ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારત-ચીન હવાઈ સેવા ફરી શરૂ, કોલકાતાથી ગ્વાંગઝૂ માટે ફ્લાઇટ રવાના

ભારત-ચીન વચ્ચે 5 વર્ષ પછી હવાઈ સેવા ફરી શરૂ (India China Direct Flights) ઇન્ડિગોની ફ્લાઇટ કોલકાતાથી ગ્વાંગઝૂ માટે રવાના થઈ પ્રથમ ફ્લાઇટમાં 176 મુસાફરો સવાર હતા PM મોદી-શી જિનપિંગની સહમતિનું આ પ્રથમ ફળ ગણાયું દિલ્હી-ગ્વાંગઝૂ રૂટ 10 નવેમ્બરથી શરૂ...
11:26 AM Oct 27, 2025 IST | Mihirr Solanki
ભારત-ચીન વચ્ચે 5 વર્ષ પછી હવાઈ સેવા ફરી શરૂ (India China Direct Flights) ઇન્ડિગોની ફ્લાઇટ કોલકાતાથી ગ્વાંગઝૂ માટે રવાના થઈ પ્રથમ ફ્લાઇટમાં 176 મુસાફરો સવાર હતા PM મોદી-શી જિનપિંગની સહમતિનું આ પ્રથમ ફળ ગણાયું દિલ્હી-ગ્વાંગઝૂ રૂટ 10 નવેમ્બરથી શરૂ...
India China Direct Flights

India China Direct Flights : અનેક બેઠકો પછી આખરે ભારત અને ચીન (India-China Relations) વચ્ચે સીધી હવાઈ સેવા (Direct Flight Service) ફરી શરૂ થઈ ગઈ છે. છેલ્લા 5 વર્ષથી બંધ પડેલી આ સેવાને ફરી પાંખો ફૂટી છે. ઇન્ડિગો એરલાઇન્સ (IndiGo Airlines)ના વિમાન 6E1703 એ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Kolkata Airport) પરથી ચીનના ગ્વાંગઝૂ (Guangzhou, China) માટે ઉડાન ભરી. આ ફ્લાઇટ રવિવારે રાત્રે 10.07 વાગ્યે ચીન માટે રવાના થઈ હતી અને સોમવારે સવારે 4:05 વાગ્યે ગુઆંગઝોઉ બૈયુન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાનો સમય નિર્ધારિત છે. એરપોર્ટના ડાયરેક્ટરે આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.

વેપાર અને પર્યટનને મળશે પ્રોત્સાહન – Trade Tourism China India

બંને દેશો વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, પર્યટન અને લોકો વચ્ચેના સંપર્કને (Trade and Tourism) સરળ બનાવવાનો છે. ઇન્ડિગો એરલાઇન્સ (IndiGo Flights) કોલકાતા અને ગ્વાંગઝૂ વચ્ચે દરરોજ નોન-સ્ટોપ ફ્લાઇટ (Non-Stop Flight)નું સંચાલન કરશે.

દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો – India China Bilateral Relations

કોવિડ-19 મહામારી અને ત્યારબાદ ડોકલામ વિવાદ (Doklam Dispute) ને કારણે બંને દેશો વચ્ચે હવાઈ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. કોલકાતામાં ચીનના ઉપ મહાવાણિજ્ય દૂત કિન યોંગ (Qin Yong) એ આ ફ્લાઇટની શરૂઆતને ભારત-ચીન સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. કિન યોંગે એરપોર્ટ પર જણાવ્યું હતું કે: "પાંચ વર્ષના સસ્પેન્શન પછી, આ દ્વિપક્ષીય સંબંધો માટે એક ખૂબ મોટો સુધારો છે. અમે લાંબા સમયથી તેની અપેક્ષા રાખી રહ્યા હતા, અને આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ છે."

મોદી-શી જિનપિંગની સહમતિનું પરિણામ – Modi Xi Jinping Agreement

ગઈકાલે રાત્રે રવાના થયેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં 176 મુસાફરો (176 Passengers) સવાર હતા. આ ઉજવણી માટે એરપોર્ટ પર દીપ પ્રાગટ્યનો ઔપચારિક કાર્યક્રમ પણ યોજાયો હતો. ચીની રાજદૂત દ્વારા આ ફ્લાઇટ્સની પુનઃસ્થાપનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ સ્તરીય સહમતિનું પ્રથમ પરિણામ ગણાવવામાં આવ્યું છે. આ નિર્ણય બતાવે છે કે બંને દેશો વેપાર અને વિકાસના ભાગીદાર તરીકે સહકાર વધારવા માંગે છે.

આ પણ વાંચો : ભારતમાં પ્રથમ વખત APAC-AIG વિમાન અકસ્માત તપાસકર્તાઓની આતંરરાષ્ટ્રીય બેઠકનું થશે આયોજન

Tags :
Air Connectivitybilateral relationsChina tradeDirect FlightIndia China FlightsIndigoKolkata to Guangzhoupm moditourismXi Jinping
Next Article