Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શાંઘાઈથી રોબોટિક સર્જરી કરીને રચ્યો ઇતિહાસ , જાણો શું છે આ નવી ટેકનોલોજી?

તબીબી વિજ્ઞાનમાં ચમત્કાર સર્જતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભારતની પ્રથમ 'ક્રોસ-બોર્ડર' રિમોટ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. શાંઘાઈમાં બેઠેલા ડૉ. ટી.બી. યુવરાજાએ 5,000 કિમી દૂરથી 'ટૌમાઈ' રોબોટિક સિસ્ટમ દ્વારા મુંબઈના દર્દીઓ પર જટિલ ઓપરેશન કર્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે ભારતે ટેલિ-સર્જરીના નવા યુગમાં પ્રવેશ કર્યો છે, જે દર્શાવે છે કે ભવિષ્યમાં નિષ્ણાત સારવાર માટે ભૌગોલિક અંતર હવે કોઈ અવરોધ નહીં બને.
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શાંઘાઈથી રોબોટિક સર્જરી કરીને રચ્યો ઇતિહાસ   જાણો શું છે આ નવી ટેકનોલોજી
Advertisement
  • ભારત દેશમાં પ્રથમ રિમોટ રોબોટિક સર્જરી કરાઇ (First Remote Robotic Surgery India )
  • ભારતના ઇતિહાસમાં પહેલી રિમોટ રોબોટિક સર્જરી કરાઇ
  • ચીનમાં બેસીને ડૉકટરે મુંબઇમાં કરી સર્જરી

તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે એક એવો ચમત્કાર કરી બતાવ્યો છે જેની કલ્પના પણ મુશ્કેલ હતી. ચીનના શાંઘાઈમાં બેઠેલા સર્જને મુંબઈમાં દાખલ દર્દી પર 5,000 કિલોમીટર દૂરથી સફળતાપૂર્વક રિમોટ રોબોટિક સર્જરી કરી છે. ભારતની આ પ્રથમ 'ક્રોસ-બોર્ડર' ટેલિ-સર્જરી છે.

First Remote Robotic Surgery India : કેવી રીતે થઇ આ સર્જરી ?

કેવી રીતે થયું આ અશક્ય ઓપરેશન? શાંઘાઈમાં બેઠેલા જાણીતા યુરો-ઓન્કોલોજી સર્જન ડૉ. ટી.બી. યુવરાજા એ 'ટૌમાઈ' (Toumai) રિમોટ રોબોટિક સર્જરી સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. CDSCO ની મંજૂરી બાદ કરવામાં આવેલી આ સર્જરીમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ દ્વારા રોબોટિક હાથોને શાંઘાઈથી કંટ્રોલ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં બે દર્દીઓ પર પ્રોસ્ટેટ કેન્સર અને કિડનીની જટિલ સર્જરીઓ સેકન્ડના પણ ઓછા ભાગના વિલંબ (Latency) વગર પૂરી કરવામાં આવી હતી.

Advertisement

 મેડિકલ ક્ષેત્રે મોટી ક્રાંતિ

મેડિકલ ક્ષેત્રે ક્રાંતિની શરૂઆત હોસ્પિટલના CEO ડૉ. સંતોષ શેટ્ટીએ આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવતા કહ્યું કે, "આ સફળતાએ સાબિત કર્યું છે કે ભવિષ્યમાં અંતર હવે સારવારમાં બાધા નહીં બને." આ ટેકનોલોજીથી હવે દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા નિષ્ણાત ડોક્ટરો ભારતના અંતરિયાળ ગામડાઓમાં પણ ઓપરેશન કરી શકશે.

Advertisement

આ પણ વાંચો: DRDOનો કમાલ: એક જ લોન્ચરથી 2 પ્રલય મિસાઈલોનું સફળ ટેસ્ટિંગ

Tags :
Advertisement

.

×