Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India-EU Trade Deal: ટેરિફમાં 70 % સુધીનો થશે ઘટાડો ! Volkswagen-BMW જેવી ગાડી થશે સસ્તી

India-EU Trade Deal: EU અને ભારત વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરારની વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કાર પરના ટેરિફને 110% થી ઘટાડીને 40% કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે અત્યાર સુધીની સૌથી મોટી પહેલ માનવામાં આવે છે. કારણ કે બંને પક્ષો દ્વારા મંગળવારે આ ડીલની પર ચર્ચા કરવામાં આવશે
india eu trade deal  ટેરિફમાં 70   સુધીનો થશે ઘટાડો   volkswagen bmw જેવી ગાડી થશે સસ્તી
Advertisement
  • India-EU Trade Deal: ટેરિફમાં 70 % સુધીનો થશે ઘટાડો
  • ભારત અને યુરોપની ડિલ બાદ લકઝરી કાર થશે સસ્તી
  • ઇવીને આયાત ડ્યુટી ઘટાડામાંથી મુક્તિ આપવામાં આવશે

India-EU Trade Deal: EU અને ભારત વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરારની વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કાર પરના ટેરિફને 110% થી ઘટાડીને 40% કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે અત્યાર સુધીની સૌથી મોટી પહેલ માનવામાં આવે છે. કારણ કે બંને પક્ષો દ્વારા મંગળવારે આ ડીલની પર ચર્ચા કરવામાં આવશે.

સૂત્રોએ રોઈટર્સને જણાવ્યું હતું કે સરકાર આ યોજના હેઠળ EU ના 27 દેશોમાંથી પસંદ કરેલા વાહનો પર તાત્કાલિક કર ઘટાડવા સંમત થઈ છે. નોંધનીય છે કે આ ઘટાડો 15000 યુરોથી વધુ આયાત કિંમત ધરાવતા વાહનો પર લાગુ થશે. આ સરકારી નિર્ણય યુરોપિયન કાર ઉત્પાદકોને ભઆરતમાં પ્રવેશવાની વધુ સારી તક પૂરી પાડશે.

Advertisement

India-EU Trade Deal:  આ કંપનીઓ માટે મોટી રાહત

સૂત્રોના જણાવ્યા અનુસાર 40 % દર કાયમી નથી. સમય જતા તે ધીમે ધીમે 10 % સુધી ઘટાડવામાં આવી શકે છે. આનો અર્થ એ થાય છે કે સરકાર ભવિષ્યમાં યુરોપિયન કંપનીઓ માટે ભારતના દરવાજા ધીમે ધીમે ખોલવાનો ઈરાદો ધરાવે છે. ભારત સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી યુરોપિયન ઓટોમોબાઈલ કંપનીઓ માટે ભારતીય બજારમાં પ્રવેશ સરળ બનશે. વર્તમાન સમયમાં ઊંચા દરં કંપનીઓ માટે માથાનો દુખાવો રહ્યાં છે, પરંતુ સરકારનો નિર્ણય કંપીઓને રાહત આપી શકે છે.

Advertisement

ઇવીને આયાત ડ્યુટી ઘટાડામાંથી મુક્તિ આપવામાં આવશે

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહિન્દ્રા અને મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓ દ્વારા આ નવા ક્ષેત્રમાં કરવામાં આવેલા રોકાણોને સુરક્ષિત રાખવા માટે, બેટરી ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પાંચ વર્ષ માટે આયાત ડ્યુટી ઘટાડામાંથી મુક્તિ આપવામાં આવશે. પાંચ વર્ષ પછી, સમાન ડ્યુટી ઘટાડા ઇવી પર પણ લાગુ થશે.

આ પણ વાંચો : 77th Republic Day : કર્તવ્ય પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, જાણો આ વખતે શું છે ખાસ

Tags :
Advertisement

.

×