India-US Trade Deal: ટેરિફ મામલે NSA અજિત ડોભાલે અમેરિકી વિદેશ મંત્રીને સાફ શબ્દોમાં આપ્યો હતો ખાસ સંદેશ
સુપરપાવર અમેરિકા સામે ભારત કેવી રીતે પોતાની શરતો પર અડગ રહ્યું, તેની આ કહાની કોઈપણ દેશપ્રેમીને ગર્વ અપાવે તેવી છે. NSA અજિત ડોવલે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને જે સાફ શબ્દોમાં સંદેશ આપ્યો, તેમણે સાબિત કરી દીધું કે નવું ભારત દબાણની રાજનીતિમાં માનતું નથી. 50% ટેરિફના આતંક વચ્ચે પણ ભારતે 2029 સુધી રાહ જોવાની તૈયારી બતાવીને ટ્રમ્પ પ્રશાસનને કેમ નમવા મજબૂર કર્યું?
Advertisement
- NSA અજિત ડોભાલ અમેરિકી વિદેશ મંત્રીને આપ્યો હતો કડક મેસેજ (India-US Trade Deal)
- 'ભારત દબાણ નહીં આવે આપ્યો હતો સ્પષ્ટ સંદેશ
- ડોવલની મુલાકાત બાદ ટ્રમ્પે પીએમ મોદી સાથે 4 વાર ફોન પર વાત કરી
ભારત અને અમેરિકા ( India-US Relations)વચ્ચેના વ્યાપારિક અને રાજદ્વારી સંબંધો ફરી એકવાર નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારત પરના ટેરિફ (Tariff) ઘટાડવાની અને મોટા વેપાર કરારની જાહેરાત કરી છે. જોકે, આ સફળતા પાછળ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ (Ajit Doval) ની મક્કમ રણનીતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

