ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Pakistan Conflict :ભારત-પાક.સંઘર્ષ દરમિયાન પરમાણુ હુમલાના કોઈ સંકેત મળ્યા નથી, વિદેશ સચિવે ટ્રમ્પના દાવાને ફગાવ્યો

India Pakistan Tensions: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી(Vikram Misri)એ સોમવારે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હંમેશા પરંપરાગત માધ્યમો સુધી મર્યાદિત રહ્યો છે અને પડોશી દેશ તરફથી પરમાણુ હુમલાના કોઈ સંકેત મળ્યા નથી. ટ્રમ્પ દાવાઓને પણ ફગાવી...
09:02 PM May 19, 2025 IST | Hiren Dave
India Pakistan Tensions: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી(Vikram Misri)એ સોમવારે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હંમેશા પરંપરાગત માધ્યમો સુધી મર્યાદિત રહ્યો છે અને પડોશી દેશ તરફથી પરમાણુ હુમલાના કોઈ સંકેત મળ્યા નથી. ટ્રમ્પ દાવાઓને પણ ફગાવી...
Foreign Secretary Vikram Misri

India Pakistan Tensions: વિદેશ સચિવ વિક્રમ મિશ્રી(Vikram Misri)એ સોમવારે સંસદીય સમિતિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ હંમેશા પરંપરાગત માધ્યમો સુધી મર્યાદિત રહ્યો છે અને પડોશી દેશ તરફથી પરમાણુ હુમલાના કોઈ સંકેત મળ્યા નથી.

ટ્રમ્પ દાવાઓને પણ ફગાવી દીધા

સૂત્રોએ જણાવ્યું છે કે વિક્રમ મિશ્રીએ સરકારના વલણને પુનરાવર્તિત કર્યું છે કે લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય દ્વિપક્ષીય સ્તરે લેવામાં આવ્યો હતો. આ સાથે, વિક્રમ મિશ્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંઘર્ષ રોકવાના દાવાઓને પણ ફગાવી દીધા છે.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરીને આ સંઘર્ષનો અંત લાવ્યો હતો. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે જો તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા ન કરાવી હોત તો આ સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શક્યો હોત. સંસદીય પક્ષમાં હાજર કેટલાક વિપક્ષી સાંસદોએ પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશો વચ્ચે સીધી વાતચીત બાદ જ યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -Bihar Politics: ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને CM નીતિશ કુમાર સાથે કરી મુલાકાત,જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

સાયબર હુમલાની કડક નિંદા કરી

સોમવારે સંસદીય સ્થાયી સમિતિએ સર્વાનુમતે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને તેમના પરિવાર પર થયેલા સાયબર હુમલાની કડક નિંદા કરતો ઠરાવ પસાર કર્યો. સમિતિએ આ સાયબર હુમલાને અસ્વીકાર્ય અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો.

આ પણ  વાંચો -Madhya Pradesh : વિજય શાહને સુપ્રીમ કોર્ટે તતડાવ્યા, વધુ તપાસ માટે SIT ની રચના

ઈપણ સંઘર્ષમાં વેપારનો કોઈ ઉલ્લેખ નથી

તુર્કીયે સાથેના સંબંધો વિશે વાત કરતાં મિસરીએ કહ્યું, 'તુર્કીયે સાથે અમારા સંબંધો ક્યારેય ખરાબ રહ્યા નથી, પરંતુ અમે ક્યારેય નજીકના ભાગીદાર પણ રહ્યા નથી. તુર્કી સાથેના કોઈપણ સંઘર્ષમાં વેપારનો કોઈ ઉલ્લેખ નથી.

'પાકિસ્તાન સાથેના અમારા સંબંધો શરૂઆતથી જ ખરાબ રહ્યા છે'

પાકિસ્તાન અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, '1947 થી પાકિસ્તાન સાથેના આપણા સંબંધો ખરાબ છે.' જોકે, તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે સતત સંપર્ક રહે છે. વધુમાં, વિદેશ સચિવે સમિતિને જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ પરંપરાગત શસ્ત્રો સુધી મર્યાદિત રહ્યો છે અને પાકિસ્તાન તરફથી કોઈ પરમાણુ હુમલાનો ખતરો નથી.

Tags :
Foreign Secretary Vikram MisriForeign Secretary Vikram Misri briefIndia Pakistan conflictOperation SindoorPakistan issueVikram Misri brief Parliamentary Committee
Next Article