Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor અંગે વધુ એક સૌથી મોટો ખુલાસો

ઓપરેશન સિંદૂર અંગે સૌથી મોટા સમાચાર ભારતે પાકિસ્તાનના 5 વિમાન તોડી પાડ્યા ભારતે 2 JF-17 ફાઇટર જેટ પણ તોડી પાડ્યા ભારતે પાકિસ્તાનના 1 મિરાજ, 1 C-130 જેટ તોડી પાડ્યા રડાર સાથે ઉડતા વિમાન AWACSને પણ ભારતે તોડી પાડ્યું એરબેઝ...
operation sindoor અંગે વધુ એક સૌથી મોટો ખુલાસો
Advertisement
  • ઓપરેશન સિંદૂર અંગે સૌથી મોટા સમાચાર
  • ભારતે પાકિસ્તાનના 5 વિમાન તોડી પાડ્યા
  • ભારતે 2 JF-17 ફાઇટર જેટ પણ તોડી પાડ્યા
  • ભારતે પાકિસ્તાનના 1 મિરાજ, 1 C-130 જેટ તોડી પાડ્યા
  • રડાર સાથે ઉડતા વિમાન AWACSને પણ ભારતે તોડી પાડ્યું
  • એરબેઝ પર સ્ટ્રાઈકમાં પણ વિમાનોને નુકસાનની શક્યતા
  • ભારતે પાકિસ્તાનના ફાઇટર જેટના ઠેકાણા પર કરી હતી સ્ટ્રાઈક
  • એક પછી એક પાકિસ્તાનની અવદશા આવી રહી છે સામે

Operation Sindoor: ભારતના ઓપરેશન સિંદૂરને (Operation Sindoor)કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે, પરંતુ તે દુનિયાભરમાં જુઠ્ઠાણા ફેલાવવાનું બંધ કરી રહ્યું નથી. ભારતીય સેનાએ પાકિસ્તાન (Pakistan)સામે વળતો જવાબ આપ્યો અને તેના 5 વિમાનોને તોડી પાડ્યા હતા.આમાં 2 ફાઇટર એરક્રાફ્ટનો પણ સમાવેશ થતો હતો.આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર તેમની સંસદમાં વાયુસેનાના ખોટા વખાણ કરતા જોવા મળ્યા.

Advertisement

pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કર્યો

પહેલગામ આતંકવાદી હુમલા પછી,ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને pokમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નાશ કરવામાં આવ્યા  હતા. તેમણે 6 અને 7 મેના રોજ બે પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા. આ પછી, 8 અને 9 મેના રોજ 3 વિમાનોને તોડી પાડવામાં આવ્યા.ભારતે પાકિસ્તાનના 2 JF 17, 1 મિરાજ જેટ, 1 AWACS અને 1 C-130 (સંભવિત) તોડી પાડ્યા, પરંતુ પાકિસ્તાન દુનિયા સમક્ષ જૂઠું બોલતા થાકતું નથી.

Advertisement

આ પણ  વાંચો -Operation Sindoor વચ્ચે નેતાઓનો બફાટ યથાવત! હવે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર SP નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી

પાકિસ્તાની વિદેશ મંત્રી જુઠ્ઠું બોલવામાં નિષ્ણાત છે

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે તાજેતરમાં જ તેમની સંસદમાં પાકિસ્તાન વાયુસેનાના ખોટા વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ધ ટેલિગ્રાફે પાકિસ્તાન વાયુસેનાની પ્રશંસા કરતો એક લેખ પ્રકાશિત કર્યો છે. જ્યારે આ સમાચાર ખોટા નીકળ્યા. પાકિસ્તાનના અખબાર ધ ડોને તેની હકીકત તપાસી હતી અને તેને ખોટો જાહેર કર્યો હતો. ઇશાક ડાર કહે છે કે પાકિસ્તાને 6 ભારતીય જેટ તોડી પાડ્યા હતા.

આ પણ  વાંચો -Farewell to K9 Rolo : છેલ્લા શ્વાસ સુધી K9 રોલોએ સાથ આપ્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાઇ

ભારતની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ પાકિસ્તાની સેના પણ તેમાં કૂદી પડી. ભારતે પાકિસ્તાની સેના પર ગોળીબાર કર્યો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાની વાયુસેનાના 5 જવાનો માર્યા ગયા. આમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન આર્મીના એક નિવૃત્ત એર માર્શલે પણ નુકસાનનો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે ભારતે ઘણું નુકસાન કર્યું છે.

Tags :
Advertisement

.

×