Manipur માં દુષ્કર્મ બાદ મહિલાના શરીરમાં ખીલા ઠોકીને જીવતી સળગાવી
- ઉગ્રવાદીઓ મહિલાને તેના ઘરમાંથી ઉઠાવી ગયા
- એટોપ્સી રિપોર્ટ વાંચીને રાક્ષસ પણ થથરી ઉઠે તેવી સ્થિતિ
- મહિલાના શરીરે ખીલા ઠોકીને જીવતી સળગાવી દેવામાં આવી
મણિપુર : છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી ભડકે બળી રહ્યું છે. દેશના લોકો લગભગ હવે મણિપુરને ભુલી ગયા હોય તેવી સ્થિતિ છે. મીડિયામાં પણ આ હિંસાને હવે કોઇ સ્થાન નથી મળી રહ્યું. જો કે હવે એક પછી એક ખોફનાક ઘટનાઓ સામે આવી રહી છે. ગત્ત વર્ષે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેર રોડ પર પરેડ કરાવવાની ઘટનાને પીએમ મોદી સમગ્ર રાષ્ટ્ર માટે શરમજનક ઘટના ગણાવી ચુક્યા છે. જો કે મહિલાઓ વિરુદ્ધ ક્રૂરતા હજી પણ યથાવત્ત છે.
આ પણ વાંચો : HM હર્ષ સંઘવીએ મીડિયાનો આભાર માનતા કહ્યું, મીડિયાની ટીકામાંથી શીખ લઈ અમે કામ કર્યું
જીરીબામ જિલ્લાના એક ગામમાં બની ક્રૂર ઘટના
7 નવેમ્બરે જીરીબામ જિલ્લાના એક ગામમાં હથિયારધારી ઉગ્રવાદીઓ ઘુસ્યા હતા. એક ઘરમાં ઘુસીને 3 બાળકોની માતા તેવી મહિલાને ઉઠાવી ગયા હતા. 31 વર્ષીય આદિવાસી મહિલા પર આ ઉગ્રવાદીઓએ દુષ્કર્મ આચર્યું હતું. જો કે એટલે થી જ હેવાનો અટક્યા નહોતા. તેમણે મહિલાને જીવતી સળગાવી દીધી હતી. આ ઉપરાંત તે જીવતી હતી ને તેના પર ખીળા ઠોકી દેવાયા હતા.
આ પણ વાંચો : Amreli : 'કાકાની કાળી કરતૂત'! 3 વર્ષીય સગી ભત્રીજીને ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી અને પછી..!
મહિલાના પતિએ દાખલ કરી ફરિયાદ
મહિલાના પતિ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પતિએ કહ્યું કે, હત્યા પહેલા તેના પર અનેક ઉગ્રવાદીઓએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તો અનેક ચોંકાવનારી બાબતો સામે આવી. મહિલા પર દુષ્કર્મ થયું કે, કેમ તે અંગે જાણી શકાયું નહોતું. કારણ કે મહિલાનો દેહ ખુબ જ સળગી ગયેલી હાલતમાં હતો. મહિલાનું શરીર 99 ટકા જેટલું બળી ચુક્યું હતું. કેટલાક હાડકા રાખ બની ગયા હતા.
આ પણ વાંચો : Ahmedabad : ગુજરાત યુનિ. માં 'ભારત કુલ' ફેસ્ટિવલનું આયોજન, CM અને ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત!
એટોપ્સી રિપોર્ટ વાંચીને ભલભલા લોકો થથરી ગયા
એટોપ્સીમાં સામે આવ્યું કે, મહિલાની ડાબી તથા જમણી જાંઘમાં અનેક ઘા મળી આવ્યા હતા. આ ઉપરાંત ડાબી જાંઘમાં તો લોખંડનો ખિલ્લો ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત જમણા પડખાનો ઉપરનો ભાગ તથા નીચલા અંગેના કેટલાક ભાગ જ ગાયબ છે. આ ઉપરાંત ચહેરાની સંરચના પણ ગાયબ છે. કુકી સંગઠન જો દ્વારા આ ઘટનાને ખુબ જ ક્રૂર ગણાવાઇ છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી!
કુકી સંગઠનો દ્વારા કરવામાં આવી ધરપકડની માગ
કુકી સંગઠન દ્વારા હત્યારાઓની ઝડપથી ઓળખ કરવા અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. મણિપુરમાં ગત્ત વર્ષે મે મહિનામાં હિંસા ચાલુ થઇ હતી. આ હિંસાને કારણે સમગ્ર રાજ્ય હાલ અસ્થિર છે. 200 લોકોથી વધારેના મોત થઇ ચુક્યા છે. ફરી એકવાર હિંસા ચાલુ થતા ગત્ત સપ્તાહથી ફરી એકવાર તણાવની સ્થિતિ પેદા થઇ છે. જેના કારણે કુકી તથા મેતેઇ સમુદાયના લોકો ફરી એકવાર હિંસક બન્યા છે.
આ પણ વાંચો : સમયસર CORONA રસી આપવાના કારણે આ દેશ PM MODI ને આપશે મોટુ સન્માન