Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પોપટે IT ઓફિસરને નસીબ બદલવાનું કહીંને બનાવ્યો 'પોપટ' ખંખેર્યા રૂ. 35 લાખ

નસીબ જાણવાની ઉત્સુકતા ક્યારેક ભારે પડી શકે છે, તે બેંગલુરુના આ કિસ્સા પરથી સમજાય છે. એક પોપટ અને કાર્ડ્સ દ્વારા ભવિષ્ય ભાખતા સામાન્ય જ્યોતિષે ઇન્કમ ટેક્સ અધિકારીની મનોદશાનો એવો ફાયદો ઉઠાવ્યો કે અધિકારીએ લાખોની સંપત્તિ તેના ચરણે ધરી દીધી. ટ્રાન્સફરની ફાઈલ ક્લિયર કરાવવાની લાલચમાં અધિકારીના ઘરેણાં જ ક્લિયર થઈ ગયા
પોપટે it ઓફિસરને નસીબ બદલવાનું કહીંને બનાવ્યો  પોપટ  ખંખેર્યા રૂ  35 લાખ
Advertisement
  • Bengaluru માં IT ઓફિસરને પોપટ વાળા જ્યોતિષે લગાવ્યો રૂ. 35 લાખનો ચૂનો!
  • બેંગલુરુના ભરતિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના
  • ટ્રાન્સફર માટે વિધિના બહાને ઘરેણાં પડાવ્યા
  • 194 ગ્રામ સોનું અને 1.3 કિલો ચાંદી લઈ ઠગ ફરાર
  • પૂજાના નામે અધિકારીનો વિશ્વાસ જીતી કરી ઠગાઈ
  • પોલીસે જ્યોતિષ અને પોપટને પકડવા ચક્રો ગતિમાન કર્યા

Bengaluru News : જ્યારે કાયદાના રખેવાળ અને દેશની ટેક્સ સિસ્ટમ સંભાળતા ઉચ્ચ અધિકારીઓ જ અંધશ્રદ્ધાનો શિકાર બને, ત્યારે સમાજ માટે તે લાલબત્તી સમાન કિસ્સો બની જાય છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ઇન્કમ ટેક્સ ઓફિસર (Income Tax Officer) સાથે થયેલી લાખોની છેતરપિંડીએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. આ ઘટના કોઈ હાઈ-ટેક સાયબર ક્રાઈમ નથી, પરંતુ રસ્તા પર બેસતા એક 'તોતા જ્યોતિષ' (Parrot Astrologer) દ્વારા આચરવામાં આવેલી ઠગાઈ છે.

કેવી રીતે શરૂ થઈ આ જાળ?

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર અધિકારી છેલ્લા ઘણા સમયથી બેંગલુરુની ઇન્કમ ટેક્સ ઓફિસમાં ફરજ બજાવે છે. ગત ડિસેમ્બર મહિનામાં જ્યારે તેઓ ભરતિનગરના શ્રી સર્કલ (Shri Circle) પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર રસ્તા કિનારે પોપટ દ્વારા ભવિષ્ય ભાખતા શેખર નામના વ્યક્તિ પર પડી. કુતૂહલવશ અધિકારી તેની પાસે ગયા અને શેખરે દાવો કર્યો કે તે ચહેરો વાંચીને અને કુંડળી જોઈને કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે.

Advertisement

Bengaluru_gujrat_first

Advertisement

શરૂઆતમાં જ્યોતિષે અધિકારીની અંગત મુશ્કેલીઓ વિશે કેટલીક વાતો કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. પ્રથમ તબક્કે, નાની-મોટી ગ્રહશાંતિ અને પૂજાના નામે અધિકારી પાસેથી રૂ. 50,000 પડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યોતિષ સતત ફોન દ્વારા અધિકારીના સંપર્કમાં રહ્યો અને તેમને વિશ્વાસ અપાવ્યો કે તેની વિધિઓથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

Bengaluru માં ટ્રાન્સફરની લાલચ પડી મોંઘી

મુખ્ય ખેલ ત્યારે શરૂ થયો જ્યારે અધિકારીએ પોતાની બદલી (Transfer) અંગે જ્યોતિષ પાસે સલાહ માંગી. શેખરે તકનો લાભ ઉઠાવતા જણાવ્યું કે, "તમારી બદલીમાં રાહુ-કેતુ નડી રહ્યા છે, જો તમે ઘરે રહેલા સોના-ચાંદીના દાગીના લાવીને તેની પર વિશેષ મહાપૂજા કરાવો, તો મનગમતી જગ્યાએ બદલી થઈ જશે."

અંધશ્રદ્ધામાં ગળાડૂબ અધિકારીએ જ્યોતિષની વાત માની લીધી અને ઘરેથી 194 ગ્રામ સોનાના ઘરેણાં (કિંમત અંદાજે રૂ. 35 લાખ) અને 1.3 કિલો ચાંદી લઈને જ્યોતિષ પાસે પહોંચી ગયા. શેખરે વચન આપ્યું હતું કે એક દિવસની પૂજા બાદ તે તમામ ઘરેણાં પરત કરી દેશે.

પોપટ અને જ્યોતિષ બંને ગાયબ

એક અઠવાડિયા સુધી જ્યોતિષ 'પૂજા ચાલુ છે' તેમ કહીને વાયદા કરતો રહ્યો. આખરે જ્યારે અધિકારીને શંકા ગઈ અને તેઓ શ્રી સર્કલ પર તપાસ કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં સન્નાટો હતો. જ્યોતિષ શેખર તેનું પાંજરું, પોપટ અને લાખોના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હતો. અધિકારીની ફરિયાદના આધારે ભરતિનગર પોલીસે (Bharatinagar Police) ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Doomsday Fish : 30 ફૂટ લાંબી માછલી જોતા લોકોમાં ડર સાથે ઉત્સુકતા !

Tags :
Advertisement

.

×