IAF new Rafale procurement : ભારત વધુ 114 રાફેલ ફાઇટર જેટ ખરીદશે, સંરક્ષણ બોર્ડે આપી મંજૂરી
- ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો ( IAF new Rafale procurement )
- નવા 114 રાફેલ ફાઇટર જેટની કરાશે ખરીદી
- સંરક્ષણ ખરીદી બોર્ડે આ દરખાસ્તને આપી મંજૂરી
ભારતની 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મહત્વાકાંક્ષી યોજનાએ તેનું પહેલું મોટું સીમાચિહ્ન સફળતાપૂર્વક પાર કરી લીધો છે. સંરક્ષણ ખરીદી બોર્ડ (DPB) દ્વારા આ રાફેલ ખરીદી દરખાસ્તને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ મંજૂરી બાદ હવે આ દરખાસ્ત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) માં વધુ મંજૂરી માટે જશે અને ત્યારબાદ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) પાસેથી અંતિમ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
IAF new Rafale procurement : ભારત ફ્રાન્સ પાસેથી રાફેલ ખરીદશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ફ્રાન્સ વચ્ચેના આ રક્ષણાત્મક સંબંધો ફેબ્રુઆરીમાં યોજાનારી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની બેઠક દરમિયાન નવી ઊંચાઈએ પહોંચી શકે છે. બંને દેશો આ મેગા સંરક્ષણ સોદાને આ બેઠક દરમિયાન અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે. જો બધું યોજના મુજબ પાર પડશે, તો તે ભારતીય હવાઈ શક્તિને ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો સામે અત્યંત મજબૂત બનાવવા તરફનું એક ઐતિહાસિક પગલું સાબિત થશે.
IAF new Rafale procurement : સરકારે આ સોદામાં મેક ઇન ઇન્ડિયાને લઇને કરી આ પ્લાનિંગ
મેક ઇન ઇન્ડિયા’ અને ટેકનોલોજી ટ્રાન્સફરનો માસ્ટરપ્લાન આ સંરક્ષણ સોદાનું સૌથી મહત્વનું પાસું તેની સ્વદેશી ઉત્પાદન પ્રક્રિયા છે. વ્યૂહાત્મક આયોજન મુજબ, શરૂઆતના તબક્કામાં આ ફાઇટર જેટ્સમાં 30 ટકા જેટલા ભારતીય ઘટકો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે, જેને ભવિષ્યમાં વધારીને 60 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે. સામાન્ય રીતે "મેક ઇન ઇન્ડિયા" અંતર્ગત થતા સોદાઓમાં 50 થી 60 ટકા સ્વદેશી હિસ્સો અનિવાર્ય હોય છે, પરંતુ આ કિસ્સામાં ટેકનોલોજીનું સચોટ હસ્તાંતરણ (Transfer of Technology) થાય તે હેતુથી ભારતીય હિસ્સાને તબક્કાવાર વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો
ભારતીય શસ્ત્રોથી સજ્જ થશે 'રાફેલ'નો અજેય કાફલો ભારત આ રાફેલ જેટ્સને પોતાની સ્વદેશી શસ્ત્ર પ્રણાલી અને અત્યાધુનિક સિસ્ટમોથી સજ્જ કરવા માટે ઉત્સુક છે, જે તેના મારક પ્રહારની ક્ષમતાને અનેકગણી વધારી દેશે. જોકે, વિમાનના સોફ્ટવેરનો સોર્સ કોડ સુરક્ષાના કારણોસર ફ્રાન્સ પાસે જ રહેશે. આ સોદો પૂર્ણ થતાની સાથે જ ભારત પાસે કુલ ૧૭૬ રાફેલ જેટનો એક વિશાળ અને શક્તિશાળી કાફલો તૈયાર થઈ જશે. નોંધનીય છે કે, હાલમાં ભારતીય વાયુસેના પાસે 36 રાફેલ છે, જ્યારે ભારતીય નૌકાદળ માટે પણ ૨૬ જેટનો ઓર્ડર અગાઉથી જ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Online Betting Sites Blocked : મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, ઓનલાઇન સટ્ટાબાજીની 242 વેબસાઇટ કરી બ્લોક!


