India Census: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરી માટે જારી કર્યું નવું લિસ્ટ, જાણો કઈ માહિતી આપવી પડશે!
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જનગણના 2027 માટે નવું નોટિફિકેશન કર્યું જારી (India Census)
- ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી
- અધિકારીઓ મોબાઈલ એપ દ્વારા દરેક ઘર અને પરિવારનો ડેટા કરશે એકત્રિત
- શિક્ષણ, જાતિ અને ડિજિટલ સાધનોના વપરાશની વિગતો આપવી પડશે ફરજિયાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA - Ministry of Home Affairs) દ્વારા દેશની આગામી જનગણના (Census 2027) ને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે જે પ્રક્રિયા વિલંબિત થઈ હતી, તે હવે વર્ષ 2027માં પૂર્ણ જોશ સાથે શરૂ થવા જઈ રહી છે. આ જનગણનામાં કઈ કઈ ચોક્કસ વિગતો એકત્રિત કરવામાં આવશે, તેની સત્તાવાર યાદી સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.
गृह मंत्रालय (MHA) ने एक नया नोटिफिकेशन जारी किया है, जिसमें 2027 में होने वाली भारत की जनगणना के दौरान इकट्ठा की जाने वाली जानकारी की लिस्ट दी गई है। इसमें जनगणना अधिकारियों को देश भर में घरों और परिवारों का विस्तृत डेटा इकट्ठा करने का अधिकार दिया गया है। pic.twitter.com/4hJDi09WjI
— ANI_HindiNews (@AHindinews) January 22, 2026
India Census : ગૃહ મંત્રાલયનું નવું નોટિફિકેશન
નવા જાહેરનામા મુજબ, જનગણના અધિકારીઓ પાસે દેશભરના ઘરો અને પરિવારોનો વિસ્તૃત ડેટા એકત્રિત કરવાની કાયદેસરની સત્તા હશે. જેમાં મુખ્યત્વે પરિવારના સભ્યોની સંખ્યા, તેમની જાતિ, શૈક્ષણિક લાયકાત અને ઘરની માળખાગત સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, વીજળી અને શૌચાલયની વિગતો લેવામાં આવશે. આ વખતે ડિજિટલ સાધનોનો વપરાશ અને તેની માલિકીની વિગતો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.
Notification of questionnaire of Phase I of Census of India 2027 - Houselisting & Housing Census has been issued. The questionnaire for Phase II i.e. Population Enumeration will be notified in due course.
भारत की जनगणना 2027 के प्रथम चरण - मकानसूचीकरण और मकानों की गणना हेतु… pic.twitter.com/1BHbxmA8fN
— Census India 2027 (@CensusIndia2027) January 22, 2026
દેશમાં પ્રથમ વખત ડિજિટલ જનગણના
ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સરકાર સંપૂર્ણપણે ડિજિટલ જનગણના (Digital Census) કરવા જઈ રહી છે. આ પ્રક્રિયામાં જનગણના અધિકારીઓ મોબાઈલ એપ અને વેબ પોર્ટલનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે. આ પદ્ધતિથી માહિતી વધુ સચોટ બનશે અને તેનું પ્રોસેસિંગ પણ ઝડપથી થઈ શકશે. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યમાં સરકારી યોજનાઓના વધુ સારા અમલીકરણ માટે કરવામાં આવશે.
પરિવાર અને ઘરનો વિસ્તૃત ડેટા
સરકાર આ જનગણના દ્વારા દેશના દરેક નાગરિકના જીવનધોરણની સચોટ માહિતી મેળવવા માંગે છે. શિક્ષણથી લઈને ડિજિટલ એક્સેસ સુધીની તમામ બાબતો આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ડેટા બેઝ તૈયાર થયા પછી દેશના સામાજિક-આર્થિક માળખાને સમજવામાં મોટી મદદ મળશે.
આ પણ વાંચો: Hindu Holocaust : 150 વર્ષના સૌથી મોટા Hindu Genocide ની વિશ્વને દરકાર નથી !


