Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IMD Alert : હીટવેવ બાદ હવે વરસાદી આફત! ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને ધૂળના તોફાનની આગાહી

IMD Alert : દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. IMD એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ, વાવાઝોડા, ધૂળના તોફાન અને વીજળીની ચેતવણી વચ્ચે લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ ગુજરાતમાં પણ 30 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
imd alert   હીટવેવ બાદ હવે વરસાદી આફત  ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને ધૂળના તોફાનની આગાહી
Advertisement

IMD Alert : દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત ઉત્તર ભારતના (North India) અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને લૂ (Heatwave) નો સામનો કરી રહેલા લોકોને હવે વરસાદ (Rain) અને ઠંડા પવનોના કારણે થોડી રાહત મળી છે. જોકે, હવામાન વિભાગે (IMD) આગામી કેટલાક કલાકો માટે ગંભીર ચેતવણી જાહેર કરતાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ સાથે ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

Delhi-NCR માં ધૂળના તોફાનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, Delhi-NCR ના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ બદલાતા વાતાવરણ સાથે જોખમ પણ વધ્યું છે. IMD એ ચેતવણી આપી છે કે સાંજે 6:15 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં ધૂળનું તોફાન (Dust Storm) આવી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 50 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દિલ્હીના મધ્ય દિલ્હી (Central Delhi), પૂર્વ દિલ્હી (East Delhi), નવી દિલ્હી (New Delhi), ઉત્તર દિલ્હી (North Delhi), ઉત્તર પશ્ચિમ દિલ્હી (North West Delhi), શાહદરા (Shahdara), દક્ષિણ દિલ્હી (South Delhi), દક્ષિણ પશ્ચિમ દિલ્હી (South West Delhi) અને પશ્ચિમ દિલ્હી (West Delhi) સહિત તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડા અને વરસાદની ચેતવણી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અનેક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. અલીગઢ (Aligarh), ઝાંસી (Jhansi), મહોબા (Mahoba) અને મથુરા (Mathura) માટે ખાસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત આગ્રા (Agra), ગૌતમ બુદ્ધ નગર (Gautam Buddha Nagar), હમીરપુર (Hamirpur) અને હાથરસ (Hathras) જેવા વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં ગરમીથી ક્યારે મળશે રાહત?

ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે અને રાજ્યમાં વિધિવત રીતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon Activity) શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત (North Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) ના વિસ્તારોમાં વાવાઝોડા સાથે સારો વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત (South Gujarat) માં હળવા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના છે. જોકે, આગામી 48 કલાક સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહિનાના અંત સુધીમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે.

હરિયાણા અને રાજસ્થાનમાં પણ એલર્ટ

હરિયાણા (Haryana) ના ભિવાની (Bhiwani), ચરખી દાદરી (Charkhi Dadri), ફતેહાબાદ (Fatehabad), હિસાર (Hisar), મેવાત (Mewat), રેવાડી (Rewari) અને સિરસા (Sirsa) જિલ્લામાં હવામાન ખરાબ રહેવાની આગાહી છે. ગુરુગ્રામ (Gurugram), ઝજ્જર (Jhajjar), જીંદ (Jind), મહેન્દ્રગઢ (Mahendragarh), પલવલ (Palwal) અને રોહતક (Rohtak) માં પણ વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાન (Rajasthan) ના ભરતપુર (Bharatpur) જિલ્લામાં પણ હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે. બીજી તરફ ઉત્તરાખંડ (Uttarakhand) ના બાગેશ્વર (Bageshwar), ચમોલી (Chamoli), પિથોરાગઢ (Pithoragarh), રુદ્રપ્રયાગ (Rudraprayag) અને ઉત્તરકાશી (Uttarkashi) જિલ્લામાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કરા પડવાની શક્યતા, તાપમાનમાં થશે ઘટાડો

હવામાન વિભાગના નિષ્ણાતો અનુસાર, દક્ષિણ બિહાર (South Bihar) અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) અને ટ્રફ લાઇન (Trough Line) ના કારણે ઉત્તર ભારતના હવામાનમાં આ મોટો ફેરફાર આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની (Hailstorm) પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ અને ઠંડા પવનોના કારણે તાપમાનમાં અંદાજે 7 થી 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળશે. જોકે, IMD એ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની, ખુલ્લા મેદાનોમાં ન જવાની અને વીજળી દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ પણ કરી છે.

આ પણ વાંચો : India Monsoon Update : ચોમાસાના આગમન સાથે દેશમાં વરસાદની આગાહી, જાણો કયા રાજ્યમાં પડશે વરસાદ?

Tags :
Advertisement

.

×