કૉંગ્રેસ રેલીમાં PM મોદીને લઈને અણછાજતી ટીપ્પણી, સંસદમાં હંગામા વચ્ચે નડ્ડાએ કહ્યુ- સોનિયા ગાંધી માંગે માફી
. કૉંગ્રેસની 'વોટ ચોર ગદ્દી છોડ' રેલીમાં પીએમ મમોદી વિરુદ્ધ અપમાનજનક સૂત્રોચ્ચાર
.રાજ્યસભામાં હંગામા વચ્ચે ભાજપના સાંસદો નડ્ડા અને સુધાંશુ ત્રિવેદી આકરેપાણીએ
. નડ્ડાએ માફીની કરી માંગ, સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીને ગણાવ્યા 'ધ લાસ્ટ મુઘલ'
નવી દિલ્હી: કૉંગ્રેસે રવિવારે 'વોટ ચોર ગદ્દી છોડ' રેલીનું આયોજન કર્યું હતું. રેલી દિલ્હી ખાતેના રામલીલા મેદાનમાં યોજાઈ હતી. જો કે રેલી દરમિયાન કૉંગ્રેસના કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીને લઈને વાંધાજનક ટીપ્પણી (Insult of PM MODI) કરતા રાજકીય હંગામો સર્જાયો હતો.
સોનિયા ગાંધી માફી માંગે: નડ્ડા
રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યુ કે સોનિયા ગાંધીજીએ ગઈકાલે કૉંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ લગાવવામાં આવેલા નારાઓ બદલ માફી માંગવી જોઈએ.
તેમણે કહ્યુ કે ગઈકાલે કૉંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયો. તે કૉંગ્રેસ પાર્ટીની માનસિકતા અને વિચારધારાને દર્શાવે છે. વડાપ્રધાન વિરુદ્ધ આવી વાત કહેવી નિંદનીય છે. સોનિયા ગાંધીજીએ તેના માટે દેશની માફી માંગવી જોઈએ.
આના પહેલા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે ફરી એકવાર કૉંગ્રેસનું ચરિત્ર સામે આવ્યું છે. તેઓ મોદીજીના મોદની કામના કરી રહ્યા છે. તેમની મુસ્લિમ લીગ અને માઓવાદી માનસકિતા સૌની સામે આવી ગઈ છે. મોદીની કબર ખોદવાની વાત કરનારી પાર્ટી ખુદ દફન થઈ જશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસની પણ આવી જ સ્થિતિ થશે જે ઔરંગઝેબના સમયમાં મુઘલોની થઈ હતી.
રાહુલ ગાંધી (Rahul Gandhi) ઔરંગઝેબની જેમ પરિવારની છઠ્ઠી પેઢી: સુધાંશુ ત્રિવેદી
રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ હતુ કે રાહુલના નેતૃત્વમાં કૉંગ્રેસનું ભવિષ્ય કદાચ એવું જ છે જેવું ધ લાસ્ટ મુઘલ પુસ્તકમાં મુઘલ સામ્રાજ્ય સંદર્ભે લખવામાં આવ્યું છે. મુઘલ સામ્રાજ્યમાં 6 લોકોએ શાસન કર્યું- બાબર, હુમાયૂં, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. છઠ્ઠી પેઢીના શાસન બાદ મુઘલ સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું.
આવી રીતે કૉંગ્રેસ પર પણ નહેરુ પરિવારના 6 લોકોએ શાસન કર્યું છે- મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી. રાહુલ ગાંધી છઠ્ઠા છે જે હાલ સત્તાનો આનંદ લઈ રહ્યા છે. તેના પછી કૉંગ્રેસની પણ મુઘલો જેવી સ્થિતિ થશે.
આ પણ વાંચો: Mahesana: "હિંદુઓ ઘટી રહ્યા છે" જાહેર મંચ પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા