India Crude Oil Stock: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જશે? જાણો શું છે સરકારનો 'પ્લાન-B'.
મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે હવે ભારતની ઉર્જા સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. દુનિયાનો સૌથી મહત્વનો તેલ માર્ગ ઈરાને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં હાહાકાર મચી ગયો છે. ભારત પાસે હાલમાં મર્યાદિત દિવસોનો જ તેલ પુરવઠો છે, ત્યારે સવાલ એ છે કે શું આગામી દિવસોમાં ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચશે કે સરકાર કોઈ રસ્તો કાઢશે?
Advertisement
- India Crude Oil Stock : હોર્મુઝ રૂટ બંધ થતા ભારતની કસોટી!
- દેશ પાસે માત્ર 25 દિવસનો તેલ સ્ટોક ઉપલબ્ધ
- ઈરાનની IRGC એ જહાજો સળગાવી દેવાની આપી ધમકી
- પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે પણ ગેસ થશે મોંઘો
- મંત્રાલયે નવા દેશો પાસે તેલ મંગાવવાની કવાયત કરી તેજ
India Crude Oil Stock: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતની ઉર્જા જરૂરિયાતો પર પડવાની શરૂ થઈ ગઈ છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને બંધ કરી દીધી છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ જહાજ અહીંથી પસાર થવાનો પ્રયાસ કરશે, તો તેને આગને હવાલે કરી દેવામાં આવશે.

