Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'Mother of All Trade Deals India' પહેલાં ભારતનું વધ્યું કદ, ઉર્સુલા વોન ડેર લેયેને ભારતની પ્રગતિને વૈશ્વિક અનિવાર્યતા કેમ ગણાવી!

77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનની હાજરીમાં ભારત અને યુરોપ વચ્ચે એક એવી ડીલ આકાર લઈ રહી છે જેને અર્થશાસ્ત્રીઓ ''મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ'' કહી રહ્યા છે. આ ઐતિહાસિક સમજૂતી માત્ર આયાતી કારના ભાવ જ નહીં, પરંતુ વૈશ્વિક જીડીપીના 25 ટકા હિસ્સા પર સીધી અસર કરશે. વડાપ્રધાન મોદી અને યુરોપિયન પ્રતિનિધિઓ વચ્ચેની આ ગુપ્ત રણનીતિ ભારતને વિશ્વનું આર્થિક કેન્દ્ર બનાવવા જઈ રહી છે.
 mother of all trade deals india  પહેલાં ભારતનું વધ્યું કદ  ઉર્સુલા વોન ડેર લેયેને ભારતની પ્રગતિને વૈશ્વિક અનિવાર્યતા કેમ ગણાવી
Advertisement
  • EUના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને ભારતને વૈશ્વિક સ્થિરતાનો પાયો ગણાવ્યો (Mother of All Trade Deals India)
  • વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર લાગી શકે છે મહોર
  • ભારત અને EU વચ્ચેનો આ કરાર વિશ્વના 2 અબજ લોકો માટે કોમન માર્કેટ ઉભું કરશે

ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ (77th Republic Day) ના પાવન પર્વે ભારત અને યુરોપિયન યુનિયન (European Union) વચ્ચેના સંબંધોમાં એક નવો સૂર્યોદય થયો છે. આ વર્ષના મુખ્ય મહેમાન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) એ ભારતની પ્રગતિને વિશ્વની સ્થિરતા માટે અનિવાર્ય ગણાવી છે.

Mother of All Trade Deals India : ભારત વિશ્વની સ્થિરતાનો મજબૂત આધારસ્તંભ

ત્રણ દિવસની ભારત મુલાકાતે આવેલા ઉર્સુલા વોન ડેર લેયેને નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હાજરી આપી હતી. તેમની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લાગણીશીલ પોસ્ટ કરતા જણાવ્યું કે, ભારતની સફળતાથી સમગ્ર વિશ્વ વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનશે. આ સન્માનને તેમણે પોતાના જીવનનું સૌથી મોટું બહુમાન ગણાવ્યું હતું.

Advertisement

Advertisement

ભારત-EU વચ્ચે 'મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ'

મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે યોજાનારી સમિટમાં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) ની જાહેરાત થવાની પ્રબળ શક્યતા છે. આ કરારને 'બધા વેપાર સોદાઓની માતા' (Mother of All Trade Deals) તરીકે ઓળખવામાં આવે છે. આ સમજૂતી બાદ 2 અબજ લોકોનું એક કોમન માર્કેટ તૈયાર થશે, જે વૈશ્વિક જીડીપી (Global GDP) માં 25% હિસ્સો ધરાવે છે.

ઓટો ઉદ્યોગ માટે મોટા સમાચાર

આ કરાર અંતર્ગત ભારત યુરોપિયન દેશોમાંથી આયાત થતી કાર પરની ડ્યુટીમાં મોટો ઘટાડો કરી શકે છે. હાલમાં કાર પર લાગતી 110 ટકા જેટલી ઊંચી ડ્યુટી ઘટીને 40 ટકા થઈ શકે છે. આ નિર્ણયથી જર્મન કાર ઉત્પાદકો જેમ કે મર્સિડીઝ-બેન્ઝ (Mercedes-Benz), BMW અને ફોક્સવેગન (Volkswagen) માટે ભારતના દ્વાર વધુ પહોળા થશે. ખાસ કરીને 15,000 યુરોથી વધુ કિંમતની લક્ઝરી કારના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.

2007થી ચાલી રહેલી લાંબી રાહનો અંત

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર મંત્રણાની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, જે કેટલાક મતભેદોને કારણે 2013માં અટકી પડી હતી. જોકે, વર્ષ 2022માં ફરી વાટાઘાટો શરૂ થઈ અને હવે તે નિર્ણાયક વળાંક પર છે. વર્ષ 2023-24માં બંને વચ્ચેનો વેપાર 135 અબજ ડોલર (US$135 Billion) સુધી પહોંચ્યો છે, જે યુરોપને ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બનાવે છે.

આ પણ વાંચો :   India-EU Trade Deal: ટેરિફમાં 70 % સુધીનો થશે ઘટાડો ! Volkswagen-BMW જેવી ગાડી થશે સસ્તી

Tags :
Advertisement

.

×