India Attack on Pakistan : પાકિસ્તાનમાં તે જગ્યા જ્યાં ભારતીય સેનાએ મિસાઇલો દાગી
- ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કર્યા.
- મુઝફ્ફરાબાદ,મુદ્રિકે,કોટલીમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા.
- લશ્કર,જૈશ અને હિઝબુલના તાલીમ શિબિરો નિશાના પર છે.
India Attack on Pakistan : ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે.ભારતીય સેનાએ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ,મુદ્રિકે અને કોટલીમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલો છોડી છે.મુઝફ્ફરાબાદ,કોટલી અને મુરીદકે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં સ્થિત છે.આ વિસ્તારો લાંબા સમયથી લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન (HM) ના તાલીમ શિબિરો પર (OperationSindoor) હુમલાઓનું સ્થળ રહ્યા છે.ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને બહાવલપુરમાં Masood Azhar ના ઠેકાણાનો નાશ કર્યો. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલો કર્યો છે. ભારતે જ્યારે હવાઈ હુમલો કર્યો ત્યારે રાત્રે 1 વાગ્યે બધા આતંકવાદીઓ સૂઈ રહ્યા હતા.
મુઝફ્ફરાબાદ- લશ્કર-હિઝબુલનો તાલીમ શિબિર અહીં છે
મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની છે. આ વિસ્તાર આતંકવાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. અહીં લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના તાલીમ શિબિરો છે. 2008ના મુંબઈ હુમલાના કાવતરાખોર અબુ જુંદાલે ખુલાસો કર્યો હતો કે મુઝફ્ફરાબાદમાં લશ્કર-એ-તૈયબા કેમ્પમાં પેરાગ્લાઈડિંગ સહિત વિવિધ તાલીમ આપવામાં આવી હતી. 2019 માં, ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદમાં આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કર્યો હતો.
ભારતનું ઓપરેશન સિંદૂર Pakistan જોરદાર અટેક | Gujarat First
#OperationSindoor #PahalgamAttack #EmergencyAlert #GujaratSiren #Warning #SecurityPreparednes #Gujaratfirst pic.twitter.com/qthxpeSHoJ
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
પાકિસ્તાને કહ્યું - હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે
પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો છે કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલ હુમલા કર્યા છે. તેમણે તેને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો છે.પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, જનરલ ચૌધરીએ કહ્યું કે પાકિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. જોકે, આ હુમલામાં થયેલા નુકસાનની માહિતી હજુ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો -Operation Sindoor : ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક,ઓપરેશન સિંદૂર અંતર્ગત કરાઈ કાર્યવાહી
કોટલીમાં આતંકવાદી છાવણીઓ, જ્યાંથી આતંકવાદીઓ આવે છે
કોટલી પણ પીઓકેમાં છે. અહીં ઘણા આતંકવાદી કેમ્પ પણ છે. પાકિસ્તાની સેનાએ કોટલી વિસ્તારમાં આતંકવાદી તાલીમ શિબિરો સ્થાપ્યા છે, જ્યાં સ્થાનિક રહેવાસીઓને શસ્ત્રોના ઉપયોગ અને ઘૂસણખોરીની તકનીકોની તાલીમ આપવામાં આવે છે. બાદમાં તેમને ભારત મોકલવામાં આવે છે. કોટલી વિસ્તારમાં સક્રિય આતંકવાદી શિબિરોમાં સેંસા, ગુલપુર, ફાગોશ અને દુબગીનો સમાવેશ થાય છે. આ તે જગ્યા છે જ્યાં આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરે છે.