Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor ની વરસી પર ભારતનો ધડાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી!

Agni IV Missile Test: ભારતે બંગાળની ખાડીમાં 3,550 કિમીના વિસ્તાર માટે 'નોટામ' (NOTAM) જારી કરીને હલચલ મચાવી છે. આ એલર્ટ ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી પર જાહેર કરાયું છે, જે પાકિસ્તાન પરના વળતા પ્રહારની યાદ અપાવે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ભારત આ ગાળામાં 4,000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-IV મિસાઈલનું પરીક્ષણ કરી પોતાની સૈન્ય તાકાતનો મજબૂત વૈશ્વિક સંદેશ આપી રહ્યું છે.
operation sindoor ની વરસી પર ભારતનો ધડાકો  અગ્નિ iv મિસાઈલના ટેસ્ટની તૈયારી
Advertisement

. ઓપરેશન સિંદૂરની વરસી (6-7 મે) દરમિયાન આ પરીક્ષણ ભારતની આક્રમક સંરક્ષણ નીતિ અને સજ્જતા દર્શાવે છે
. 3,500 થી 4,000 કિમીની રેન્જ ધરાવતી આ બેલેસ્ટિક મિસાઈલ 1,000 કિલો સુધીના વોરહેડ લઈ જવા સક્ષમ છે
. બંગાળની ખાડીમાં 3,550 કિમીનો લાંબો કોરિડોર ફ્લાઈટ્સ માટે બંધ કરી તેને 'ડેન્જર ઝોન' જાહેર કરવામાં આવ્યો છે

Agni IV Missile Test: ભારતે બંગાળની ખાડી (Bay of Bengal) ના ઘણાં વિસ્તારોમાં લાંબા સમય માટે નોટામ (Notice to Airmen - NOTAM) જાહેર કરી રાખ્યું છે. સંભાવના છે કે ઈન્ટરમીડિયેટ રેન્ડ બેલેસ્ટિક મિસાઈલ (Intermediate-Range Ballistic Missile - IRBM) પરીક્ષણ માટે તેને જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર નોટામ જાહેર કરવાનો ગૂઢાર્થ રણનીતિક દ્રષ્ટિએ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે.

Advertisement

ભારતે બંગાળની ખાડીમાં ઘણી મોટી રેન્જ માટે નોટિસ ટૂ એરમેન ( (Notice to Airmen) અથવા નોટામ (NOTAM) જાહેર કર્યું છે. આ નોટામથી બંગાળની ખાડીમાં લગભગ 3550 કિલોમીટર કોરિડોરમાં એલર્ટ જાહેર છે. મતલબ નોટિસની સમયસીમા સુધી આ ક્ષેત્ર ખતરનાક ઝોન ઘોષિત રહેશે.

Advertisement

રિપોર્ટ મુજબ, આ નોટામ પહલગામ આતંકી હુમલા (Pahalgam terror attack) ની વરસીના તુરંત બાદ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની વર્ષગાંઠ વચ્ચે જાહેર કરવામાં આવ્યું છે. મતલબ, બંગાળની ખાડીમાં ચેતવણીની આ સમયસીમા 25 એપ્રિલ, 2026થી લઈને 6 મે, 2026 વચ્ચેની છે. 2025માં 6 અને 7મી મેની મધરાતે ભારતે પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા.

AGNI-IV ના પરીક્ષણ માટે પસંદ કરવામાં આવેલા સમયનો અર્થ

સંરક્ષણ સૂત્રોને ટાંકીને એક મીડિયા જૂથે રિપોર્ટ આપ્યો છે કે જેટલા વિસ્તારને ડેન્ઝર ઝોનમાં રાખવામાં આવ્યો છે, તેના પરથી લાગે છે કે આ નોટામ AGNI-IV ના પરીક્ષણ માટે છે.
પરંતુ સૌથી મોટી વાત આ પરીક્ષણ માટે પસંદ કરાયેલો સમય છે. પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ આ પ્રકારના પરીક્ષણને ખુદ એક મોટો આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સંદેશ માનવામાં આવે છે.

આ પણ વાંચો :  Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

AGNI-IV મિસાઈલ

AGNI-IV મિસાઈલ ટુ સ્ટેજ વાળી મિસાઈલ છે, જેને ડીઆરડીઓએ બનાવી છે.

આ એક ઈન્ટરમીડિયેટ રેન્ડ બેલેસ્ટિક મિસાઈલ છે.

તેમાં ઘન ઈંધણનો ઉપયોગ થાય છે અને તે 1000 કિલોગ્રામ સુધીના વૉરહેડ લઈ જવા માટે સક્ષમ છે.

અગ્નિ-4 મિસાઈલની મારક રેન્જ 3500 થી 4000 કિલોમીટરની છે.

20 મીટર લાંબી અગ્નિ-4 મિસાઈલમાં સારી ચોક્સાઈ માટે એવિયોનિક્સનો ઉપયોગ કરાયો છે.

તેની સર્કુલર એરરની આશંકા 100 મીટરથી પણ ઓછી છે. જેનાથી તેની સટીકતાનું અનુમાન લગાવી શકાય છે.

અગ્નિ-4 મિસાઈલને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે કે સડક માર્ગથી પણ તેને ઘણી જલ્દીથી કોઈપણ ઠેકાણે તેનાત કરી શકાય છે.

આ પણ વાંચો : શું China ભારતની ફેક્ટરીઓને તાળાં લગાવી શકે? જાણો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું ખતરનાક સત્ય!

નોટિસ ટૂ એરમેન ક્યારે જાહેર કરવામાં આવે છે?

નોટિસ ટૂ એરમેન અથવા નોટામ ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે કોઈ ખાસ એરસ્પેસને સિવિલિયન એરક્રાફ્ટના આવાગમન માટે રોકવાનો હોય.

સામાન્ય રીતે નોટામ કોઈ પરીક્ષણ માટે અથવા તો યુદ્ધાભ્યાસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.

પરંતુ જ્યારે કોઈ કારણે બે અથવા વધારે દેશો વચ્ચે તણાવ હોય અથવા યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે પણ એરસ્પેસને બંધ કરવામાં આવે છે.

ભારત અને પાકિસ્તાન બંનેએ પોતપોતાના એરસ્પેસ એક વર્ષથી બંધ કર્યા છે.

આ પ્રકારે પશ્ચિમ એશિયામાંચાલી રહેલા સંકટ વચ્ચે પણ ખાડીના ઘણાં દેશોએ એરસ્પેસમાં ઉડાણોને મર્યાદીત મંજૂરી આપી છે.

જ્યારે નોટામ જાહેર કરવામાં આવે છે, તો પ્રવાસી વિમાનોને તે ક્ષેત્રમાં ઘૂસવાની મંજૂરી હોતી નથી.

તેનાથી સૈન્ય વિમાનો, મિસાઈલ અથવા ડ્રોનને કોઈપણ જોખમ વગર પોતાના મિશનને અંજામ આપવામાં મદદ મળે છે.

કુલ મળીને આ એક સંરક્ષણાત્મક પગલું છે.

આ પણ વાંચો : Narrative Terrorism: કાશ્મીરમાં આતંકવાદ હવે Ecosystem Warfare માં ફેરવાઈ રહ્યો છે!

Tags :
Advertisement

.

×