Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"ભારત દબાણમાં નથી", Mohan Bhagwat એ સંકેતોમાં ટ્રમ્પને સલાહ આપતા જાણો શું કહ્યું?

RSS પ્રમુખ મોહન ભાગવતે છત્રપતિ સંભાજીનગરમાં જણાવ્યું કે ભારત હવે કોઈ પણ દેશના દબાણમાં નથી. અમેરિકાના ટેરિફ વિવાદો વચ્ચે તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે આત્મનિર્ભરતાનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે હિન્દુ સમાજને એકજૂટ થવા હાકલ કરી અને કહ્યું કે ભારતનું લક્ષ્ય માત્ર સુપર પાવર બનવાનું જ નહીં, પરંતુ 'વિશ્વગુરુ' બનીને વિશ્વનું કલ્યાણ કરવાનું છે
 ભારત દબાણમાં નથી   mohan bhagwat એ સંકેતોમાં ટ્રમ્પને સલાહ આપતા જાણો શું કહ્યું
Advertisement

. ભારતમાં કંઈપણ થશે હિંદુઓને સવાલ કરાશે: RSS Chief
. આજનો યુવા સ્વાભાવિકપણે દેશભક્ત છે : Mohan Bhagwat
. આપણે માત્ર સુપર પાવર જ નહીં, વિશ્વગુરુ પણ બનવું છે: ભાગવત

RSS Chief Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક સંબોધનમાં કહ્યુ છે કે ભારત ઈન્ટરનેશનલ ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ કોઈપણ દેશના દબાણમાં નથી. ચાહે કોઈ દેશ ટેરિફ લગાવે અથવા દબાણ બનાવે, ભારતે આત્મનિર્ભર બનવાનો માર્ગ પસંદ કરી લીધો છે અને તેના પર ચાલવું જોઈએ.

Advertisement

Advertisement

"ભારતમાં કંઈપણ થશે, હિંદુઓને જ સવાલ કરાશે"

RSS Chief મોહન ભાગવતે કહ્યુ કે ભારતની સાથે કંઈપણ સારું અથવા ખરાબ થાય છે, તો તેના માટે હિંદુઓને સવાલ કરવામાં આવશે. ભારત માત્ર એક ભૌગોલિક ક્ષેત્ર નથી, પણ એક વિચાર, સંસ્કૃતિ અને ચરિત્રનું નામ છે.

તેની સાથે તેમણે કહ્યુ કે વિદેશ જઈને અભ્યાસ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ અસલી ઉદેશ્ય તે જ્ઞાનને ભારત માટે વાપરવાનો હોવો જોઈએ. આજનો યુવા સ્વાભાવિકપણે દેશભક્ત છે અને રાષ્ટ્રવાદની ઊંડી ભાવના સમાજ અને દેશની વધુ સેવામાં બદલાશે.

આ પણ વાંચો: સંઘને ભાજપની દ્રષ્ટિએ સમજવો બહુ મોટી ભૂલ હશે: RSSના સરસંઘચાલક મોહન ભાગવત

"એકજૂટ સમાજ લક્ષ્ય"

યુવાઓને સક્રિયપણે ભાગ લેવા માટે હાકલ કરતા તેમણે કહ્યુ કે 100 વર્ષો સુધી, ઘણાં લોકોએ સંઘની સાથે મળીને એ પાક્કું કર્યું કે જ્ઞાન અને સ્કિલ્સનો ઉપોયગ દેશના હિતમાં થાય. સંઘ કોઈપણની વિરુદ્ધ નથી. તેનો એકમાત્ર ઉદેશ્ય એક મજબૂત અને એકજૂટ સમાજ બનાવવાનો છે.

"વિશ્વગુરુ પણ બનવું છે"

ભાગવતે કહ્યુ હતુ કે આપણે માત્ર સુપર પાવર જ નહીં, વિશ્વગુરુ પણ બનવું છે. તેના માટે ભાગવતે હિંદુઓને અપીલ કરી છે કે તેઓ ભારતને વિશ્વ કલ્યાણ માટે વિશ્વગુરુ બનવાની દિશામાં કામ કરે. તેમણે કહ્યુ છે કે સનાતન ધર્મની ઉપર ઉઠવાનો સમય આવી ગયો છે. જે પ્રક્રિયા 100 વર્ષ પહેલા શરૂ થઈ હતી, તે હવે વધુ ઝડપથી આગળ વધારવાની સૌની જવાબદારી છે.

આ પણ વાંચો: ભારત એક હિંદુ રાષ્ટ્ર છે, બંધારણીય પ્રમાણની જરૂરત નથી: RSS ચીફ મોહન ભાગવત

Tags :
Advertisement

.

×