Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India-Brazil વચ્ચે મોટી ડીલથી ચીનને આંચકો, ક્રિટિકલ મિનરલ્સ પર થઈ ઐતિહાસિક સમજૂતી

India-Brazil Deal: ભારત અને બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય માટે ઐતિહાસિક સમજૂતી થઈ છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવાના હેતુથી પીએમ મોદી અને પ્રેસિડેન્ટ લૂલોએ આ MoU પર હસ્તાક્ષર કર્યા છે. બ્રાઝિલના વિશાળ રેર અર્થ ભંડારનો લાભ ભારતને ક્લીન એનર્જી અને EV સેક્ટરમાં મળશે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેનમાં ભારતની પકડ મજબૂત થશે.
india brazil વચ્ચે મોટી ડીલથી ચીનને આંચકો  ક્રિટિકલ મિનરલ્સ પર થઈ ઐતિહાસિક સમજૂતી
Advertisement

. ભારત અને બ્રાઝિલ વચ્ચે મેગા 'પાવર' ડીલ
. ગ્લોબલ ક્રિટિકલ મિનરલ્સ સપ્લાઈ ચેનમાં મોટું પરિવર્તન આવશે
. માત્ર એક વ્યાપારિક સમજૂતી નહીં, પણ જરૂરી કાચા માલને સુરક્ષિત રાખવાની એક મંજિલ

India-Brazil Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ લૂલોએ ક્રિટિકલ મિનરલ્સ (Critical Minerals) પર એક મહત્ત્વપૂર્ણ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (Memorandum of Understanding) ને અંતિમ રુપ આપ્યું છે. આ સમજૂતીનો મુખ્ય ઉદેશ્ય ચીન પર ભારતની નિર્ભરતા ઓછી કરવી અને સપ્લાઈ ચેન (Supply Chain) ને વિવિધતાપૂર્ણ બનાવી છે.

Advertisement

ચીન પર નિર્ભરતા ઘટાડવાની મોટી ડીલ

ભારત અને બ્રાઝિલની વચ્ચે આ રણનીતિક ભાગીદારી (Strategic Partnership) ગ્લોબલ ક્રિટિકલ મિનરલ્સ સપ્લાઈ ચેનમાં એક મોટો બદલાવ લાવનારી છે. ભારત, જે પોતાની ઈન્ડસ્ટ્રીને ભૂ-રાજકીય (Geopolitical) જોખમોથી બચાવવા માંગે છે, ખાસ કરીને ચીનના દબદબાને ઘટાડવા માટે, હવે બ્રાઝિલને એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. આ માત્ર એક વ્યાપારિક સમજૂતી નથી, પરંતુ આ જરૂરી કાચા માલ (Raw Materials) ને સુરક્ષિત કરવાની એક મંજિલ છે, જે ભારતના ક્લીન એનર્જી સેક્ટર (Clean Energy Sector) અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ (Advanced Manufacturing) ની મહત્ત્વકાંક્ષાઓ માટે બેહદ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો: INDIA-US Trade Deal: ટ્રમ્પે જ કેમ કર્યું ટ્રેડ ડીલ અને ટેરિફ કટનું એલાન? વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કારણ

મિનરલ્સ સપ્લાઈમાં નવો અધ્યાય

આ નવા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) હેઠળ, બંને દેશોના ક્રિટિકલ મિનરલ્સની લોન્ગ ટર્મ સપ્લાઈ ચેન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકશે. આ ભારત માટે ચીન પર પોતાની નિર્ભરતાને ઓછી કરવાની દિશામાં એક મોટું પગલું છે, જે હાલ રેર અર્થ (Rare Earth) પ્રોસેસિંગ અને રિફાઈનિંગમાં મોટું ખેલાડી છે. બ્રાઝિલ, જેનીપાસે દુનિયાનો બીજો સૌથી મોટો રેર અર્થ ભંડાર છે, ભારતની સપ્લાઈ ચેન ડાયવર્સિફિકેશન (Diversification) રણનીતિમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવશે. આ સમજૂતીથી રિસોર્સનું કૉ-ઓપરેશન (Resource Cooperation) વધશે, જેનાથી ભારતનું એનર્જી ટ્રાન્ઝિશન (Energy Transition) લક્ષ્યો, જેવા ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સ (Electric Vehicles) અને રિન્યૂએબલ એનર્જી (Renewable Energy) સિસ્ટમ્સને સપોર્ટ મળશે.

વ્યાપાર વધારવા પર પણ ભાર

મિનરલ્સ સિવાય, બંને દેશોના લીડર્સ 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપાર (Bilateral Trade) ને $20 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલ લગભગ $15 અબજ આસપાસ છે. આ વિસ્તાર ક્લીન એનર્જી, માઈનિંગ, એવિએશન અને મેન્યુફેક્ચરિંગ જેવા મહત્ત્વના સેક્ટર્સમાં હશે. તેની એક ઝલક બ્રાઝિલની Embraer અને ભારતના Adani Group વચ્ચે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ (Aircraft Manufacturing) માં ઉભરતી ભાગદારીથી જોવા મળે છે. 2025માં અમેરિકા દ્વારા બંને દશો પર લગાવવામાં આવેલા ટેરિફે (Tariffs) પણ આ દ્વિપક્ષીય જોડાણને વધુ મજબૂત કર્યું છે.

આ પણ વાંચો: Elon Musk એ CM ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વીટને આવકાર્યું, ગુજરાત સાથે મોટી ડીલ! ઈ-સેવાઓ બનશે વધુ ઝડપી

બ્રાઝિલના વિશાળ ભંડાર, પણ પ્રોસેસિંગનો પડકાર

બ્રાઝિલ પાસે નિઓબિયમ (Niobium) માં પહેલો, રેર અર્થ અને ગ્રેફાઈટમાં બીજો અને નિકેલ (Nickel) માં ત્રીજો સૌથી મોટો ભંડાર છે. પરંતુ આ મહત્ત્વપૂર્ણ મિનરલ્સ માટે તેનીહાલની પ્રોડક્શન કેપેસિટી તેના ભંડારની તુલનામાં ઘણી ઓછી છે, જે વૈશ્વિક ઉત્પાદનના 1 ટકાથી પણ ઓછું છે. બ્રાઝિલ ઐતિહાસિક રીતે કાચા માલનું નિકાસકાર રહ્યું છે. બ્રાઝિલ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ (Downstream Processing) અને વેલ્યૂ એડેડ ઈન્ડસ્ટ્રી (Value-added Industry) વિકસિત કરનારો દેશ રહ્યો નથી. તેના માટે મોટું ઈન્વેસ્ટમેન્ટ (Investment) અને પોલિસી સપોર્ટ (Policy Support) ની જરૂરત છે.

ભારતની મલ્ટી પ્રોન્ગ રણનીતિ

ભારત પોતાની ક્રિટિકલ મિનરલ્સ સિક્યોરિટીને લઈને ઘણાં સ્તરો પર કામ કરી રહ્યું છે. તેમાં બ્રાઝિલ જેવા મિનરલ રિચ દેશો સાથે પાર્ટનરશિપપ કરવી અને નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન (National Critical Minerals Mission) જેવી પહેલો દ્વારા ઘરેલુ ક્ષમતાઓ વધારવાનું સામેલ છે. ભારત પહેલા જ ઓસ્ટ્રેલિય, જર્મની, અર્જેન્ટીના, ચિલી, કેનેડા, ફ્રાંસ અને યૂરોપિયન યૂનિયન જેવા દેશો સાથે આવી સમજૂતી થઈ ચુકી છે અથવા વાતચીત થઈ રહી છે, જેથી સપ્લાઈ ચેનમાં સંભવિત અડચણો વિરુદ્ધ મજબૂતાઈ લાવી શકાય.

ભૂરાજકીય જોખમો અને ચીનનો દબદબો

બ્રાઝિલની વિશાળ ક્રિટિકલ મિનરલ ક્ષમતાઓ રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેને ઉત્પાદનમાં બદલવું એક મોટો પડકાર છે. બ્યૂરોક્રસીની જટિલતાઓ અને નાણાંકીય પ્રોત્સાહનની ખામીના કારણે બ્રાઝિલ મોટા ભાગે કાચામાલનું નિકાસકાર રહ્યું છે, જ્યારે ચીન હજીપણ 65 ટકાથી વધારે લિથિયમ અને 87 ટકા રેર અર્થ રિફાઈનિંગ (Rare Earth Refining) પર હાવી છે. ભારત પણ લિથિયમ, કોબાલ્ટ અને નિકેલ જેવા ઘણાં મહત્ત્વપૂર્ણ ખનીજો માટે આયાત પર 80 ટકાથી વધારે નિર્ભર છે. કેટલાક ભૂરાજકીય રીતે સંવેદનશીલ ક્ષેત્રમાં ક્રિટિકલ મિનરલ ઉત્પાદન અને પ્રોસેસિંગનું કેન્દ્રીકરણ, અને વધતા રિસોર્સ નેશનાલિઝ્ (Resource Nationalism), સપ્લાઈ શોક (Supply Shock) અને કિંમતોમાં અસ્થિરતા જોખમ પેદા કરે છે, જે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશનને સીધું પ્રભાવિત કરી શકે છે.

ભવિષ્યનો માર્ગ

ભારત-બ્રાઝિલ ક્રિટિકલ મિનરલ્સસમજૂતી ગ્લોબલ સપ્લાઈ ચેનને ડાયવર્સિફાઈ કરવા અને મુખ્ય દેશો પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતીથી ભારતને બ્રાઝિલના સમૃદ્ધ મિનરલ ભંડાર સુધી પહોંચ મળશે, તેનાથી તે પોતાની ઘરેલુ મેન્યુફેક્ચરિંગ અને ક્લીન એનર્જી ટ્રાન્ઝિશને (Clean Energy Transition) મજબૂતાઈ આપશે. આ ભાગીદારીની સફળતા બ્રાઝિલની લૉજિસ્ટિકલ અને પ્રોસેસિંગ પડકારોનેદૂર કરવા અને ભારતની ઔદ્યોગિક જરૂરિયાતોને પૂર્ણ કરવા પર નિર્ભર રહેશે, જે આજની દુનિયામાં એક મહત્ત્વપૂર્ણ ભૂરાજનીતિક કવાયત છે.

આ પણ વાંચો: India–US Trade Deal : કૃષિ અને ડેરી ક્ષેત્રમાં કોઈ કરાર નથી, ભારત અને અમેરિકાએ ટ્રેડ ડીલ ફ્રેમવર્ક જાહેર કર્યું

Tags :
Advertisement

.

×