PM MODIની ડિગ્રી અંગે દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
- PM MODIની ડિગ્રી અંગે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો (PM MODI)
- દિલ્હી યુનિવર્સિટી આવી કોઈ વિગતો માટે બંધાયેલી નથી
- ડિગ્રી જાહેર કરવાના આદેશને ફગાવી દીધો છે
PM Modi Degree case: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રીની વિગતો (PM Modi Degree case)જાહેર કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, દિલ્હી યુનિવર્સિટી આવી કોઈ વિગતો જાહેર કરવા માટે બંધાયેલી નથી. કોર્ટે કેન્દ્રીય માહિતી કમિશનરના ડિગ્રી જાહેર કરવાના આદેશને ફગાવી દીધો છે. જણાવી દઈએ કે, 2016માં, કેન્દ્રીય માહિતી આયોગ (CIC) એ 1978માં BA પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. એ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પરીક્ષા પાસ કરી હોવાનું કહેવાય છે. દિલ્હી યુનિવર્સિટીએ CIC ના આ આદેશને પડકાર્યો હતો, જેને જાન્યુઆરી 2017માં સુનાવણીના પહેલા દિવસે જ રોકી દેવામાં આવ્યો હતો.
ડિગ્રી રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા તૈયાર (PM Modi)
સુનાવણી દરમિયાન યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું કે, CICના આદેશને રદ કરવો જોઈએ. 'ગોપનીયતાનો અધિકાર' 'જાણવાના અધિકાર' કરતાં વધુ મહત્વપૂર્ણ છે. જો કે, યુનિવર્સિટીએ કોર્ટને કહ્યું હતું કે, તે વડાપ્રધાન મોદીના ડિગ્રી રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા તૈયાર છે, પરંતુ RTI કાયદા હેઠળ 'અજાણ્યાઓ દ્વારા ચકાસણી' માટે તેને પબ્લિક કરી શકાય નહીં.
આ પણ વાંચો -Punjab Flood : ભારે વરસાદને કારણે પઠાણકોટના ઘણા ભાગોમાં પાણી ભરાયા
યુનિવર્સિટીએ શું દલીલ કરી?
દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, તે નૈતિક જવાબદારી મુજબ વિદ્યાર્થીઓની માહિતીનું રક્ષણ કરે છે. અને જાહેર હિતના અભાવે 'માત્ર જિજ્ઞાસા'ના આધારે RTI કાયદા હેઠળ વ્યક્તિગત માહિતી માંગવાનું કોઈ વાજબી કારણ નથી. કલમ 6 માં ફરજિયાત જોગવાઈ છે કે માહિતી આપવી જ જોઈએ, આ હેતુ છે, પરંતુ RTI કાયદો કોઈની જિજ્ઞાસાને સંતોષવાનો નથી.યુનિવર્સિટીએ જણાવ્યું કે જો કોર્ટ ઈચ્છે તો તે પીએમ મોદીનાડિગ્રી રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવા તૈયાર છે, પરંતુ RTI કાયદા હેઠળ 'અજાણ્યાઓ દ્વારા ચકાસણી' માટે તેને જાહેર કરી શકાય નહીં.
આ પણ વાંચો-ED ના દરોડામાં TMC MLA કુદીને ભાગ્યા, તળાવમાંથી મોબાઇલ રિકવર