AIADMK Breaks Alliance: તમિલનાડુમાં BJP ને મોટો ઝટકો, AIADMKએ NDA સાથે તોડ્યું ગઠબંધન
એક તરફ લગભગ તમામ રાજકીય પક્ષો 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોઈને કોઈ ગઠબંધન સાથે જોડાઈ રહ્યા છે . આવી સ્થિતિમાં AIADMKએ ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત છે. હવે આ પાર્ટી NDAનો ભાગ નથી. પાર્ટી હેડક્વાર્ટરની બહાર ઉજવણીનો માહોલ છે. AIADMK સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. AIADMKએ પ્રેસ કોન્ફરન્સમાં આ ગઠબંધન તોડવાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ દરમિયાન પાર્ટીએ કહ્યું કે બીજેપી પ્રદેશ અધ્યક્ષે જાણીજોઈને અન્નાદુરાઈ અને જયલલિતાની ટીકા કરી હતી.
AIADMK એ સોમવારે એક ઔપચારિક પ્રેસ કોન્ફરન્સ યોજીને બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી અને કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણી માટે અલગ મોરચાનું નેતૃત્વ કરશે.
EPSની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
NDAથી અલગ થવાનો નિર્ણય AIADMK મુખ્યાલયમાં પાર્ટી પ્રમુખ એડપ્પાદીએ પલાનીસ્વામી (EPS)ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સત્રીય બેઠકમાં લેવાયો હતો. વિચાર-વિમર્શ અંગે પત્રકારોને જાણકારી આપતા પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા કેપી મુનુસામીએ કહ્યું કે- પાર્ટીએ સર્વસંમતિથી NDAથી અલગ થવા અને આગામી વર્ષે ચૂંટણીમાં સમાન વિચારધારાવાળા પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કરવાનો સંકલ્પ લીધો છે.
જયલલિતાનું થયું અપમાન
પ્રસ્તાવમાં કોઈનું નામ લીધા વગર કહેવામાં આવ્યું કે ભાજપના રાજ્ય નેતૃત્વે હાલમાં જ તેમની નીતિઓની નિંદા કરી ઉપરાંત દ્રવિડ દિગ્ગજ દિવંગત સીએન અન્નાદુરઈ અને દિવંગત મુખ્યમંત્રી જે જયલલિતાને બદનામ કરી રહ્યાં છે. જો કે એવા સમાચાર ઘણાં દિવસથી આવી રહ્યાં હતા કે દ્રવિડ પાર્ટી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નમલાઈથી નારાજ જોવા મળી રહ્યાં છે, જેમણી અન્નાદુરઇ અંગે ટિપ્પણીઓએ બંને પૂર્વ સહયોગીઓ વચ્ચે દરાર ઊભી થઈ હતી.
AIADMKના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર
AIADMKની બેઠકમાં પાર્ટીના ટોચના પદાધિકારીઓ, જિલ્લા સચિવો અને ધારાસભ્યો તેમજ સાંસદોએ ભાગ લીધો. અહીં પાર્ટી મુખ્યાલયની બહાર ફટાકડા ફોડ્યા. આ અંગે મુનસામીએ કહ્યું કે- સર્વસંમતિથી લેવામાં આવેલો નિર્ણય બે કરોડથી વધુ પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓ અને આકાંક્ષાઓનું સન્માન કરે છે.
ગઠબંધનથી બહાર નીકળવા પર AIADMKના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા
AIADMKની બેઠકમાં પાર્ટીના ટોચના પદાધિકારીઓ, જિલ્લા સચિવો અને ધારાસભ્યો તેમજ સાંસદોએ ભાગ લીધો. અહીં પાર્ટી મુખ્યાલયની બહાર ફટાકડા ફોડ્યા. આ અંગે મુનસામીએ કહ્યું કે- સર્વસંમતિથી લેવામાં આવેલો નિર્ણય બે કરોડથી વધુ પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓ અને આકાંક્ષાઓનું સન્માન કરે છે.
આ પણ વાંચો -રાજસ્થાનની ગેહલોત સરકાર ઝીરો નંબર મેળવવાને લાયક છેઃ PM મોદી