100 વિદ્યાર્થીનીઓના શર્ટ કઢાવી નાખ્યા, માત્ર બ્લેઝર પહેરાવીને ઘરે મોકલાઇ
- નિયમના નામે પ્રિંસિપાલે કરી નાખ્યો મોટો કાંડ
- પેન ડે હોવાથી વિદ્યાર્થીઓને શર્ટ પર લખ્યા મેસેજ
- પ્રિંસિપાલે શર્ટ કઢાવીને માત્ર બ્લેઝર પહેરાવી ઘરે મોકલી
ધનબાદ : ધનબાદની એક ખ્યાતનામ શાળામાં 10 મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે અશભનિય વર્તન કરવામાં આવ્યું છે. ગુરૂવારે દસમા ધોરણમાં વિદ્યાર્થીનીઓ પેન ડે માનવી રહી હતી. આ દિવસ તેમની પરીક્ષાનો અંતિમ દિવસ હતો.
પ્રિંસીપાલે કર્યું અશોભનીય વર્તન
ધનબાદની એક ખ્યાતનામ ખાનગી શાળામાં દસમા ધોરણની વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકે અશોભનિય વર્તન કર્યું છે. ગુરૂવારે દસમાં ધોરણની વિદ્યાર્થીનીઓ પેન ડે મનાવી રહી હતી. આ તેમની પરિક્ષાનો અંતિમ દિવસ હતો. પેન ડે દરમિયાન વિદ્યાર્થી એક બીજાના શર્ટ પર શુભકામનાઓ લખે છે. વિદ્યાર્થિની એક બીજાના શુભકામનાઓ લખી. જો કે આ વાત શાળાના શિક્ષકને ગમી નહોતી. આશરે 100 વિદ્યાર્થીનીઓ તેમાં જોડાઇ હતી. તમામ વિદ્યાર્થીનીઓને ઝાટકણી કાઢવામાં આવી. ત્યાર બાદ તમામના શર્ટ ઉતરાવડાવાયા હતા. આ શર્ટ શિક્ષકે જપ્ત કરી લીધા હતા. વિદ્યાર્થીનીઓ માત્ર બ્લેઝર પહેરીને પોતાના ઘરે ગઇ હતી. ઘરે પહોંચીને વિદ્યાર્થીનીઓએ પરિવારને સમગ્ર વાત જણાવી હતી. આ અંગેનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં લુખ્ખા તત્વોએ ફરી બન્યા બેફામ, સરાજાહેર મચાવ્યો આતંક
પોલીસ ફરિયાદ થઇ
ઘટનાની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીનીઓના માતા-પિતા આક્રોશિત થયા હતા. માતા પિતાએ શનિવારે ડેપ્યુટી કલેક્ટર કાર્યાલય પહોંચ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવાામં આવી. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાનો વિરોધ કર્યો હતો. ડીસી માધવી મિશ્રાએ સમગ્ર મામલે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય રાગિની સિંહે પણ સમગ્ર ઘટનાને ખુબ જ શરમજનક ગણાવી હતી.
ડીસીએ કાર્યવાહીનો ભરોસો આપ્યો
મામલો સામે આવ્યા બાદ ડીસી માધવી મિશ્રાએ કહ્યું કે, શાળાના પ્રિંસિપલના ફરમાન બાદ શાળાના બાળકોને શર્ટ ઉતારીને ઘરે જવું પડ્યું. આ મામલે ગંભીરતાથી લીધો છે. આ તપાસ કમિટી બનાવાઇ છે. તપાસ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો વાલીનું કહેવું છે કે આ એક તાલિબાની ફરમાન છે. આ કેવું અનુશાસન છે. જેમાં યુવતીઓને શર્ટ ઉતારાવડાવી દેવામાં આવે છે. આ ઘટના ખુબ જ શરમજનક છે.
આ પણ વાંચો : Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે