Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Declares Terrorist: ભારતની આતંક વિરોધી મોટી કાર્યવાહી, 23 આતંકીને સત્તાવાર જાહેર કર્યા ‘આતંકવાદી’

ભારતની સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સતત સક્રિય છે. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા 23 આતંકવાદીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેઓ ડ્રોન દ્વારા હથિયારો મોકલવા અને સોશિયલ મીડિયા દ્વારા આતંકી ભરતી કરવામાં સામેલ હતા. નાગરોટા અને સુજવાન જેવા હુમલાઓના માસ્ટરમાઇન્ડ ગણાતા આ આતંકીઓને આતંકવાદી જાહેર કર્યા છે. હવે ભારત તેમની વિરુદ્ધ વૈશ્વિક સ્તરે અને કાયદાકીય રીતે વધુ મજબૂતીથી કાર્યવાહી કરી શકશે.
india declares terrorist  ભારતની આતંક વિરોધી મોટી કાર્યવાહી  23 આતંકીને સત્તાવાર જાહેર કર્યા ‘આતંકવાદી’
Advertisement

India Declares Terrorist: ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ મોટું અભિયાન છેડતા પાકિસ્તાન સ્થિત 23 આતંકીઓને UAPA કાયદા હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સાથે સંકળાયેલા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી, હથિયારોની સપ્લાય, ડ્રોન દ્વારા મદદ અને યુવાનોના કટ્ટરપંથીકરણમાં સક્રિય હતા. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય તેમની આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર રોક લગાવીને તેમના નેટવર્કને સંપૂર્ણપણે તોડી નાખવાનો છે.

Tags :
Advertisement

.

×