India- Pakistan War : શ્રીનગરમાં વિસ્ફોટના અહેવાલો પણ ખોટા છે: સેના
India- Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ આના માત્ર 4 કલાક પછી, પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે, પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે હુમલો થયો. ત્યારે સેનાના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હાલમાં નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ગોળીબાર થઈ રહ્યો નથી. ઉપરાંત, શ્રીનગરમાં થયેલા વિસ્ફોટ અંગેના જે સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા હતા તે પણ પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાને જમ્મુના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યો
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. પાકિસ્તાને LoC પર ગોળીબાર કર્યો છે, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને જમ્મુના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યો.પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો, જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો.
શ્રીનગરમાં સંભળાયા 4-5 વિસ્ફોટો
પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટતું. દુશ્મન દેશે માત્ર 4 કલાક પછી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ ક્ષેત્રના સાંબામાં સાયરનના અવાજો સંભળાઈ રહ્યા છે. આ સિવાય શ્રીનગરમાં 4-5 વિસ્ફોટોના અવાજ સંભળાયા. બીએસએફને કડક જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
બાડમેરમાં ફરી એકવાર વાગ્યા સાયરન
બાડમેર શહેરમાં ફરી એલાર્મ સાયરન વાગ્યું, જિલ્લા વહીવટીતંત્રે બજારની દુકાનો તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી, ડ્રોન હુમલાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તાત્કાલિક બ્લેકઆઉટ કરવાની અપીલ કરવામાં આવી છે.
ઉદ્રમપુરમાં ડ્રોન હુમલો
યુદ્ધવિરામ પછી પણ પાકિસ્તાન પોતાની આદતો છોડી રહ્યું નથી. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ડ્રોન હુમલાના સમાચાર છે. ગુજરાતના કચ્છ સરહદ પર ખાવડા નજીક ડ્રોન જોવા મળ્યા છે.
પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન પણ જોવા મળ્યા
પંજાબના પઠાણકોટમાં પણ યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ અંધારપટ થઈ ગયો છે. જોકે અત્યાર સુધી કોઈ વિસ્ફોટનો અવાજ સંભળાયો નથી, પરંતુ હવાઈ હુમલાની ચેતવણીના સાયરન એક્ટિવ થઈ ગયા છે.
યુદ્ધવિરામ ભંગ બાદ જેસલમેરમાં બ્લેકઆઉટનો સમય ફરી બદલાયો
રાજસ્થાનના જેસલમેરમાં ફરીથી બ્લેકઆઉટનો સમય જાહેર કરવામાં આવ્યો છે. બ્લેકઆઉટ રાત્રે 11 વાગ્યાને બદલે તાત્કાલિક અમલમાં આવશે. હવે તે સવારે 4:00 વાગ્યાને બદલે સવારે 6:00 વાગ્યા સુધી રહેશે. યુદ્ધવિરામની જાહેરાત પછી સમય બદલવામાં આવ્યો. સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ, વર્તમાન સંદર્ભને ધ્યાનમાં રાખીને, આજે રાત્રે 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. તેથી, સામાન્ય જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ રાત્રે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને પ્રકાશનો ઉપયોગ ઓછામાં ઓછો કરે.