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો: ધર્માંતરણ કરીને લઘુમતી અનામત માંગનારાઓની અરજી નામંજૂર, SC એ કહ્યું-નવા પ્રકારનું ફ્રૉડ

Tags :
Advertisement

.

×