Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War : વડાપ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક, DGMO મીટિંગ અગાઉની કવાયત

આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જેમાં India-Pakistan War બાદની પરિસ્થિતિ અંગે લેટેસ્ટ માહિતી રજૂ કરાશે. આ મહત્વની મીટિંગ અગાઉ Prime Minister Modi અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે.
india pakistan war   વડાપ્રધાન અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક  dgmo મીટિંગ અગાઉની કવાયત
Advertisement
  • Prime Minister Modi ના નિવાસ સ્થાને મહત્વની બેઠક
  • ત્રણેય સેના પ્રમુખે Prime Minister Modi ને મળવા પહોંચ્યા
  • CDS અનિલ ચૌહાણ પર બેઠકમાં ઉપસ્થિત
  • DGMO મીટિંગ અગાઉની કવાયત

India-Pakistan War : વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ના નિવાસસ્થાને ત્રણેય સેનાના પ્રમુખો આવી પહોંચ્યા છે. આ પ્રમુખો અને વડાપ્રધાન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક DGMO મીટિંગ અગાઉની કવાયતનો એક ભાગ ગણવામાં આવી રહી છે. આ મહત્વની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) , NSA અજિત ડોભાલ (Ajit Doval) અને CDS અનિલ ચૌહાણ (Anil Chauhan) પણ હાજર છે. આ ઉચ્ચસ્તરીય બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ રહી છે.

ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે બેઠક

યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે મહત્વની બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ (Rajiv Ghai) અને તેમના પાકિસ્તાની સમકક્ષ જનરલ કાશિફ ચૌધરી (Kashif Chaudhry) વચ્ચે ચર્ચા-વિચારણા થશે. 10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ આ બેઠક યોજાવા જઈ રહી છે. યુદ્ધવિરામ કરાર ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ ભારતીય સમકક્ષને 10 મેના રોજ સંભવિત યુદ્ધને રોકવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડા કલાકો બાદ બંને પક્ષો દ્વારા સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરી (Vikram Misary) એ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે ડીજીએમઓ સ્તરની વાતચીતનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે.

Advertisement

આ પણ વાંચોઃ Border Tensions: ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે ફરી થશે વાતચીત! ભારત સ્પષ્ટ સંદેશ આપશે

Advertisement

DGMO મીટિંગ અગાઉની કવાયત

ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે થનારી બેઠક પર આખી દુનિયાની નજર રહેશે. યુદ્ધવિરામ માટે અને યુદ્ધવિરામ બાદની ખાસ પરિસ્થિતિઓ માટે આ બેઠકમાં રજૂ થતી માહિતી બહુ અગત્યની છે. તેથી જ DGMO મીટિંગ અગાઉની કવાયતના એક ભાગરૂપે વડાપ્રધાન નિવાસસ્થાને એક બેઠક યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ અને CDS અનિલ ચૌહાણ પણ હાજર છે. Prime Minister Modi ની અધ્યક્ષતામાં યોજાઈ રહેલ આ બેઠકમાં સીઝફાયર બાદની સ્થિતિ અંગેની સમીક્ષા ચર્ચાનો મુખ્ય વિષય રહેશે.

આ પણ વાંચોઃ દેશની સરહદે જોવા મળી શાંતિ, કોઈપણ જગ્યાએ નથી થયો અટકચાળો : સૂત્ર

Tags :
Advertisement

.

×