ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump Tariffs ને ભારતે ગણાવ્યુ ‘Mixed Bag', ટ્રમ્પની જાહેરાત બાદ સરકારનું મોટું નિવેદન

અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર શું અસર પડશે.
09:48 AM Apr 03, 2025 IST | MIHIR PARMAR
અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર શું અસર પડશે.
Trump Tariffs gujarat first

Reciprocal tariff: અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર શું અસર પડશે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે ભારતે કહ્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ ભારત માટે ‘Mixed Bag' છે અને ભારત માટે કોઈ આંચકો નથી.

શું કહ્યું ભારતના વાણિજ્ય મંત્રાલયે ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના કેટલાક દેશો પર લાદવામાં આવનાર પારસ્પરિક ટેરિફની રકમની જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. આ પછી, હવે ભારતના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે તેઓ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ભારત પર થતી અસરનું વિશ્લેષણ કરી રહ્યા છે. ભારતે પણ યુએસ ટેરિફને ‘Mixed Bag' ગણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં થતી તમામ આયાત પર 10 ટકાનો સાર્વત્રિક ટેરિફ લાદવામાં આવ્યો છે જે 5 એપ્રિલથી અમલમાં આવશે અને બાકીનો 16 ટકા ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે.

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26 ટકા ટેરિફ અંગે, મંત્રાલયે કહ્યું કે તેઓ ભારત પર આ ટેરિફની અસરનું વિશ્લેષણ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, એવી જોગવાઈ છે કે જો કોઈ દેશ ટેરિફ અંગેની પોતાની ચિંતાઓ વિશે અમેરિકા સાથે વાત કરે છે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર તે દેશ સામે ટેરિફ ઘટાડવાનું વિચારી શકે છે.

આ પણ વાંચો :  US Trump Tariff : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી દુનિયાભરમાં ડરનો માહોલ

અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ ભારત માટે આંચકો નથી

ભારત પહેલાથી જ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે. બંને દેશોનું આ વર્ષના અંત (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ ભારત માટે મિશ્ર પરિણામો લાવે છે અને ભારત માટે કોઈ આંચકો નથી. ‘Mixed Bag' એટલે એવી પરિસ્થિતિ જે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફ ભારત માટે આંચકો ગણી શકાય નહીં.

ટ્રમ્પે ભારત વિશે શું કહ્યું?

અમેરિકાએ ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. ભારત વિશે વાત કરતા, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ જ ટફ દેશ છે, વડા પ્રધાન મોદી હમણાં જ અમેરિકા આવ્યા હતા. તે મારા ખૂબ જ સારા મિત્ર છે, પણ મેં કહ્યું, તમે મારા મિત્ર છો, પણ તમે અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. તેમણે કહ્યું, તેઓ અમેરિકન ઉત્પાદનો પર સરેરાશ 52 ટકા ટેરિફ વસૂલ કરે છે. આવી સ્થિતિમાં, અમે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર સરેરાશ 26 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો કોઈ ભારતીય ઉત્પાદન પહેલા અમેરિકામાં 26 ટકા ટેરિફ વિના $100 માં ઉપલબ્ધ હતું, તો હવે તેની કિંમત $126 થશે.

આ પણ વાંચો :  PM મોદી 2 દિવસના થાઇલેન્ડ પ્રવાસ માટે રવાના, BIMSTEC સમિટમાં હાજરી આપશે, શ્રીલંકાની પણ મુલાકાત લેશે

ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિશ્વના ઘણા દેશો પર કેટલા પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે તેની યાદી જાહેર કરી. આ દરમિયાન તેમણે કહ્યું, આ લિબરેશન ડે છે, એક એવો દિવસ જેની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

2 એપ્રિલ, 2025ને હંમેશા એ રીતે યાદ કરવામાં આવશે કે આ દિવસે અમેરિકન ઉદ્યોગનો પુનર્જન્મ થયો, અમેરિકાનું ભાગ્ય ફરી પ્રાપ્ત થયું અને આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવવાનું શરૂ કર્યુ. આપણે તેને સમૃદ્ધ અને સારું બનાવીશું. ટેરિફની જાહેરાત કરતી વખતે, અમેરિકાએ એક ચાર્ટ બતાવ્યો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કયા દેશ પર કેટલો પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ટેરિફ ભારત, ચીન, યુકે અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશો પર લાદવામાં આવ્યો છે.

આ ચાર્ટ દર્શાવે છે કે ભારત અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર 52 ટકા ટેરિફ લાદે છે. એ જ રીતે, અમેરિકા હવે ભારત પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદશે.

આ પણ વાંચો :  Donald Trump ની મોટી જાહેરાત, ભારત પર 26 ટકા ટેરિફ! જાણો શું કહ્યું અમેરિકી રાષ્ટ્રપતિએ?

Tags :
EconomicDiplomacyGlobalTradeImpactGujaratFirstIndiaInFocusIndiaTakesActionIndiaTradeImpactIndiaUSRelationsIndiaUSTradeMihirParmarMixedBagTariffsReciprocalTariffsTariffAnalysisTariffTalkTradeBalanceTrumpTariffsUSIndiaTrade
Next Article