India-Netherlands વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારી: જાણો PM Modi ની મુલાકાતથી દેશને શું મળ્યું?
- India-Netherlands Strategic Partnership : પીએમ મોદી અને રોબ જેટેનની મુલાકાત
- ડિફેન્સ, સેમિકન્ડક્ટર અને AI સહિતના ક્ષેત્રોમાં બંને દેશો મિલાવશે હાથ
- પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને તેલ પુરવઠા પર પીએમએ વ્યક્ત કરી ચિંતા
- દેશની તિજોરી બચાવવા પીએમ મોદીની જનતાને 3 ક્રાંતિકારી અપીલ
- સોનું ન ખરીદવા અને વિદેશી મુદ્રા બચાવવા પીએમનો હુંકાર
India-Netherlands Strategic Partnership : વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ માહોલ વચ્ચે ભારત અને નેધરલેન્ડે તેમના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી' [Strategic Partnership] ના સ્તર પર લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમના પાંચ દેશોના પ્રવાસના ભાગરૂપે નેધરલેન્ડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમના સમકક્ષ રોબ જેટેન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ભારત-નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી ( India-Netherlands Strategic Partnership ) અંતર્ગત સંરક્ષણ, સેમિકન્ડક્ટર, સ્પેસ, એઆઈ (AI) અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ 17 સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
— Randhir Jaiswal (@MEAIndia) May 16, 2026
India-Netherlands Strategic Partnership : સંરક્ષણ અને ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ
બંને નેતાઓએ વેપાર, રોકાણ અને સંરક્ષણ સુરક્ષામાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. પીએમ મોદી અને રોબ જેટેને 'ગ્રીન હાઇડ્રોજનના વિકાસ' [Green Hydrogen Development] પર પણ ભાર મૂક્યો હતો. સૌથી મહત્વની બાબત એ રહી કે બંને દેશોએ સંરક્ષણ ઉપકરણો અને સિસ્ટમોના સંયુક્ત ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર [Technology Transfer] અને સંયુક્ત સાહસો સ્થાપવા પર સંમતિ દર્શાવી છે. નેધરલેન્ડ ભારત માટે યુરોપનું પ્રવેશદ્વાર છે, જેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2024-25 માં 27.8 અબજ ડોલર સુધી પહોંચ્યો છે.
— Randhir Jaiswal (@MEAIndia) May 16, 2026
વૈશ્વિક સુરક્ષા અને હોર્મુઝ સ્ટ્રેટ પર ચિંતા
એક સંયુક્ત નિવેદન અનુસાર, પીએમ મોદી અને રોબ જેટેને હોર્મુઝ સ્ટ્રેટ [Strait of Hormuz] માંથી મુક્ત નૌકાવિહાર અને વૈશ્વિક વાણિજ્યિક જહાજોના અવરોધ વિનાના આવાગમન માટે આહવાન કર્યું હતું. તેઓએ કોઈપણ પ્રકારના પ્રતિબંધાત્મક પગલાંનો વિરોધ કર્યો હતો. પશ્ચિમ એશિયાની સ્થિતિ અને યુક્રેન સંકટ પર પણ બંને નેતાઓએ ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. સેમિકન્ડક્ટર [Semiconductor], સ્વાસ્થ્ય, કૃષિ અને જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં થયેલા આ કરારોથી ભારતની લાંબાગાળાની આર્થિક અને વ્યૂહાત્મક સુરક્ષા મજબૂત થશે.
આ પણ વાંચો : Netherland માં PM મોદીની ગંભીર ચેતવણી : જો સ્થિતિ નહીં સુધરે તો..........


