Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA કરાર પર થયા હસ્તાક્ષર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ઘડી આવી ગઈ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં એક એવા કરાર પર હસ્તાક્ષર થયા છે જે માત્ર વેપાર જ નહીં, પરંતુ ભારતીય યુવાનોના વિદેશ જવાના સપનાને પણ નવી પાંખો આપશે. $20 બિલિયનનું રોકાણ અને હજારો નોકરીઓની તક વચ્ચે આ ડીલ ભારતના કયા ઉદ્યોગોના નસીબ પલટી નાખશે તે જાણવું ખૂબ જરૂરી છે.
ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક fta કરાર પર થયા હસ્તાક્ષર
Advertisement
  • ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર અંતે વાગ્યો સિક્કો (India New Zealand FTA)
  • 5,000 ભારતીય પ્રોફેશ્નલ્સને મળશે 3 વર્ષના વર્ક વિઝાની ખાસ તક
  • ભારતમાં આવશે $20 બિલિયનનું માતબર રોકાણ, અર્થતંત્રને મળશે વેગ
  • ચામડા અને કાપડ ઉદ્યોગને ન્યુઝીલેન્ડમાં મળશે ડ્યુટી-ફ્રી એન્ટ્રી

ભારત અને ન્યુઝીલેન્ડ (India-New Zealand) વચ્ચે આર્થિક સંબંધોના એક નવા યુગની શરૂઆત થઈ છે. સોમવારે બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (Free Trade Agreement - FTA) પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) અને ન્યુઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલે (Todd McClay) ની ઉપસ્થિતિમાં આ સમજૂતી પર મહોર મારવામાં આવી હતી.

India New Zealand FTA: વેપારના અવરોધો દૂર થશે

આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને આગામી વર્ષોમાં બમણો કરવાનો છે. હાલમાં બંને દેશો વચ્ચેનો વેપાર આશરે $2.4 બિલિયન (USD 2.4 Billion) છે, જેને નવી ઊંચાઈએ લઈ જવાનું લક્ષ્ય છે. આ કરાર હેઠળ ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડના બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ (Duty-free Access) મળશે. સાથે જ, ન્યુઝીલેન્ડે આગામી 15 વર્ષમાં ભારતમાં $20 બિલિયનના રોકાણની ખાતરી આપી છે.

Advertisement

Advertisement

ચામડા અને ટેક્સટાઈલ ઉદ્યોગને બૂસ્ટર ડોઝ

હસ્તાક્ષર પહેલા પીયૂષ ગોયલે આગ્રામાં જણાવ્યું હતું કે, આ કરારથી ખાસ કરીને ચામડાના નિકાસકારો (Leather Exporters) માટે મોટી તકો ઊભી થશે. ભારતથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવતા માલ પર હવે કોઈ આયાત ડ્યુટી (Import Duty) લાગશે નહીં. આનાથી આગ્રા અને કાનપુર જેવા ચામડા ઉદ્યોગના કેન્દ્રોને સીધો ફાયદો થશે. તે ઉપરાંત કાપડ, પ્લાસ્ટિક અને એન્જિનિયરિંગ ક્ષેત્રના શ્રમલક્ષી ઉદ્યોગો માટે પણ વિદેશી બજારના દ્વાર ખુલશે.

5,000 ભારતીયોને ન્યુઝીલેન્ડમાં નોકરીની તક

માત્ર વસ્તુઓ જ નહીં, પણ સેવા ક્ષેત્રમાં પણ મોટી રાહત મળી છે. આ કરાર હેઠળ ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ એન્ટ્રી વિઝા (Temporary Employment Entry Visa) દ્વારા દર વર્ષે 5,000 જેટલા કુશળ ભારતીય પ્રોફેશનલ્સ ન્યુઝીલેન્ડ જઈ શકશે. તેઓ એક સમયે 3 વર્ષ સુધી ત્યાં રહીને કામ કરી શકશે. આઇટી (IT), શિક્ષણ, નાણાકીય સેવાઓ અને પ્રવાસન ક્ષેત્રના નિષ્ણાતો માટે આ સુવર્ણ તક છે.

કૃષિ અને વાઈન સેક્ટરમાં પણ છૂટછાટ

ન્યુઝીલેન્ડથી આયાત થતી વાઈન પરની ડ્યુટી આગામી 10 વર્ષમાં ધીમે-ધીમે ઘટાડવામાં આવશે. સામે પક્ષે, ભારતે સફરજન, કીવી ફળ અને મનુકા મધ (Manuka Honey) જેવા કૃષિ ઉત્પાદનો પર ટેરિફમાં રાહત આપી છે. કરારમાં કુલ 20 પ્રકરણો છે, જે વિવાદ નિરાકરણથી લઈને કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવવા સુધીની બાબતો આવરી લે છે.

આ પણ વાંચો:  India New Zealand FTA : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર થશે!

Tags :
Advertisement

.

×