ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Income Tax slab: માત્ર 12 લાખ જ નહીં પરંતુ 15,20,25 લાખ કમાનારાઓને મોટો ફાયદો

Income Tax Slab : નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે, હવે ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબ પછી, 12 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારાઓને પણ ફાયદો થશે.
03:29 PM Feb 01, 2025 IST | KRUTARTH JOSHI
Income Tax Slab : નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે, હવે ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબ પછી, 12 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારાઓને પણ ફાયદો થશે.
Income tax slab case

Income Tax Slab : નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે, હવે ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નવા ટેક્સ સ્લેબ પછી, 12 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારાઓને પણ ફાયદો થશે.

નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને આપી મોટી ભેટ

Income Tax Slab : શુક્રવારે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી. સીતારમણે જાહેરાત કરી કે, હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યાર સુધી, 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને 71,500 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો. ચાલો તમને જણાવીએ કે નવા ટેક્સ સ્લેબ પછી કેટલા પગાર પર કેટલો ટેક્સ ચૂકવવો પડશે અને કેટલો ફાયદો થશે.

આ પણ વાંચો : LIVE: Union Budget 2025 Live : સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

12 લાખ રૂપિયા સુધી કોઇ પણ ટેક્સ નહી

જો તમારી આવક વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની છે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો તમારી આવક 13 લાખ રૂપિયા છે, તો પહેલા તમારે 88,400 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ સ્લેબમાં ફેરફાર પછી હવે તમારે 66,300 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, હવે તમને લગભગ 22,100 રૂપિયાનો મોટો ફાયદો મળશે.

કોને કેટલો ફાયદો થશે તે યાદીમાં જુઓ

અગાઉ, વાર્ષિક 15 લાખ રૂપિયા કમાતા લોકોને 1.30 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડતા હતા, નવા સ્લેબ પછી તેમને ફક્ત 97,500 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે હવે તેને 32,500 રૂપિયાનો લાભ મળશે. 17 લાખ રૂપિયા કમાતા લોકોએ હાલમાં 1.84 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડે છે. નવા સ્લેબ પછી, તેમણે હવે 1.30 લાખ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે, જેનાથી તેમને 54,600 રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો : Budget 2025 માં આ વસ્તુઓ થઇ જશે તદ્દન સસ્તી, જ્યારે આ જીવન જરૂરી વસ્તુના ભાવ થશે ડબલ

તમામ આવકવર્ગ ફાયદો થાય તેવી વાત

જો તમારી આવક 22 લાખ રૂપિયા છે, તો પહેલા તમારે 3,40,600 રૂપિયા ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ સ્લેબમાં ફેરફાર પછી હવે તમારે 2,40,500 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, હવે તમને લગભગ 1,00,100 રૂપિયાનો મોટો ફાયદો મળશે. વાર્ષિક 25 લાખ રૂપિયા કમાતા લોકોએ હવે 4 લાખ 34 હજાર 200 રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. સ્લેબમાં ફેરફાર પછી, તેમણે 3 લાખ 19 હજાર 800 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે, જેનાથી તેમને 1 લાખ 17 હજાર 400 રૂપિયાનો ફાયદો થશે.

નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે આવશે

નાણામંત્રીએ કહ્યું કે, સરકાર આવતા અઠવાડિયે એક નવું આવકવેરા બિલ રજૂ કરવા જઈ રહી છે. જે કર પ્રણાલીને વધુ સરળ અને પારદર્શક બનાવશે. આ ઉપરાંત, બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ કહ્યું કે વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા વધારવાની જાહેરાત કરતા 100 ટકા સુધીની મંજૂરી આપી દીધી હતી. આ સાથે, બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર કર કપાતની મર્યાદા બમણી કરીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Union Budget 2025 : પૂર્વ CM વિજય રૂપાણી, GCCI, RCCI ની બજેટ પર પ્રતિક્રિયા

કમાણીહાલનો ટેક્સનવો ટેક્સફાયદો/નુકસાન
12 લાખ17,500071,500
13 લાખ88,40066,30022,100
15 લાખ1,30,00097,50032,500
17 લાખ1,84,6001,30,00054,600
22 લાખ3,40,6002,40,5001,00,100
25 લાખ4,34,2003,19,8001,14,400

 

Tags :
abp Newsbreaking newsBudgetBudget 2025Budget 2025 LiveBudget 2025 NewsGujarat FirstGUJARAT FIRST NEWSIncome TaxIncome Tax BudgetIncome Tax Budget 2025Income Tax NewsIndia Budget 2025Nirmala Sitharamanpm modiUnion Budget 2025
Next Article