Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

10,000 KM રેન્જની મહાવિનાશક AGNI-VI નો ટેસ્ટ કરશે ભારત, વિશ્વની ઉંઘ હરામ!

Agni-VI Missile Test India: ભારત 10,000 કિમીની રેન્જ ધરાવતી અત્યંત વિનાશક અગ્નિ-VI મિસાઈલના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. આ ICBM ભારતને અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની એલિટ ક્લબમાં સામેલ કરશે. MIRV ટેકનોલોજીથી સજ્જ આ મિસાઈલ એકસાથે અનેક પરમાણુ હથિયારો લઈ જવા અને વિવિધ લક્ષ્યો પર પ્રહાર કરવા સક્ષમ છે, જે ભારતની રણનીતિક શક્તિમાં મોટો ઉછાળો લાવશે
10 000 km રેન્જની મહાવિનાશક agni vi નો ટેસ્ટ કરશે ભારત  વિશ્વની ઉંઘ હરામ
Advertisement

. Agni-VI ની 10,000 કિમીથી વધુની મારક ક્ષમતા ભારતને વૈશ્વિક સ્તરે રણનીતિક પહોંચ પૂરી પાડશે
. MIRV ટેકનોલોજી દ્વારા એક જ મિસાઈલ અલગ-અલગ દિશામાં અનેક પરમાણુ હથિયારો છોડી શકશે
. બંગાળની ખાડીમાં NOTAM જાહેર કરાતા મિસાઈલના ટૂંક સમયમાં પરીક્ષણની અટકળો તેજ થઈ છે

Agni-VI Missile Test India: ભારત પોતાની સ્વદેશી રીતે વિકસિત બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) અગ્નિ (AGNI) ના લેટેસ્ટ અને સૌથી ઘાતક વર્ઝનનો ટેસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. સંસ્કૃત (Sanskrit) માં અગ્નિનો અર્થ આગ થાય છે અને આ મિસાઈલ પોતાના નામ પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવનારી છે. આ મિસાઈલ એકસાથે ઘણાં પરમાણુ હથિયારો (Nuclear Weapons) ને લઈ જવામાં સક્ષમ છે, જે ભારતની રણનીતિક શક્તિને સંપૂર્ણપણે બદલી નાખશે.

Advertisement

ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) ની એલીટ ક્લબમાં ભારત

હાલમાં દુનિયાના માત્ર પાંચ દેશો પાસે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) ની શક્તિ છે. આ દેશોમાં અમેરિકા (US) , રશિયા (Russia) , ચીન (China) , ફ્રાંસ (France) અને બ્રિટન (Britain) સામેલ છે.

Advertisement

હવે આ યાદીમાં ભારત પણ પોતાની અગ્નિ-6 (AGNI-VI) મિસાઈલ સાથે પોતાની સ્થિતિ બેહદ મજબૂત કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : ઈટાલીના PM Giorgia Meloni ની નકલી 'નગ્ન' તસ્વીરો વાયરલ!

AGNI-VI ની મુખ્ય લાક્ષણિકતાઓ

AGNI-VI ભારતની નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે, જે ખાસ કરીને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહી છે.

રેન્જ: આ મિસાઈલની સંભવિત મારક ક્ષમતા 10,000 કિલોમીટરથી વધુ હશે

વૈશ્વિક પહોંચ : આટલા લાંબા અંતરની રેન્જ સાથે ભારતની રણનીતિક પહોંચ હવે માત્ર ક્ષેત્રીય નહીં રહે, પરંતુ તે વૈશ્વિક સ્તરની થઈ જશે. આનાથી આખી દુનિયાની ઉંઘ ઉડી ગઈ છે.

આ પણ વાંચો : Operation Sindoor ની વરસી પર ભારતનો ધડાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી!

MIRV ટેક્નોલોજી- મિસાઈલનું બ્રહ્માસ્ત્ર

અગ્નિ-6 ની સૌથી મોટી અને ગેમ ચેન્જિંગ ખૂબી તેની MIRV (મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ) ટેકનીક છે.

એક મિસાઈલ-અનેક નિશાન : આ તકનીકનો અર્થ છે કે એક જ મિસાઈલ ઉડાણ ભર્યા બાદ જુદીજુદી દિશાઓમાં ઘણાં શસ્ત્રોનો પ્રહાર કરી શકે છે અને એકસાથે ઘણાં લક્ષ્યોને તબાહ પણ કરી શકે છે.

દિગ્ગજોની બરાબરીએ ભારત આ એડવાન્સ ટેક્નોલોજી અત્યાર સુધી મુખ્યત્વે અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોની પાસે જ હતી. પરંતુ અગ્નિ-6ની સાથે, ભારત હવે તકનીકી રીતે ઠીક એ સ્તર પર ઉભું થઈ રહ્યું છે.

એક નવા યુગની શરૂઆત

અગ્નિ-6 નો આ વિકાસ માત્ર એક સંરક્ષણ ઉપકરણનું નિર્માણ નથી, પરંતુ તે ભારતને એક નવા યુગમાં લઈ જઈ રહી છે. ગાઈડેડ મિસાઈલ તકનીક અને 10 હજાર કિલોમીટરથી વધારેની મારક ક્ષમતા એ સાબિત કરે છે કે ભારત હવે માત્ર પોતાની સુરક્ષા નથી કરી રહ્યું, પરંતુ ગ્લોબલ પાવરના માપદંડ પર નવા સ્ટાન્ડર્ડ સ્થાપિત કરી રહ્યું છે.

આ મિસાઈલ ભારતની સુરક્ષાને અજેય બનાવવા અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની કતારમાં તેને સૌથી આગળ ઉભું રાખવાનો એક સ્પષ્ટ સંકેત છે. આ મિસાઈલનું પરીક્ષણ ક્યારે થશે, તેને લઈને કોઈ સત્તાવાર તારીખ જણાવાઈ નથી. આ એક રણનીતિક કારણ પણ હોઈ શકે છે. જો કે બંગાળની ખાડીની ઉપર એક ચેતવણી ક્ષેત્ર માટે નોટિસ ટૂ એર મિશનન્સ એટલે કે નોટામ (NOTAM) જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તમામ 22 આરોપીઓ બોમ્બે HC માંથી બરી

Tags :
Advertisement

.

×