India AI Summit 2026 : "અમે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, PM મોદી પણ તે જ કરશે"- મેક્રોન
- India AI Summit 2026 : ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આપી PM મોદીને સલાહ
- 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
- ધ્યાન એકતા પર હોવું જોઈએ, વિભાજન પર નહીં -મેક્રોન
India AI Summit 2026 : દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એઆઈ સમિટ 2026માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. આ ઉપરાંત મેક્રોને જણાવ્યુ છે કે ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સાથે ઇમેન્યુઅલ મેક્રોને જણાવ્યું કે "અમે પહેલાથી જ આ માર્ગ પર આગળ વધી ચૂક્યા છીએ. પ્રધાનમંત્રી મોદી પણ તેનું પાલન કરશે." મેક્રોને ભારતના વધતા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ પ્રશંસા કરી.
India AI Summit 2026 : મેક્રોને PM મોદીના પગલાં માટે આશા વ્યક્ત કરી.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું, "બાળકો અને કિશોરોની સુરક્ષા માટે વડા પ્રધાન મોદી આ ક્લબમાં જોડાશે." મેક્રોને આશા વ્યક્ત કરી કે વડા પ્રધાન મોદી બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લેશે. તેમણે આગળ કહ્યું, "બાળ સુરક્ષા એ નિયમ નથી, પરંતુ એક સભ્યતા છે."
10 વર્ષમાં ભારત કેવી રીતે બદલાઈ ગયું ?
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનના જણાવ્યા અનુસાર "10 વર્ષ પહેલાં, મુંબઈમાં એક શેરી વિક્રેતા બેંક ખાતું ખોલી શકતો ન હતો. પરંતુ આજે, તે જ વિક્રેતા તેમના ફોન પર પેમેન્ટ લઈ રહ્યો છે. ભારતે એવું કંઈક બનાવ્યું છે જે વિશ્વના અન્ય કોઈ દેશે પ્રાપ્ત કર્યું નથી. ભારતે 1.4 અબજ લોકો માટે ડિજિટલ ઓળખ બનાવી છે.
#WATCH | Delhi: At the #IndiaAIImpactSummit2026, French President Emmanuel Macron says, "... One of our G7 priorities will be as well, children's protection against AI and digital abuse. There is no reason our children should be exposed online to what is legally forbidden in the… pic.twitter.com/ovqTnorlae
— ANI (@ANI) February 19, 2026
ધ્યાન એકતા પર હોવું જોઈએ, વિભાજન પર નહીં
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, "જ્યારે તણાવ વધી રહ્યો છે, ત્યારે આપણા બધા ડિજિટલ સાધનોને આ સમાવેશી અભિગમ તરફ દિશામાન કરવાની જરૂરિયાત વધુ વધી ગઈ છે, જેથી આપણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકન ખંડમાં પણ મજબૂત બની શકીએ. ચાલો આપણે બધા સાથે મળીને વિભાજન કરવાને બદલે એક થવા પર, નાશ કરવાને બદલે બનાવવા પર અને લેવાને બદલે શેર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ."
મેક્રોને આગળ કહ્યું, "હું ઇચ્છું છું કે ફ્રાન્સ G7 ના તેના પ્રમુખપદનો ઉપયોગ આ અભિગમને પ્રોત્સાહન આપવા માટે કરે." "હું જાણું છું કે ભારત તમારા બ્રિક્સ પ્રમુખપદ દ્વારા પણ આવું જ કરશે. કોઈપણ દેશ ફક્ત એક બજાર તરીકે કાર્ય કરવા માટે બંધાયેલો નથી જ્યાં વિદેશી કંપનીઓ તેમના મોડેલ વેચે છે અને નાગરિકોનો ડેટા ડાઉનલોડ કરે છે."


