India-Egypt: ભારતીય વાયુ સેનાના Rafales ની ગુંજ Great Pyramids સુધી સંભળાય
India-Egypt: તાજેતરમાં Indian Air Force ના Rafales ઈજિપ્તમાં આવેલા Great Pyramids ની ઉપર Egyptian Rafales ની સાથે અભ્યાસ કરતા જોવા મળ્યા હતાં. ત્યારે હાલ, Indian Air Force એ Egypt માં યુદ્ધ અભ્યાસ માટે હાજર છે. તેથી આજરોજ બપોરના સમયે Indian Air Force અને Egyptian Rafales એ સંયુક્ત રીતે Great Pyramids ની આસપાસ અભ્યાસ કર્યો હતો.
ભારત અને Egypt વચ્ચે ચૌથી વખત યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો
સંરક્ષણ અને આર્થિક સંબંધો વધુ મજબૂત કરવામાં આવશે
સંયુક્ત ઘોષણા 18 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવી
તે ઉપરાંત ભારત અને Egypt વચ્ચે ચૌથી વખત યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ અભ્યાસનો સમયગાળો 21 થી 26 જૂન સુધીનો રાખવામાં આવ્યો હતો. તો આ યુદ્ધ અભ્યાસમાં Rafales સહિત C-17 અને I-78 નો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો આ સફળ યુદ્ધ અભ્યાસને કારણે ભારત અને Egypt સંરક્ષણ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત થશે. તો Egypt માં હાજર ભારતીય રાજદૂત અજીત ગુપ્તાએ અભ્યાસ દરમિયાન Indian Air Force ને મળ્યા હતાં. તો આ અંગે Egypt ના વિદેશ મંત્રાલય દ્વારા પણ આ અભ્યાસની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવી છે.
સંરક્ષણ અને આર્થિક સંબંધો વધુ મજબૂત કરવામાં આવશે
While at Egypt the Indian Rafales soared high and flew over the Great Pyramids in formation with the Egyptian Rafales.
Indian ambassador to Egypt Mr Ajit Gupte met the team and extended his best wishes. pic.twitter.com/rU2A7ALwqz— Indian Air Force (@IAF_MCC) June 27, 2024
જોકે ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની કમાન 3 વાર સંભાળતાની સાથે Egypt ના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી હતી. તે ઉપરાંત ભારત અને Egypt વચ્ચે આવનારા દિવસોમાં સંરક્ષણ અને આર્થિક સંબંધો વધુ મજબૂત કરવામાં આવશે. તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના આ વલણને સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી પ્રતિસાદ આપ્તો હતો.
સંયુક્ત ઘોષણા 18 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવી
ભારત અને ઇજિપ્ત દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશના સંબંધોમાં ગાઢ રાજકીય સમજણ ધરાવે છે.તો બંને દેશમાં રાજદૂત સ્તરે રાજદ્વારી સંબંધોની સ્થાપના સંબંધિત સંયુક્ત ઘોષણા 18 ઓગસ્ટ 1947 ના રોજ કરવામાં આવી હતી. ભારત અને ઇજિપ્તે 2022 માં રાજદ્વારી સંબંધોની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી.
આ પણ વાંચો: DRDO એ નેવીને આપી સૌથી ખતરનાક ટેક્નોલોજી! દુશ્મનના રડારને મ્હાત આપીને કરશે હુમલો…