Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash ની અસર, વારાણસીમાં ટેકઓફ પહેલા યાત્રી વિમાનને પગે લાગ્યો

Ahmedabad Plane Crash ની ગંભીર અસર માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં વર્તાઈ રહી છે. આ ઘટનાનો ડર લોકોના ખાસ કરીને હવાઈ યાત્રીકોના હૃદયમાં ઉંડે સુધી ઘર કરી ગયો છે. વારાણસી (Varanasi) નો આવો જ એક યાત્રીક વિમાન ટેકઓફ થાય તે અગાઉ વિમાનને પગે લાગ્યો છે.
ahmedabad plane crash ની અસર  વારાણસીમાં ટેકઓફ પહેલા યાત્રી વિમાનને પગે લાગ્યો
Advertisement
  • Varanasi ના યાત્રીકે પ્લેનમાં બેસતા પહેલા કર્યા પ્રણામ
  • 12મી જૂન અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડર બેસી ગયો
  • વારાણસીના યાત્રીકનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ
  • યુઝર્સ આ વીડિયો પર આપી રહ્યા છે મિશ્ર પ્રતિક્રિયા

Ahmedabad Plane Crash : 12મી જૂને, ગુરુવારે અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન અકસ્માતથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. હજૂ પણ અનેક લોકોને કળ વળી નથી. આ અકસ્માતનો ડર કરોડો લોકો ખાસ કરીને હવાઈ યાત્રીકોના હૃદયમાં ઉંડે સુધી ઘર કરી ગયો છે. જેનું ઉદાહરણ વારાણસી (Varanasi) નો યાત્રી છે. આ યાત્રીકે ફલાઈટમાં બેસતા પહેલા વીમાનને વંદન કર્યા છે.

વારાણસીના યાત્રીકે પ્રાર્થના કરી

અમદાવાદથી વારાણસી (Ahmedabad to Varanasi) વચ્ચેની ફ્લાઈટમાં એક યાત્રીકે વિમાનને વંદન કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે આ યાત્રીકે વિમાન સહીસલામત રીતે તેની હવાઈ યાત્રા પૂર્ણ કરાવે તે માટે પ્રાર્થના કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આ યાત્રી વિમાનમાં દાખલ થતા પહેલા દરવાજા પાસે ઉભો રહે છે. ઝુકીને વિમાનને પગે લાગે છે અને કંઈક પ્રાર્થના પણ કરી રહ્યો છે. અત્યારે આખો દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનાને લીધે એક પ્રકારના માનસિક ડરનો સામનો કરી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે

Advertisement

વીડિયો થયો વાયરલ

ગુરુવારે અમદાવાદમાં થયેલા ગોઝારા વિમાન અકસ્માતને લીધે હવાઈ મુસાફરોના મનમાં ડર ઘર કરી ગયો છે. શુક્રવાર આખો દિવસ દરેક ફ્લાઈટના સફળ ઉતરાણ પછી હવાઈ યાત્રીકો હાશકારો અનુભવતા જોવા મળી રહ્યા હતા. જો કે દરેક એરપોર્ટ બહાર રહેલા પત્રકારો સાથે કોઈ યાત્રીક કંઈ પણ પ્રકારની વાત કરતા અસ્વસ્થતા અનુભવતો હતો. ઘણા હવાઈ યાત્રીકોના ચહેરા પણ તણાવ અને ચિંતા સ્પષ્ટપણે જણાતા હતા. વારાણસીના યાત્રીનો વિમાનને પગે લાગતો આ વીડિયો સ્માર્ટ લર્ન નામના યુઝરે સોશિયલ સાઇટ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા

આ વીડિયો પર યુઝર્સ અને નેટિઝન્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે જણાવ્યું કે, અમદાવાદની ગમખ્વાર વિમાન દુર્ઘટના બાદ હવાઈ યાત્રીઓના હૃદયમાં ડર ઘર કરી ગયો છે. બીજા એક યુઝરે લખ્યું કે, ડર હોવા છતાં પણ હવાઈ મુસાફરી મુલતવી રાખી શકાતી નથી. ત્રીજા યુઝરે લખ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં દરેક યાત્રા પહેલા પ્રણામ કરવાની જૂની પરંપરા છે.

આ પણ વાંચોઃ  VADODARA : 1 કલાકમાં ફાયરની ટુકડી પહોંચી, પ્લેનના કાટમાળમાંથી મૃતદેહો રેસ્ક્યૂ કર્યા

Tags :
Advertisement

.

×