Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો,114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા સરકારની મહોર

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. લાંબા સમયથી પ્રતીક્ષિત 114 રાફેલ ફાઇટર જેટના સોદા માટે સરકારે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. માત્ર આયાત પર નિર્ભર રહેવાને બદલે, આ કરારમાં મોટા પાયે સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે. એર ચીફ માર્શલની ફ્રાન્સ યાત્રા આ પ્રક્રિયાને કેટલી ઝડપી બનાવે છે અને ભારતીય વાયુસેનાના આકાશને કેટલી સુરક્ષિત કરશે, તે વિશેની આ ખાસ માહિતી છે.
ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા સરકારની મહોર
Advertisement

Rafale Fighter Jet Deal : ભારતીય વાયુસેના (Indian Air Force - IAF) ની મારક ક્ષમતાને અનેકગણી વધારવા માટે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 114 દસોલ્ટ રાફેલ (Dassault Rafale) મલ્ટી-રોલ ફાઇટર જેટ ખરીદવા માટેના વિનંતી પત્ર (Letter of Request - LoR) ને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અંદાજે ₹3.25 લાખ કરોડના આ భారీ સોદા સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મોટું ડગલું ભરી રહ્યું છે. આ સોદો ઇતિહાસનો સૌથી મોટો ફાઇટર એરક્રાફ્ટ સંરક્ષણ કરાર બની રહેશે.

Rafale Fighter Jet Deal : 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ બનશે વિમાન

આ મેગા સંરક્ષણ સોદાની સૌથી મોટી વિશેષતા તેનું સ્વદેશીકરણ છે. કરાર મુજબ, 114 વિમાનોમાંથી લગભગ 90 વિમાનો 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) પહેલ અંતર્ગત ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન (Dassault Aviation) ભારતની કોઈ અગ્રણી ખાનગી કે જાહેર ક્ષેત્રની કંપની સાથે ભાગીદારી કરશે. આ સોદામાં 50% જેટલા ઘટકો અને ટેકનોલોજી ભારતીય હશે, જે વાયુસેનાની ઘટતી જતી સ્ક્વોડ્રન (Squadron) સંખ્યાને સંતુલિત કરવામાં મદદરૂપ થશે.

Advertisement

વાયુસેના પ્રમુખની ફ્રાન્સ મુલાકાતથી સોદાને વેગ

આ ઐતિહાસિક નિર્ણય વચ્ચે ભારતીય વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ એ.પી. સિંહ (Air Chief Marshal A.P. Singh) 1 જૂનથી ફ્રાન્સના ત્રણ દિવસના પ્રવાસે છે. આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ દસોલ્ટ એવિએશન અને એમબીડીએ (MBDA) જેવી દિગ્ગજ સંરક્ષણ કંપનીઓના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે, જે આ પ્રક્રિયાને ઝડપી બનાવશે.

Advertisement

આ પણ વાંચો:  દુષ્કર્મ કેસમાં જો ગુનેગારના હાથ-પગ કાપી નાંખવાની સજા લાગુ કરાશે તો જ લોકો કાયદાનું પાલન કરશે : કર્ણાટક હાઈકોર્ટની કડક ટિપ્પણી

Tags :
Advertisement

.

×