ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Independence Day 2023 : સ્વતંત્રતા દિવસે બ્રિટિશ તોપોથી નહી સ્વદેશી તોપોથી અપાઈ સલામી

દેશ 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દર વર્ષની જેમ સ્વતંત્રતા દિવસ પર આ વખતે પણ 21 તોપોની સલામી આપવામાં આવી પણ આ પહેલીવાર છે જ્યારે સ્વદેશી તોપોથી સલામી આપવામાં આવી. સ્વતંત્રતા દિવસ પર તે વાતનું પ્રમાણ પણ જોવા...
11:31 AM Aug 15, 2023 IST | Viral Joshi
દેશ 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દર વર્ષની જેમ સ્વતંત્રતા દિવસ પર આ વખતે પણ 21 તોપોની સલામી આપવામાં આવી પણ આ પહેલીવાર છે જ્યારે સ્વદેશી તોપોથી સલામી આપવામાં આવી. સ્વતંત્રતા દિવસ પર તે વાતનું પ્રમાણ પણ જોવા...

દેશ 77મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. દર વર્ષની જેમ સ્વતંત્રતા દિવસ પર આ વખતે પણ 21 તોપોની સલામી આપવામાં આવી પણ આ પહેલીવાર છે જ્યારે સ્વદેશી તોપોથી સલામી આપવામાં આવી. સ્વતંત્રતા દિવસ પર તે વાતનું પ્રમાણ પણ જોવા મળ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયાના સપનાને સાકાર કરતા દેશ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની રાહ પર કેટલા ઝડપથી આગળ વધી રહ્યો છે. આ વર્ષે સ્વદેશી 105 mm લાઈટ ફિલ્ડ ગનોનો ઉપયોગ કરવામાં આવ્યો.

બ્રિટિશના સ્થાને સ્વદેશી તોપો

હવે બ્રિટિશ 25 પાઉન્ડર ગનથી સલામીનો સિલસિલો બંધ થઈ જશે. લાલ કિલા પર ગત વર્ષે છેલ્લીવાર બ્રિટિશ 25 પાઉન્ડર ગન (British 25 Pounder Gun) થી સલામી આપી હતી. ગત વર્ષે સેકેન્ડે 20 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જ્યારે એક રાઉન્ડ ફાયર સ્વદેશી તોપ 155 mm ATAGS એ કર્યો હતો. હવે આ વર્ષથી સ્વદેશી તોપોથી જ પુરી સલામી આપવાનો સિલસિલો શરૂ કર્યો.

નવી પરંપરા શરૂ કરી

જણાવી દઈએ કે, આ વર્ષે ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ દરમિયાન નવા પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. ગણતંત્ર દિવસ પર આયોજીત થનારા કાર્યક્રમ દરમિયાન જુની બ્રિટિશ 25 પાઉડર ગનના સ્થાને 105 mm ઈન્ડિયન ફિલ્ડ ગનને મહત્વ આપવામાં આવ્યું હતું. આ ગન દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવી હતી હવે ગણતંત્ર દિવસ બાદ સ્વતંત્રતા દિવસના અવસરે પણ લાલ કિલ્લા પર આયોજીત કાર્યક્રમમાં સ્વદેશી તોપોથી જ સલામી આપવાની નવી પરંપરા શરૂ થઈ.

PM મોદીએ 90 મિનિટ સંબોધન કર્યું

વડાપ્રધાન મોદીએ સતત 10મી વખત લાલ કિલ્લાના પ્રાચીર પરથી તિરંગો લહેરાવ્યો અને દેશને સંબોધિત કર્યાં. 90 મિનિટના પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ અર્થવ્યવસ્થા, મણિપુર, પરિવારવાદ, તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, નવી યોજનાને લઈને આગામી લોકસભાની ચૂંટણીને લઈને વાત કરી અને પોતાના કાર્યકાળના 10 વર્ષોનો હિસાબ આપ્યો અને આગામી 1 હજાર વર્ષના સપનાઓ વિશે વાત કરી.

આ પણ વાંચો : INDEPENDENCE DAY 2023 : પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભગરૂપે સમુદ્રમાં ધ્વજ વંદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
21 gun saluteDelhiIndependence Day 2023Indian Independence DayNarendra Modi
Next Article